• Home
  • News
  • અમેરિકાના આ શહેરમાં આવતા વર્ષે જ નિકળશે સુરજ, ત્યાં સુધી અંધારામાં જ રહેશે લોકો; જાણો આવું કેમ થશે?
post

અહીં 18 નવેમ્બરે છેલ્લી વખત સુરજ દેખાયો હતો. હવે અહીં 23 જાન્યુઆરીએ જ સુરજ જોવા મળશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-19 09:40:20

અમેરિકાનું અલાસ્કા પ્રાંત, ઘણું જ સુંદર છે અને ઠંડો પ્રદેશ પણ. અહીંનું એક શહેર છે ઉતકિયાગવિક. 2016 સુધી આ શહેરને બૈરો નામથી ઓળખવામાં આવતું હતું. અહીં 18 નવેમ્બરે છેલ્લી વખત સુરજ દેખાયો હતો. હવે અહીં 23 જાન્યુઆરીએ જ સુરજ જોવા મળશે. એટલે કે 65 દિવસ સુધી અહીંના લોકો અંધારા જ રહેશે. અહીંના લોકો તેને ’65 ડેઝ ઓફ ડાર્કનેસકહે છે. આ શહેરની એવી પણ ખાસિયત છે કે અહીં ગરમીની સિઝનમાં 2 મહિના સુધી સુરજ આથમતો નથી. પરંતુ, આવું બધું કેમ થાય છે? આવો તેને સમજીએ...

પહેલાં વાત દિવસ અને રાત થાય છે કેવી રીતે?

આપણે નાનપણથી ભણતા આવીએ છીએ કે પૃથ્વી પોતાની ધરા પર ફરે છે. પૃથ્વીનું એક ચક્કર 24 કલાકનું હોય છે. કેમકે , પૃથ્વી ગોળ છે અને સુરજની આસપાસ પ્રદક્ષિણા કરે છે, તેથી પૃથ્વીનો એક બાજુના ભાગ 12 કલાક સુધી સુરજની સામે રહે છે. તેથી, જે ભાગ પર સુરજનો પ્રકાશ પડે છે ત્યાં દિવસ હોય છે અને જ્યાં પ્રકાશ નથી પડતો ત્યાં રાત હોય છે. પૃથ્વીને સુરજની પ્રદક્ષિણ પૂર્ણ કરવામાં 365 દિવસ, 6 કલાક અને 48 મિનિટ લાગે છે. તેથી 365 દિવસમાં આપણું વર્ષ બદલાય જાય છે.

હવે સમજીએ કે કેટલીક જગ્યાએ દિવસ અને રાત લાંબા કેમ હોય છે?

ભૂગોળમાં આપણે વાંચ્યુ છે કે પૃથ્વી પોતાના અક્ષ(એક્સિસ) પર 23.5 ડિગ્રી નમેલી છે. એટલે કે પૃથ્વી ગોળ તો છે, પરંતુ તે સીધી નથી, થોડી આડી છે. તેના બે ધ્રુવ છે, ઉત્તર અને દક્ષિણ. પૃથ્વી એક બાજુ નમેલી છે તેથી જ્યારે સુર્યની પ્રદક્ષિણ કરે છે, તો એક જ ધ્રુવમાં તેનો પ્રકાશ પડે છે. જ્યારે 6 મહિના પછી બીજા ધ્રુવમાં સુર્યપ્રકાશ પડે છે. આ કારણથી જ ધ્રુવો પર 6 મહિના દિવસ અને 6 મહિના રાત હોય છે.

આ વાતને આ રીતે સમજીએ કે, જો પૃથ્વી સીધી હોત અને પ્રદક્ષિણા લગાવતા સમયે તેના દરેક ભાગમાં 12 કલાક સુધી દિવસ અને 12 કલાક સુધી રાત હોત. પરંતુ, પૃથ્વી થોડી નમેલી છે, તેથી પ્રદક્ષિણા કરતી સમયે કેટલાંક ભાગમાં દિવસ અને રાત લાંબા હોય છે. પૃથ્વી 23.5 ડિગ્રી નમેલી હોવાને કારણે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર સુર્ય એક વર્ષમાં એક જ વખત ઉગે છે અને એક જ વખત આથમે છે.

