• Home
  • News
  • પોતાને પ્રોફેશનલ કહેતી ચીનની આર્મીનું વર્તન પાકિસ્તાન સમર્થિત પથ્થરબાજો જેવું, ભારતીય જવાનો પર કાંટાળી તારથી હુમલો કર્યો હતો
post

ચીન ભારતીય બોર્ડરમાં ઘુસણખોરી કરી રહ્યું છે, તેને નિયંત્રણ રેખા પાસે 5000 સૈનિક તૈનાત કર્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-27 11:35:02

લદ્દાખ: પ્રોફેશનલ હોવાનો દાવો કરનારી ચીનની આર્મીની હકીકત છેલ્લા અમુક દિવસોથી બોર્ડર પર ભારતીય સૈનિકો સાથે અથડામણ દરમિયાન સામે આવી ગઇ. પૂર્વી લદ્દાખના પેંગોંગ ત્સો સરોવર વાળા વિસ્તારમાં 5મેના થયેલી અથડામણ દરમિયાન ચીનના સૈનિકોએ ભારતીય જવાનો પર ડંડા, કાંટાળી તાર અને પથ્થરોથી હુમલો કર્યો હતો. ન્યૂઝ એજન્સી ANIએ સૂત્રોના હવાલાથી આ રિપોર્ટ જાહેર કર્યો છે. આ રીતે ચીનની આર્મીનું વલણ પાકિસ્તાન સમર્થિત એ પથ્થરબાજો જેવું હતું જેઓ કાશ્મીરમાં ભારતીય જવાનો પર હુમલો કરતા હોય છે.

ચીનના સૈનિકોએ ગુંડા જેવું વર્તન કર્યું
ચીનના સૈનિકો સંખ્યામાં ભારતીય જવાનોથી વધુ હતા તેમ છતા અનપ્રોફેશનલ રીતે વર્તન કર્યું અને કારણ વિના ઉગ્રતા દેખાડી. તેમનું વલણ  બિલકુલ ગુંડા જેવું હતું. તેમણે ભારતીય જવાનોની ચારેકોર ઘેરો બનાવી લીધો હતો. ભારતના જવાનો ક્યારેય આ પ્રકારની હરકત કરતા નથી. વર્ષભરમાં નાની મોટી અથડામણ થતી રહે છે. 

ચીનનું વલણ જોતા આગામી દિવસોમાં તણાવ વધે તેવી આશંકા
લદ્દાખમાં ચીન અને ભારતીય સૈનિકો વચ્ચે આ મહિને ત્રણ વાર અથડામણ થઇ ચૂકી છે. ચીને નિયંત્રણ રેખા પાસે ભારતીય વિસ્તારોમાં ઘૂસણખોરી કરવા માટે અસ્થાઇ ઠેકાણા બનાવી લીધા છે. તેમણે એલએસી પાસે લગભગ 5 હજાર સૈનિક તૈનાત કર્યા છે. જવાબમાં ભારતીય સેનાએ પણ જવાનોની સંખ્યા વધારી દીધી છે. ચીનના વલણને જોતા આગામી દિવસોમાં તણાવ વધે તેવી આશંકા છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post