• Home
  • News
  • ટેસ્ટિંગનો આંકડો 20 કરોડને પાર; સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- માર્ચમાં 50 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન લગાવાશે
post

અમેરિકન કંપની ફાઈઝરે શુક્રવારે કોરોના વેક્સિનના ઈમર્જન્સી યૂઝની માંગ અંગે ભારત સરકારને આપેલી અરજી પાછી લઈ લીધી છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-06 13:30:08

દેશમાં કોરોના ટેસ્ટિંગનો આંકડો 20 કરોડને પાર થઈ ગયો છે. જેમાં 1 કરોડ 8 લાખ 15 હજાર એટલે કે 5.39% લોકો સંક્રમિત થયા છે. રાહતની વાત એ છે કે અત્યાર સુધી 1 કરોડ 5 લાખ 79 દર્દી સાજા પણ થઈ ચૂક્યાં છે. સંક્રમણથી 1 લાખ 54 હજાર 956 દર્દીઓના મોત થઈ ચૂક્યાં છે.1 લાખ 45 હજાર 953 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

આ બધાની વચ્ચે વેક્સિનેશન અંગે સારા સમાચાર છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને જણાવ્યું કે, વેક્સિનેશનનો ત્રીજો તબક્કો માર્ચમાં શરૂ થઈ જશે. તેમણે લોકસભામાં એક સવાલનો જવાબ આપતા આ માહિતી આપી હતી.મળતી માહિતી પ્રમાણે ત્રીજા તબક્કાની વેક્સિનેશન પ્રક્રિયા માર્ચના કોઈ પણ સપ્તાહમાં શરૂ થઈ શકે છે. જેમાં 50 વર્ષથી વધુ ઉમરના તમામ લોકોને વેક્સિન લગાવાશે. 50 વર્ષથી ઓછી ઉંમરના હાઈ રિસ્ક વાળા લોકોને પણ પ્રાયોરિટી મળશે. વેક્સિનેશનના પહેલા અને બીજા તબક્કામાં અત્યાર સુધી દેશના 52 લાખ 90 હજારથી વધુ હેલ્થકેર અને ફ્રન્ટ લાઈન વર્કર્સને વેક્સિન લગાવાઈ ચૂકી છે.આ તમામને 13 ફેબ્રુઆરીથી વેક્સિનનો બીજો ડોઝ લગાવાશે.

વધુ 3 વેક્સિનની ક્લિનીકલ ટ્રાયલ શરૂ
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, દેશમાં કોરોનાની વધુ 7 વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. જેમાં 3 વેક્સિન એવી છે જેમની ક્લિનીકલ ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. તેમણે જણાવ્યું કે, દેશમાં 3 કરોડ હેલ્થ વર્ક્સને ફ્રીમાં વેક્સિન આપવામાં આવી રહી છે. જેના માટે પીએમ કેર ફંડથી મદદ મળી રહી છે.

22 દેશોએ વેક્સિનની માંગ કરી
ડો. હર્ષવર્ધને જણાવ્યું કે, દુનિયાના 22 દેશોમાંથી વેક્સિનની માંગ વધી ગઈ છે. જેમાં અફઘાનિસ્તાન, અલજજીરા, બાંગ્લાદેશ,ભૂટાન, બ્રાઝિલ, ઈજિપ્ત, કુવૈત, મોરેશિયસ, માલદીવ,મંગોલિયા, સાઉદી અરબ, મ્યાનમાર, નેપાળ, ઓમાન, મોરક્કો, સાઉથ આફ્રિકા, શ્રીલંકા અને UAE જેવા દેશ છે. જેમાંથી 15થી વધુ દેશોને 2 ફેબ્રુઆરી સુધી ગ્રાન્ટ તરીકે પર 56 લાખ ડોઝ આપવામાં આવ્યા છે, જ્યારે કોન્ટ્રાક્ટ તરીકે 105 લાખ ડોઝ આપવામાં આવી રહ્યાં છે.

કોરોના અપડેટ્સ

·         દેશમાં વેક્સિનેશન શરૂ થયાને 21 દિવસ થઈ ચૂક્યાં છે. આ દરમિયાન 52 લાખ 90 હજારથી વધુ લોકોને વેક્સિન લગાવવામાં આવી ચૂકી છે. ભારતે સૌથી ઓછા સમયમાં આ સિદ્ધી હાંસિલ કરી છે. 50 લાખ લોકોના વેક્સિનેશનમાં અમેરિકાને 24 દિવસ, બ્રિટનના 43 અને ઈઝરાયલને 45 દિવસ લાગ્યા હતા. ભારતમાં શુક્રવારે 3,31,029 લોકોને વેક્સિન લગાવવામાં આવી છે.

