• Home
  • News
  • યુદ્ધનો સામનો કરી રહેલા ગાઝામાં સ્થિતિ બદતર બની, રાહત પુરવઠો ઘટતાં લોકોની મુશ્કેલીમાં થયો વધારો
post

યુદ્ધ પહેલાં 500 ટ્રક આવતી હતી, હવે માત્ર 115 જ આવે છે

Written By newsonline | Ahmedabad | Published: 2024-04-10 09:57:45

ગાઝા: હમાસ સામે ઈઝરાયલના યુદ્ધને છ મહિના વીતી ગયા છે. વાટાઘાટકારો ગાઝામાં યુદ્ધવિરામ સુધી પહોંચશે તેવી આશા સાથે માર્ચની શરૂઆતમાં રમજાનનો મહિનો શરૂ થયો હતો. હવે પવિત્ર મહિનો પૂરો થઈ ગયો છે, પરંતુ દુષ્કાળગ્રસ્ત ગાઝામાં શાંતિ અને રાહતનો હજુ પણ અભાવ છે. ગાઝાના લોકો વ્યાપક વિનાશ, ભૂખમરો અને મૂળભૂત જરૂરિયાતોની ભારે અછતનો સામનો કરી રહ્યા છે. હમાસ સાથેના યુદ્ધ પહેલાં દરરોજ લગભગ 500 વ્યાવસાયિક અને સહાય ટ્રક ગાઝામાં પ્રવેશતાં હતાં જ્યારે ઈઝરાયલે 7 ઓક્ટોબરે ગાઝાની ઘેરાબંધીની જાહેરાત કરી ત્યારથી ટ્રકોની સંખ્યા ઘટવા લાગી. યુએન ડેટા મુજબ, દરરોજ સરેરાશ 106 ટ્રક ગાઝામાં પ્રવેશી રહી છે. હવે માત્ર 115 ટ્રક દરરોજ આવે છે.

ઉત્તર ગાઝામાં સંકટ વધ્યું..
ગાઝાને કટોકટી દૂર કરવા માટે અઠવાડિયાં અને મહિનાઓ માટે દરરોજ 500 ટ્રક સહાયની જરૂર છે. જો મદદ નહીં પહોંચે તો ઉત્તર ગાઝામાં સ્થિતિ વધુ વણસી શકે છે. ત્યાં 10 લાખથી વધુ લોકો રહે છે.

રફાહ પર હુમલો કરીશું: નેતન્યાહુ
ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે તેઓ હવે રફાહ શહેર પર હુમલો કરશે. હુમલાની તારીખ નક્કી કરવામાં આવી છે. 40 હજાર ટેન્ટ ખરીદવામાં આવ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post