• Home
  • News
  • આતંકવાદીના મૃતદેહને કબરમાંથી બહાર કાઢવાની માગ કરતી અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી
post

નવેમ્બર 2021માં બે સાથીઓ સાથે એન્કાઉન્ટરમાં અમીર માર્યો ગયો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-12 18:44:54

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરના હૈદરપોરામાં સુરક્ષાદળો સાથે એનકાઉન્ટરમાં માર્યો ગયેલ આતંકવાદી અમીર માગ્રેનો મૃતદેહ કબરમાંથી બહાર કાઢવાની માંગને સુપ્રીમ કોર્ટે ઠુકરાવી દીધી છે. અમીરના પિતા લતીફે અરજી દાખલ કરીને માંગ કરી હતી કે, વિધિવત અંતિમ સંસ્કાર માટે તેના પુત્રના મૃતદેહને કબરમાંથી બહાર કાઢવાની મંજૂરી આપવામાં આવે. 

સોમવારે જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ પારડીવાલાની બેન્ચે સુનાવણી કરતા કહ્યું હતું કે, જ્યાં સુધી એવું ન જોવામાં આવે કે તે ન્યાયના હિતમાં છે ત્યાં સુધી મૃતદેહના વિઘટનનો આદેશ નહીં આપી શકાય. નવેમ્બર 2021માં બે સાથીઓ સાથે એન્કાઉન્ટરમાં અમીર માર્યો ગયો હતો.

જસ્ટિસ સૂર્યકાંત અને પારડીવાલાની બેન્ચે કહ્યું કે, એક વખત દફન કર્યા બાદ શરીરને કબરમાંથી ન કાઢવો જોઈએ. પ્રાપ્ત માહિતી પ્રમાણે મૃતકને સંપૂર્ણ વિધિ-વિધાન સાથે દફનાવવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે, તે તથ્ય સંપૂર્ણપણે ખોટું છે કે, મૃતકના શરીરને યોગ્ય રીતે દફનાવવામાં નહોતું આવ્યું.

બેન્ચે કહ્યું કે, પિતાની ભાવનાઓનું સમ્માન કરીએ છીએ પરંતુ અદાલત ભાવનાઓના આધારે નિર્ણય નહીં કરી શકે. જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટનો નિર્ણય વાજબી છે. કોર્ટે મોહમ્મદ લતીફ માગ્રે દ્વારા દાખલ કરેલી અરજીને ફગાવી દીધી છે. સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારને પરિવારને વળતર અંગે હાઈકોર્ટના નિર્દેશનું પાલન કરવા અને તેમને કબર પર નમાઝ અદા કરવાની મંજૂરી આપવાનો નિર્દેશ આપ્યો હતો.

સુનાવણી દરમિયાન જમ્મુ-કાશ્મીર તંત્રનું પ્રતિનિધિત્વ કરનારા વકીલે કહ્યું કે, મૃતક એક આતંકવાદી હતો. તેમનો અંતિમ સંસ્કાર મુસ્લિમ રીતિ-રિવાજ પ્રમાણે જ થયો હતો. વકીલે જણાવ્યું કે, 8 મહિના વીતી ગયા છે શરીર સડી ગયું હશે અને મૃતદેહને બહાર કાઢવાથી કાયદા-વ્યવસ્થાની સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. જમ્મુ અને કાશ્મીર તંત્ર વતી એડવોકેટ તરુણા અર્ધેન્દુમૌલી પ્રસાદ હાજર રહ્યા હતા. માગ્રેએ જમ્મુ અને કાશ્મીર હાઈકોર્ટના આદેશને પડકારતા સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી જેણે તેમના પુત્રના મૃતદેહને બહાર કાઢવાની મંજૂરી નહોતી આપી. ગયા વર્ષે 15 નવેમ્બરના રોજ શ્રીનગરના બાહરી વિસ્તારમાં થયેલા એનકાઉન્ટરમાં અમીર માગ્રે સહિત 4 લોકો માર્યા ગયા હતા. આ અરજી એડવોકેટ નુપુર કુમાર દ્વારા દાખલ કરવામાં આવી હતી. 

 

adv

Related News

post
post
post
post
post
post
post