• Home
  • News
  • દુનિયાના દેશો સામે કોરોના વાયરસનાં સંક્રમણ બાદ આર્થિક મંદી સામે લડવાનો પડકાર
post

અમેરિકા-ચીન વચ્ચે આર્થિક મહાસત્તા બનવા માટે અત્યારથી જ આક્ષેપ-પ્રતિઆક્ષેપ શરૂ

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-05 09:12:06

નિરવ ગોવાણી,

કોરોના વાયરસની મહા-મારીને લઇને હાલ દુનિયાભરમાં હાહાકાર મચી ગયો છે. દુનિયાભરમાં હાલ 34 લાખથી વધારે કોરોના વાયરસના પોઝીટીવ કેસ થઇ ચુક્યા છે. ત્યારે દુનિયાના કેટલાય એવા દેશ છે, કે જેની પાસે પૂરતી મેડીકલ વ્યવસ્થા નથી, ત્યારે 70થી વધારે દેશો દ્વારા મેડીકલ સપ્લાય પર પાબંધી લગાવી દેવામાં આવી છે. દુનિયાની આર્થીક પરિસ્થીતીની જો વાત કરીયે, તો બીજા વિશ્વ યુધ્ધ બાદ પહેલીવાર આટલી હદે આર્થીક પરિસ્થીતી કથળી ગઇ છે.

કોરોના વાયરસની શરૂઆત ચીનથી થઇ હતી. જો કે, હાલ ચીનની જો વાત કરીયે તો ચીનમાં કોરોના વાયરસના મહામારીની પરિસ્થીતી સુધરતી જઇ રહી છે. એટલુ જ નહીં, ચીનમાં લોકડાઉન પણ રિ-ઓપન કરી દેવામાં આવ્યુ છે. ત્યારે બીજી તરફ સૌથી વધારે ખરાબ પરિસ્થીતી અમેરિકાની સર્જાઇ છે. હાલ અમેરિકામાં 11 લાખથી વધારે કેસ સામે આવ્યા છે. જો કે, અમેરિકામાં ભારતની જેમ સંપુર્ણ લોકડાઉન કરવામાં આવ્યુ નથી. અમેરિકામાં જે પરિસ્થીતી સર્જાઇ છે. તેને જોતા આવનાર 6 માસ સુધી અમેરિકામાં કોરોના વાયરસના કેસ પોઝીટીવ આવે તેવુ ટાસ્ક ફોર્સના સભ્યો જણાવી રહ્યા છે. ત્યારે અમેરિકાની આર્થીક પરિસ્થીતી પણ કથળી રહી છે.

અમેરિકામાં એક તરફ ચાલુ વર્ષે રાષ્ટ્રપતિની ચુંટણી પણ યોજોનાર છે. ત્યારે હાલની ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર સામે કોરોના વાયરસ ની મહામારી સામે લડવા ઉપરાંત અમેરિકાની આર્થીક પરિસ્થીતી સુધારવાના પણ પડકારો છે. એક તરફ છેલ્લા બે માસથી અમેરિકન પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચીન પર આ વાયરસ ફેલાવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. એટલુ જ નહીં, જર્મની દ્વારા ચીન પર કરોડો રૂપિયાના નુકશાનનો દાવો પણ માંડ્યો છે. ત્યારે બીજી તરફ ચીન દ્વારા પોતાના પર લાગતા તમામ આરોપો ફગાવી રહ્યા છે.

દુનિયાભરના દેશો હાલ આર્થીક મંદી વચ્ચે એક બીજા પર આક્ષેપ-પ્રતીઆક્ષેપ કરી રહ્યા છે. ત્યારે ક્યાંક ને ક્યાંક દુનિયાની બે મહાસત્તા અમેરિકા અને ચીન દ્વારા આર્થીક મહાસત્તા બનવા માટે આજે લડત ચલાવતા હોય તેવુ લાગે છે. ચીન દ્વારા ભારત સહીત કેટલાક દેશોને કોરોના વાયરસ સામે લડવા માટે મેડીકલ સપ્લાય કરીને કરોડો રૂપિયાનો ધંધો કરે છે. ત્યારે બીજી તરફ અમેરિકા દ્વારા બહારના દેશો પાસેથી મેડીકલ સપ્લાય અને ડ્રગ મંગાવીને કરોડો રૂપિયા વાપરી રહ્યું છે. ત્યારે ચીન પર એવા પણ આક્ષેપ થાય છે કે, તેના દ્વારા આર્થીક મહાસત્તા બનવા માટે ક્યાંક ને ક્યાંક આ પ્રકારે વાયરસનો પ્રસાર કર્યો છે. એટલુ જ નહીં ચીન પાસે પૂરતી વ્યવસ્થા હોવાથી તેને અગાઉથી જ કોરોના વાયરસની સંપૂર્ણ હક્કિત છુપાવી છે. અને આજ મુદ્દાને લઇને હાલ અમેરિકા દ્વારા WHO ને પણ ફંડ પર રોક લગાવી દેવામાં આવી છે. અમેરિકાએ ચીન દેશ ઉપરાંત WHO  પર પણ આરોપ લગાવ્યો છે કે, તેમણે કોરોના વાયરસ અંગે તમામ હકિક્ત છુપાવી હતી.

હાલ દુનિયાના દેશો માટે કોરોના વાયરસ અને ત્યાર બાદ આર્થીક મંદીનું સંક્રમણ માંથી બહાર આવવાનો પડકાર છે. ત્યારે આફ્રિકાના દેશોની વાત કરીયો તો, આફ્રિકાના દેશો પાસે તો પૂરતી મેડીકલ વ્યવસ્થા પણ નથી. ત્યારે આ દેશોમાં જો કોરોના વાયરસ ફેલાયો તો ત્યાં દુનિયાનું સૌથી વધારે જાન-માલનું નુકશાન જવાની ભીતી છે. WHO ના નવા રિપોર્ટ પ્રમાણે કોરોના વાયરસનું સંક્રમણ હવે આફ્રિકાના દેશોમાં વધશે. એટલુ જ નહીં WHO આ અંગે આફ્રિકાના દેશોને પણ જાણ કરવામાં આવી છે. જો કે, આફ્રિકાના દેશોમાં જો કોરોના વાયરસનું સંક્રમણ વધ્યુ તો વાયરસના સંક્રમણ ઉપરાંત ભુખ-મરાને કારણે પણ લાખો લોકોના મૃત્યુ થવાની ભીતી છે. ત્યારે હવે આ દેશો અમેરિકા, ચીન અથવા WHO ની સહાય પર આશા લગાવીને બેઠા છે.

જો કે, WHO ને હાલ અમેરિકાએ ફંડીગ બંધ કરી દિધુ હોવાથી WHO કોઇ પ્રકારની મદદ નહીં કરે તેવુ સ્પષ્ટ લાગી રહ્યુ છે. ત્યારે બીજી તરફ અમેરિકામાં કોરોના વાયરસનુ સંક્રમણ દુનિયામાં સૌથી વધારે હોવાથી અમેરિકા હાલ કોઇ અન્ય દેશને મદદ કરે તેવું પણ લાગતુ નથી. ત્યારે ચીન દેશની જો વાત કરીયે તો, ચીન દ્વારા અત્યાર સુધી મદદ કરી હોવાના ઉદાહરણ ખુબ જ ઓછા છે. ત્યારે હવે જોવાનુ એ રહ્યુ કે, જો આફ્રિકાના દેશોમાં જો કોરોના વાયરસનું સંક્રમણ વધશે તો ત્યાં કેટલી ગંભીર પરિસ્થીતી સર્જાશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post