• Home
  • News
  • હવે રાજનીતિ ગંદી નહીં રહે:શરૂ થશે રાજનીતિની પાઠશાળા; ચૂંટણી લડવી, જીતવી અને ઈમાનદારીથી જનસેવાના પાઠ ભણાવાશે
post

દેશભરમાંથી 50 યુવા ઉમેદવારો પસંદ કરાશે, 9 મહિનાની ટ્રેનિંગ હશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-25 10:56:33

રાજનીતિમાં આવવાનું સપનું જોઈ રહેલા યુવાનો માટે હવે એક પ્રોફેશનલ તાલીમ કેન્દ્ર શરૂ થવાનું છે. આ રાજનીતિની પાઠશાળામાં યુવાનો ઈમાનદાર રાજનીતિની સાથે ચૂંટણી લડવા, જીતવા અને જનતાનું દિલ જીતવાના પાઠ ભણાવાશે. ઈન્ડિયન સ્કૂલ ઓફ ડેમોક્રસીના બેનર તળે આ કોર્સની શરૂઆત થઈ રહી છે. સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ)થી ટ્રેનિંગ પ્રોગ્રામ શરૂ થઈ જશે.

પક્ષીય રાજનીતિથી અલગ રાજનીતિના આ પાઠશાળામાં દરેક વિચારધારાના લોકોને સ્થાન મળશે. દેશભરમાંથી 50 યુવાન ઉમેદવારો પસંદ કરાશે. તેમને 9 મહિના તાલીમ અપાશે. અમેરિકાની કોલંબિયા અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં લોકનીતિ (પબ્લિક પોલિસી)નો અભ્યાસ કરીને નીકળેલા એક્સપર્ટ અહીં ટ્રેનિંગ આપશે. લેક્ચર આપવા માટે અલગ-અલગ પાર્ટિઓના વરિષ્ઠ નેતાઓ બોલાવવામાં આવશે.

જાપાનની માત્સુશિતા સંસ્થા જેવો પ્રયોગ
આ નવી સ્કૂલની શરૂઆત પ્રખર ભારતીય અને હેમાક્ષી મેઘાણી નામના બે યુવાનો કરી રહ્યા છે. હેમાક્ષી હાર્વર્ડ અને પ્રખર કોલંબિયા યુનિવર્સિટીથી લોકનીતિમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી લઈ ચૂક્યા છે. આ બંનેએ જાપાનની માત્સુશિતા સંસ્થાની જેમ આ પ્રયોગ કર્યો છે.

ટ્રેનિંગ અને રહેવાની ફી 2 લાખ રૂપિયા
આ ટ્રેનિંગ પ્રોગ્રામની ફી 2 લાખ રૂપિયા રાખવામાં આવી છે. તેમાં રહેવાનો ખર્ચ અને મેદાની તાલીમ સામેલ છે. પસંદ કરાયેલા લોકોને સ્કોલરશિપ પણ અપાશે. આ માટે દેશના એ ઉદ્યોગપતિઓ અને કોર્પોરેટ ગૃહોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે, જેઓ ઈમાનદારીથી રાજનીતિને પ્રોત્સાહન આપવા માગે છે.

adv

Related News

post
post
post
post
post
post
post