તો ઉતકિયાગવિકમાં 65 દિવસની રાત કેમ?

આ માટે ઉતકિયાગવિક શહેરના ભૂગોળને સમજવું જરૂરી છે. આ શહેર ઉત્તર ધ્રુવથી 2 હજાર 92 કિલોમીટર દૂર છે. એટલે કે દિલ્હી અને ગોવા વચ્ચેનું અંતર. ઉત્તર ધ્રુવ પર આર્કટિક સર્કલ થાય છે અને દક્ષિણ ધ્રુવ પર એન્ટાર્કટિકા સર્કલ. ઉતકિયાગવિક શહેર આર્કટિક સર્કલની ઉંચાઈ પર સ્થિત છે. કેમકે આર્ટિક સર્કલની ઉંચાઈ પર હોવાને કારણે સુર્ય અહીં ક્ષિતિજથી ઉપર નથી આવી શકતો. જેને પોલર નાઈટ્સકહેવામાં આવે છે. જે શહેર કે દેશ ઉત્તર ધ્રુવની જેટલું નજીક હશે, ત્યાં તેટલા જ લાંબા દિવસ અને રાત હશે.

તો શું સંપૂર્ણપણ અંધારું જ રહેશે?

ના, એવું નથી. નવેમ્બરથી જાન્યુઆરી સુધી અહીં જોરદાર ઠંડી પડે છે. શિયાળામાં અહીંનું તાપમાન માઈનસ 23 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. 65 દિવસ સુધી સુર્ય નહીં નીકળે એટલે કે તેનો અર્થ એવો નથી કે અહીં અંધારું જ રહેશે. જો કે અહીં સુર્ય તો નીકળશે, પરંતુ તેનો પ્રકાશ અહીં સુધી યોગ્ય રીતે નહીં પહોંચે.

આ વાતને એવી રીતે પણ સમજીએ કે, જેમ આપણાં ઘરના એક રૂમમાં લાઈટ ચાલુ થાય છે, તો તેનો થોડો પ્રકાશ બીજા રૂમમાં પણ આવે છે. અંગ્રેજીમાં તેને ‘Civic Twilight’ કહેવાય છે. જેમ જેમ પોલર નાઈટ્સ શરૂ થાય છે, તેમ તેમ અહીં દિવસમાં 6 કલાક સુધી વિઝિબિલિટી રહે છે, પરંતુ જેમે જેમ આ સમય પસાર થયા છે, તેમ તેમ વિઝિબિલિટી ઘટીને 3 કલાક સુધી જ થઈ જાય છે. આ વાત એવી રીતે જ છે કે, જેમ આપણાં દેશમાં શિયાળાની રૂતુમાં જ્યારે ધુમ્મસ છવાય જાય છે, તો વિઝિબિલિટી ઘટી જાય છે.

શું અહીં દિવસ પણ 65 દિવસ સુધી જ રહે છે?

ના, પરંતુ અહીં દિવસ તો વધુ લાંબા સમય સુધી રહે છે. આ શહેરમાં ઉનાળામાં 82 દિવસ સુધી અજવાળુ રહે છે. જેને મિડનાઈટ સનકહેવામાં આવે છે. અહીં 12 મેથી લઈને 2 ઓગસ્ટ સુધી અજવાળું રહે છે. અહીં પણ ‘Civic Twilight’ લાગુ પડે છે. એટલે કે, સુર્ય આથમી તો જાય છે છતાં પણ તેનો પ્રકાશ અહીં આવતો જ રહે છે. આ જ કારણ છે કે ઉનાળાના દિવસોમાં અહીં 24 કલાક સુધી અહીં પ્રકાશ પથરાયેલો રહે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post