• Home
  • News
  • કોરોના વૅક્સિન અપડેટ:વેક્સિન ક્યારે, કેવી રીતે, કોને...? કાલે મોદી જણાવશે, વેક્સિનનું અપડેટ લેવા મોદી શનિવારે પૂણે અને અમદાવાદમાં આવશે
post

સિરમ ઈન્સ્ટિટ્યૂટ ખાતે કોવેક્સિન રસીના લોન્ચની પણ શક્યતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-27 10:45:33

ભારતને શનિવારે અમદાવાદમાંથી એક મોટા સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે સવારે સાડા નવથી સાડા દસ વાગ્યા દરમિયાન એક કલાક ઝાયડસ ફાર્માસ્યુટિકલ્સના ચાંગોદર પાસે આવેલા બાયોટેક પાર્ક પ્લાન્ટની મુલાકાતે આવશે. અહીંથી તેઓ ઝાયડસે વિક્સાવેલી રસીની જાહેરાત પણ કરી શકે તેવું રાજ્ય સરકારના સૂત્રો જણાવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોદી સવારે નવ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર ઉતરી હેલિકોપ્ટર મારફતે સીધાં જ બાયોટેક પાર્ક જશે અહીં એક કલાકના કાર્યક્રમ બાદ તેઓ અમદાવાર એરપોર્ટ આવી ત્યાંથી સીધા પૂણેની સિરમ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જશે. અહીં ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકાની કોવેક્સિન નામની રસીનું લોંચિંગ પણ કરવામાં આવે તેમ છે.

ભારતમાં કોરોનાની બીજી લહેર
ગુજરાત સરકારના ખૂબ વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઓક્સફોર્ડ અને ઝાયડસ આ બન્નેની રસીઓ તાકીદના વપરાશ માટે ભારત સરકાર લઇ શકે છે. હાલ કોરોનાની ભારતમાં બીજી લહેર ચાલી રહી છે તેવા સંજોગોમાં આ સમાચાર મોટી રાહત આપનારાં બની શકે. હાલ આ બન્ને રસીને તાકીદે વપરાશમાં લેવા માટે કેન્દ્ર સરકાર પણ ગંભીરતાથી વિચારી રહી છે.

ઝાયડસ અન્ય કંપનીઓ સાથે ભાગીદારી કરશે
ઝાયડસ એક વર્ષમાં 10 કરોડ રસીના ડોઝ ઉત્પાદિત કરે તેવી ક્ષમતા ધરાવે છે અને સાથે તેઓ આ રસીનું વધુ પ્રમાણમાં ઉત્પાદન કરી શકે તે માટે અન્ય કંપનીઓ સાથે પણ ભાગીદારી કરી રહ્યા છે. તેમની આ રસી ઝાયકોવિ-ડી અન્ય રસી કરતાં જુદી છે અને તે પ્લાસ્મીડ ડીએનએ આધારિત રસી છે. જે અન્ય રસીઓમાં કોરોનાના નિષ્ક્રિય વાઇરસ દાખલ કરવાને બદલે એન્ટીબોડીની સંપૂર્ણ ડીએનએ ચેઇનને આધારે વિકસાવાઇ છે.

વડાપ્રધાન કંપનીની મુલાકાત લે તેવી શક્યતા
હાલ ઝાયડસની આ રસીનું બીજા તબક્કાનું પરિક્ષણ ચાલું છે અને ત્રીજુ પરીક્ષણ આગામી બે માસમાં પૂર્ણ થઇ જશે, પરંતુ તેના પરિણામોની અસર જોતાં તાકીદના વપરાશ માટે તે લઇ શકાય છે, તેમ સૂત્રોએ ઉમેર્યું હતું. છેલ્લા કેટલાક સમયથી રસી માટે વિશ્વભરમાં ઉતાવળ થઈ રહી છે. અમેરિકામાં પણ ઈમરજન્સી તરીકે રસી આપવાની મંજૂરી માંગવામાં આવી છે. ભારતમાં પણ ઈમરજન્સી ગણાવી રસી મૂકવાનું શરૂ કરવાની મંજૂરી માંગવામાં આવે તેમ મનાઈ રહ્યું છે. વડાપ્રધાનની આ બંને કંપનીઓની મુલાકાત આ સંદર્ભમાં સૂચક માનવામાં આવી રહી છે.

5 લોકોને વેક્સિનની ટ્રાયલ અપાઈ
સોલા સિવિલ હોસ્પિટલમાં ભારત બયોટેકની આત્મનિર્ભર વેકસિન ટ્રાયલ માટે લાવવામાં આવી છે, જે સોલા સિવિલ હોસ્પિટલમાં સોમવારથી શુક્રવારે સુધી રોજ સવારે 10 થી 1માં અપાશે. આ અંગે સોલા સિવિલમાં વેક્સિન માટે બનાવેલી કમિટીનાં ડો. પારુલ ભટ્ટે જણાવ્યું હતું કે આજે 5 લોકોને વેક્સિન આપવામાં આવી છે, જે આગામી દિવસમાં રોજની 25 વેક્સિન સુધી આપવાની અમારી તૈયારી છે. વેક્સિન આપવા આવેલા લોકો પૈકી કોઈ બિઝનેસમેન છે તો કોઈ મલ્ટી નેશનલ કંપનીના કર્મચારી પણ હતા. હવે તેમને વેક્સિન આપવામાં આવી રહી છે. ટ્રાયલ માટે આવેલા વોલન્ટિયર પાસે એક ફોર્મ ભરાવવામાં આવે છે. બાદમાં તેમની પાસે એક સહી કરાવીને તેમને વેક્સિન આપવામાં આવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post