• Home
  • News
  • કોરોના વિશ્વમાં:WHOની તપાસ ટીમ ઝડપથી ચીન જશે, અમેરિકામાં એક સપ્તાહમાં મૃત્યુ પામનારાઓનો આંકડો 10 હજારથી વધુ
post

વિશ્વમાં 5.94 કરોડથી વધુ સંક્રમિત, 14.01 લાખ મોત થયાં, 4.11 કરોડ લોકો સાજા થયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-24 12:28:25

વિશ્વમાં અત્યારસુધીમાં 5.94 કરોડથી વધુ લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. એમાંથી 4.11 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 14.01 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે. અત્યારસુધીમાં 1.69 કરોડ દર્દી એવા છે, જેની સારવાર ચાલી રહી છે, એટલે કે એક્ટિવ કેસ છે. આ આંકડા www.worldometers.info/coronavirus મુજબના છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એટલે કે WHOએ ઘણા મહિનાઓ સુધી ટાળ્યા પછી અંતે વિદેશી એક્સપર્ટ્સની એક ટીમને ચીન મોકલવાનો નિર્ણય કર્યો છે. આ ટીમ ત્યાં કોરોના વાઈરસ ફેલાવવા અંગેની તપાસ કરશે. અમેરિકામાં એક સપ્તાહમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા 10 હજારથી વધુ થઈ ગઈ છે.

WHOનો નિર્ણય
WHO
એ સોમવારે રાતે કહ્યું હતું કે તેણે વિશ્વના હેલ્થ એક્સપર્ટ્સ અને સંક્રમક બીમારીઓના વિશેષજ્ઞોની એક ટીમને ચીન મોકલવાનો નિર્ણય કર્યો છે. ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યા મુજબ, આ ટીમ એ વાતની માહિતી મેળવશે કે ચીનમાં વાઈરસ કઈ રીતે ફેલાયો અને એનો મુુખ્ય સોર્સ કયો હતો.

અમેરિકામાં કોઈ રાહત નહિ
ધ ગાર્ડિયનના એક રિપોર્ટ મુજબ, અમેરિકામાં ગત સપ્તાહમાં લગભગ 10 હજાર લોકોનાં મોત થયાં. સંક્રમણથી થયેલાં મોતોની સંખ્યામાં કાબૂ મેળવવામાં અમેરિકાની સરકાર અત્યારસુધીમાં નિષ્ફળ સાબિત થઈ છે. પ્રત્યેક દિવસે અહીં દોઢ લાખ મામલાઓ પ્રકાશમાં આવી રહ્યા છે. અમેરિકાની સરકારે લોકોને અપીલ કરી હતી કે થેંક્સગિવિંગ સપ્તાહનમાં ટ્રાવેલ કરવાથી બચો.

ગરીબ દેશોને મદદ મળશે
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વધુ એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. સંગઠનના જણાવ્યા મુજબ, ગરીબ અને મધ્યમ આવકવાળા દેશોને ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને અસ્ટ્રાજેનિકાની વેક્સિન એ કિંમત પર મળશે, જેટલા પૈસા તેને બનાવવા પર ખર્ચ થયા છે. બીજા શબ્દોમાં કહીએ તો આ દેશોને વેક્સિન તેની મૂળ કિંમત પર જ મળશે. વેક્સિનની ટ્રાયલ અંતિમ તબક્કામાં છે અને માનવામાં આવી રહ્યું છે કે મંજૂરી પછી જ એ ઝડપથી બજારમાં ઉપલબ્ધ થશે.

ફ્રાન્સમાં રાહત
ફ્રાન્સમાં સંક્રમણની ગતિ બે મહિનામાં સૌથી ઘટી છે. અહીં બે સપ્તાહ પહેલાં સુધી દરેક દિવસે 25 હજાર કેસ પ્રકાશમાં આવી રહ્યા હતા. જોકે હવે આ ગતિ ઘણી હદ સુધી કાબૂમાં આવી ગઈ છે. સોમવારે અહીં 4 હજાર 452 કેસ પ્રકાશમાં આવ્યા છે. અહીં 28 સપ્ટેમ્બર પછી એક દિવસમાં મળનારા કેસની સંખ્યા ઓછી છે.

કોરોના પ્રભાવિત ટોપ-10 દેશની સ્થિતિ

દેશ

સંક્રમિત

મોત

સાજા થયા

અમેરિકા

12,770,848

263,639

7,541,874

ભારત

9,177,641

134,251

8,603,463

બ્રાઝિલ

6,088,004

169,541

5,445,095

ફ્રાન્સ

2,144,660

49,232

152,592

રશિયા

2,114,502

36,540

1,611,445

સ્પેન

1,606,905

43,131

ઉપલબ્ધ નથી

યુકે

1,527,495

55,230

ઉપલબ્ધ નથી

ઈટાલી

1,431,795

50,4531

584,493

આર્જેન્ટીના

1,374,631

37,122

1,203,800

કોલંબિયા

1,254,979

35,479

1,158,897

 

adv

Related News

post
post
post
post
post
post
post