• Home
  • News
  • પ્રથમ ભારતીય અમેરિકન સેનેટર:મૂળ ભુજના યુવાન ઓહાયોમાં ટ્રમ્પની પાર્ટીના સેેનેટર બન્યા
post

નીરજ અંતાણીએ પ્રથમ ભારતીય તરીકે ઇતિહાસ રચ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-05 09:11:08

વિશ્વભરની નજર અમેરિકાના પ્રમુખ પદની આગામી ચૂંટણી પર છે. પ્રમુખની ચૂંટણી પહેલાં વિવિધ રાજ્યના ડેમોક્રેટિક અને રિપબ્લિકન પાર્ટીના સેનેટરના પરિણામ આવી રહ્યા છે જેમાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીમાં મૂળ ભુજના યુવાન ચૂંટાતા તેમણે પ્રથમ ભારતીય અમેરિકન સેનેટર બનવાનો ઇતિહાસ રચ્યો છે.

મૂળ ભુજના વતની નીરજ અંતાણી ઓહાયો રાજ્યના સેનેટર તરીકે ચૂંટાયા છે. તેમણે તેમના પ્રતિસ્પર્ધી ડેમોક્રેટિક પાર્ટીના માર્ક ફૌજલને પરાસ્ત કરી સ્ટેટના છઠ્ઠા ડિસ્ટ્રિકટ સેનેટર બનવાનું બહુમાન મેળવ્યું છે. તેમના પિતા સ્વ. જૈમિનભાઇ અંતાણી એન્જિનિયર હતા અને 1987માં વોશિંગ્ટનમાં સ્થાયી થયા હતા. સેનેટર બનેલા નીરજ અંતાણીનો ઉછેર અને અભ્યાસ અમેરિકામાં જ થયો છે.

આ પહેલાં તેઓ વર્ષ 2014માં ઓહાયો હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવમાં 23 વર્ષની વયે ચૂંટાઇ આવીને યુએસના સૌથી નાની વયના ધારાસભ્ય બન્યા હતા. સેનેટર તરીકે ચૂંટાયા બાદ તેમણે મતદારોએ મૂકેલા વિશ્વાસને બિરદાવીને આભાર માન્યો હતો અને આગામી સમયમાં લોકોએ ઇચ્છેલા કામો પૂરા કરવા પૂરતી મહેનત કરશે તેવો કોલ આપ્યો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post