·         યૂનિયન હેલ્થ મિનિસ્ટ્રીએ જણાવ્યું 5 ફેબ્રુઆરીની સાંજે 6 વાગ્યા સુધી વેક્સિનેશન બાદ સાઈડ ઈફેક્ટના ઘણા ઓછા કેસ સામે આવ્યા છે.અત્યાર સુધી કુલ 27 લોકોને હોસ્પિટલમાં એડમિટ કરાયા છે. છેલ્લા 24 કલાકમાં કોઈને હોસ્પિટલમાં એડમિટ કરવાનો કોઈ કેસ સામે આવ્યો નથી.

·         મહારાષ્ટ્રના હોમ મિનિસ્ટર અનિલ દેશમુખ કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે. તેમણે શુક્રવારે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. મારી તબિયત સારી છે. જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તે પોતાની તપાસ કરી લે. મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે. અહીં અત્યાર સુધી 20,36,002 કેસ થઈ ચૂક્યાં છે.જેમાંથી 51,215 લોકોના મોત થયા છે.

·         ઉત્તરપ્રદેશ સરકારને 10 ફેબ્રુઆરીએ 6થી 8માં ધોરણની શાળા ખોલવાનો નિર્ણય લેવાયો છે. સરકારે જણાવ્યું કે, પહેલાથી પાંચમા સુધીની શાળા 1લી માર્ચે ખૂલશે.

·         અમેરિકન કંપની ફાઈઝરે શુક્રવારે કોરોના વેક્સિનના ઈમર્જન્સી યૂઝની માંગ અંગે ભારત સરકારને આપેલી અરજી પાછી લઈ લીધી છે. 3 ફેબ્રુઆરીએ જ ડ્રગ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટિએ તેનો રિવ્યૂ કર્યો હતો. કમિટિએ કંપની પાસે ટ્રાયલ સાથે જોડાયેલી માહિતી માંગી હતી. ત્યારપછી કંપનીએ એપ્લિકેશન પાછી લેવાનો નિર્ણય કર્યો છે.

·         પાંચ રાજ્યોની સ્થિતિ
1.
દિલ્હી
રાજ્યમાં ગુરુવારે 158 નવા દર્દી નોંધાયા. 165 લોકો રિકવર થયા અને 7 લોકોના મોત થયા. અત્યાર સુધી 6 લાખ 35 હજાર 639 લોકો સંક્રમણના સંકજામાં આવી ચૂક્યાં છે. જેમાં 6 લાખ 23 હજાર 574 લોકો સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે 10 હજાર 871 દર્દીઓના મોત થઈ ચૂક્યાં છે. 1194 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

·         2. મધ્યપ્રદેશ
અહીં ગુરુવારે 166 લોકો કોરોના સંક્રમિત થયા. 263 દર્દી સાજા પણ થયા અને બે લોકોના મોત થયા. અત્યાર સુધી 2.55 લાખ કેસ નોંધાઈ ચૂક્યાં છે. જેમાં 2.49 લાખ સંક્રમિત સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે 3,818 દર્દીઓના મોત થયા છે. હાલ 2,331 દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.

·         3. ગુજરાત
અહીં ગુરુવારે 275 લોકો કોરોના સંક્રમિત થયા. 430 દર્દી સાજા પણ થયા અને એકનું મોત થયું છે. અત્યાર સુધી 2.62 લાખ કેસ નોંધાઈ ચૂક્યાં છે. જેમાં 2.55 લાખ સંક્રમિત સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે 4,392 દર્દીઓના મોત થયા છે. હાલ 2,700 દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.

·         4. રાજસ્થાન
અહીં ગુરુવારે 139 લોકો કોરોના સંક્રમિત થયા છે. 192 દર્દી સાજા પણ થયા છે. અત્યાર સુધી 3.17 લાખ કેસ નોંધાઈ ચૂક્યાં છે. જેમાં 3.13 લાખ સંક્રમિત સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે 2,770 દર્દીઓના મોત થયા છે. હાલ 1,639 દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.

·         5. મહારાષ્ટ્ર
રાજ્યમાં ગુરુવારે 2,736 લોકો કોરોના સંક્રમિત થયા. 5,339 લોકો રિકવર થયા અને 46 લોકોના મોત થયા. અત્યાર સુધી 20 લાખ 36 હજાર 2 લોકો સંક્રમણના સકંજામાં આવી ચૂક્યાં છે. જેમાં 19 લાખ 48 હજાર 674 લોકો સાજા થઈ ચૂક્યાં છે, જ્યારે 51 હજાર 215 દર્દીઓના મોત થઈ ચૂક્યાં છે. 34 હજાર 862 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post