• Home
  • News
  • દુનિયાનું સૌપ્રથમ ગ્લોબલ આયુર્વેદ હબ, ગુજરાતમાં ૪૦૦૦ એકરમાં આકાર લેશે
post

ગુજરાત આયુર્વેદિક ક્ષેત્રમાં આખી દુનિયાને દિશા બતાવશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-18 11:45:41

ભાવનગરઃ  કોરોના નામની મહામારીએ છેલ્લાં બે વર્ષ કરતાં વધારે સમયથી આખી દુનિયાને પોતાના ભરડામાં લીધી છે. ૨૦૧૯થી શરૂ થયેલી આ મહામારી હજુ પણ દુનિયાાંથી ખતમ થઈ નથી. આ દરમિયાન તેણે કરોડો લોકોને પોતાના વાયરસથી સંક્રમિત કર્યા છે, જ્યારે લાખો લોકોનો જીવ લીધો છે. પરંતુ આ મહામારીમાં દવાઓની સાથે સાથે લોકોએ આયુર્વેદનું મહત્વ પણ સ્વીકાર્યું છે. ભારતના જ નહીં પરંતુ દુનિયાના અનેક દેશોમાં આયુર્વેદિક દવાઓની મદદથી અનેક લોકોએ કોરોના નામની ઘાતક બીમારીને હરાવી. અને આગામી સમયમાં પણ લોકો આવી જ રીતે આયુર્વેદની મદદથી માત્ર કોરોના જ નહીં પરંતુ તમામ નાની-મોટી અને જીવલેણ બીમારીને હરાવી શકે અને સંપૂર્ણ સ્વસ્થ રહી શકે તે માટે ગુજરાતમાં આયુર્વેદિક ક્ષેત્રમાં અભૂતપૂર્વ કામ કરવા જઈ રહ્યા છીએ. અને તે છે દુનિયાનું સૌથી મોટું ગ્લોબલ આયુર્વેદ હબ.

 

ગ્લોબલ આયુર્વેદની સંકલ્પનાઃ

ગુજરાતે દુનિયાને અનેક મોટી ભેટ આપી છે અને સદા દુનિયાનું માર્ગદર્શન કર્યુ છે. ત્યારે દેશમાં સદા અગ્રેસર રહેનારું પ્રધાનમંત્રી મોદીના શબ્દોમાં કહીએ તો 'આપણું પોતીકું ગુજરાત' હવે આયુર્વેદિક ક્ષેત્રમાં હરણફાળ ભરવા જઈ રહ્યું છે. જેના માટે આખી દુનિયામાં તમે ક્યાંય ન જાેયું હોય તેવું સૌથી મોટુંં ગ્લોબલ આયુર્વેદ હબ ભાવનગરના મોણપુર ગામમાં આકાર લેવા જઈ રહ્યું છે. જેનો ઉદ્દેશ્ય માત્ર ગુજરાતના જ નહીં, દેશમાં જ નહીં પરંતુ આખી દુનિયાના લોકો લાંબુ અને સ્વાસ્થપૂર્ણ જીવન જીવી શકે તે રહેલો છે. કેમ કે આજના ઘડિયાળના કાંટે દોડતી-ભાગતી જિંદગીમાં લોકો ખાન-પાનના નિયમોનું પાલન કરતા નથી. જેના કારણે અનેક બીમારીઓનો શિકાર બને છે. અને પછી હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવે છે. આયુર્વેદ આપણા માટે કેટલું મહત્વનું છે તે આપણે સૌ કોરોનાકાળમાં સારી રીતે સમજી ચૂક્યા છીએ.

 

ગ્લોબલ આયુર્વેદ હબના આકર્ષણોઃ

૧.    ભગવાન ધન્વંતરીજીનું વૈશ્વિક કક્ષાનું મંદિર

૨.    બોટોનિકલ ગાર્ડન

૩.    આયુર્વેદિક હોસ્પિટલ

૪.    આયુર્વેદ સંસ્થાન કેન્દ્ર

૫.    આયુર્વેદ ગ્રામ

૬.    આયુર્વેદ કોલેજ

૭.    આયુર્વેદ યુનિવર્સિટી

૮.    આયુર્વેદ ટાઉનશીપ

૯.    ઈન્ટરનેશનલ આયુર્વેદ પેવેલિયન

૧૦.  આયુર્વેદ મેડિકલ ટુરિઝમ

૧૧.  આયુર્વેદ યોગા સેન્ટર

 

