• Home
  • News
  • સાઈબર હેકર્સના હુમલાથી વાઈરસની વેક્સીન ટ્રાયલ ધીમી પડી
post

દુનિયાભરમાં સપ્લાય થયેલા હેલ્થ રિસર્ચ ટેક્નોલોજી કંપનીના સોફ્ટવેર ટેસ્ટિંગ અને ઈલાજ સાથે જોડાયેલા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-05 09:19:34

હેકરો પર હુમલાએ કોરોના વાઈરસ વેક્સીનની ટ્રાયલની ગતિ ધીમી કરી દીધી છે. ફિલાડેલ્ફિયાની કંપની ઈ-રિસર્ચ ટેક્નોલોજી (ઈઆરટી) અસંખ્ય ક્લીનિકલ ટ્રાયલમાં કામમાં આવતા સોફ્ટવેર વેચે છે. જે ટ્રાયલ વેક્સીન અને ઈલાજ સાથે સંબંધિત છે. હુમલાને કારણે છેલ્લા બે સપ્તાહથી ટ્રાયલ ધીમી પડી ગઈ છે. હકીકતમાં કર્મચારીઓને અચાનક ખબર પડી કે, ખંડણી વસુલવા માટે કરાયેલા રેન્ઝમવેર હુમલાએ ડેટાને તમની પહોંચથી બહાર કરી દીધો હતો. પૈસા મળ્યા પછી હેકર ડેટા સિસ્ટમ ચાલુ કરી આપતા હતા.

ઈઆરટીએ કહ્યું કે, ક્લીનિકલ ટ્રાયલથી દર્દીઓને કોઈ જોખમ નથી. જોકે, દર્દીઓએ કહ્યું કે, હુમલાના કારણે ટ્રાયલના રિસર્ચરે તેમની માહિતી પેન અને કાગળ પર નોંધી હતી. રેન્ઝમવેર હુમલાની ઝપટમાં રિસર્ચ સંસ્થાઓ આઈક્યુવીઆઈએ અને દવા નિર્માતા બ્રિસ્ટલ માયર્સ સ્ક્વિબ પણ આવી છે. આઈક્યુવીઆઈએ એસ્ટ્રાજેનેકા કંપનીની કોવિડ-19 વેક્સીન અને સ્ક્વિબ વાઈરસના ઝડપી ટેસ્ટની ટ્રાયલ કરી રહી છે. આઈઆરટીના સોફ્ટવેરનો ઉપયોગ યુરોપ, એશિયા અને ઉત્તર અમેરિકામાં દવાઓની ટ્રાયલમાં થાય છે.

શુક્રવારે ઈઆરટીના વાઈસ પ્રેસિડન્ટ ડ્રૂ બાસ્ટોસે કહ્યું, તેમની સિસ્ટમ 20 સપ્ટેમ્બરે જામ થઈ ગઈ હતી. બહારના સાઈબર સુરક્ષા નિષ્ણાતોને બોલાવાની સાથે જ તેમણે ફેડરલ તપાસ બ્યૂરોને પણ જાણ કરી હતી. તેમણે કહ્યું કે, ઈઆરટીએ શુક્રવારે સિસ્ટમ ઓનલાઈન કરવાની શરૂઆત કરી છે. તેમણે એ જણાવ્યું નહીં કે, શું કંપનીએ હેકરોને ખંડણીની રકમ આપી કે નહીં?

 

adv

Related News

post
post
post
post
post
post
post