દુનિયાના વિદ્યાર્થીઓ માટે મોટું પ્લેટફોર્મ બનશેઃ

મોણપુર ખાતે જ્યારે ગ્લોબલ આયુર્વેદ હબ તૈયાર થઈ જશે ત્યારે સરકારી અને ખાનગી આયુર્વેદિક કોલેજના વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ પણ અહીંયા આવીને આયુર્વેદ વિશે તમામ જાણકારી મેળવી શકશે. સાથે જ અહીંયા બનનારા આયુર્વેદિક પાર્કમાં કોલેજ, યુનિવર્સિટી અને રિસર્ચ સેન્ટર પણ તૈયાર થશે. જેમાં નવા-નવા ઈનોવેશન અને નવું સ્ટાર્ટ અપ પણ શરૂ કરી શકાશે.

 

કોરોનાએ શીખવાડ્યું આયુર્વેદનું મહત્વઃ

કોરોનાકાળમાં ગુજરાતમાં ૩૦૦ કરતાં વધારે ફાર્મા કંપનીઓ આવી. જેમાં સૌથી વધારે ડિમાન્ડ આયુર્વેદિક વનસ્પતિઓની રહી. આવનારા સમયમાં કોરોના કરતાં પણ ભયાનક બીમારીઓ દસ્તક દેવાની છે ત્યારે આયુર્વેદિક વનસ્પતિઓની સૌથી વધારે જરૂર પડશે. આ જ ઉદ્દેશ્યથી ગ્લોબલ આયુર્વિદક પાર્કમાં અસંખ્ય અને જેના નામ પણ તમે નહીં જાણતા હોય તેવી ઔષધિઓ ઉગાડવામાં આવી રહી છે. એટલું જ નહીં આયુર્વેદિક પાર્કમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગની મદદથી ખાનગી કે સરકારી કંપનીઓ પણ પોતાની જમીન લઈને જરૂરિયાત પ્રમાણે ઔષધિઓનું ઉત્પાદન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

 

આયુર્વેદનો માત્ર ગુજરાત જ નહીં વૈશ્વિક પ્રસાર થશેઃ

આયુર્વેદ કેટલું મહત્વનું છે અને કેટલું અસરકારક છે તે માત્ર ગુજરાતે જ નહીં પરંતુ ભારતે પણ પોતાની નજરે જાેયું. કાયમ દવા લઈને કે ઈન્જેક્શનથી સારા રહેવા માટે ટેવાયેલા લોકો પણ માનના લાગ્યા કે આયુર્વેદ એ કોરોનાકાળમાં અસરકારક સાબિત થયું છે. ત્યારે આ આયુર્વેદનો વધારેમાં વધારે વિસ્તાર થાય અને તમામ લોકો કાયમ સ્વસ્થ રહે તે માટે અમદાવાદથી ૧૧૫ કિલોમીટર દૂર આવેલા ભાવનગરના મોણપુરમાં ગ્લોબલ આયુર્વેદ હબનું થોડા સમય પહેલાં ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. અને હવે તેનું પહેલા તબક્કાનું લોન્ચિંગ થવા જઈ રહ્યું છે.

 

૪૦૦૦ એકરમાં આકાર લેશે ગ્લોબલ આયુર્વેદ હબઃ

અમદાવાદ એરપોર્ટથી જાે તમારે ભાવનગરના વલભીપુર જવું હોય તો ૧૩૫ કિલોમીટર જેટલું અંતર કાપવું પડશે. અહીંયા ૧,,૧૦ કે ૧૦૦ વીધા નહીં પરંતુ ૪૦૦૦ એકરમાં ગ્લોબલ આયુર્વેદ હબ આકાર લેવાનું છે. એટલે કે ગ્લોબલ આયુર્વેદ હબ એક વૈશ્વિક કક્ષાનું હશે. જેના કારણે આજુબાજુના હજારો લોકોને નવી રોજગારીની તકો પણ સર્જાશે. આ તમામ સુવિધાઓ એક જ જગ્યાએ મળી રહે તે માટે મોણપુરના સરપંચશ્રી દ્વારા ગ્લોબલ આયુર્વેદ હબના ડેવલપમેન્ટ માટે વ્યાસ  એન્ડ વ્યાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની નિમણૂંક કરવામાં આવી છે. 

adv

Related News

post
post
post
post
post
post
post