• Home
  • News
  • નાના ભાઈએ મોતીની ખેતી શરૂ કરી, જે પછી બે મોટા ભાઈ પણ નોકરી છોડીને તેની સાથે જોડાઈ ગયા, બે વર્ષમાં નફો 4 ગણો વધ્યો
post

શ્વેતાંક પાઠક કહે છે કે અગ્રિકાશ અમારા પરિવાર દ્વારા બનાવવામાં આવેલી જ સંસ્થા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-12-26 11:33:56

આજે વાત કરીશું ત્રણ ભાઈની, જેમણે તમામ વિરોધ વચ્ચે પોતાના મજબૂત ઈરાદાઓથી સફળતાની ઈમારત બનાવી દીધી. વારાણસીથી 25 કિલોમીટર દૂર ગાજીપુર હાઈવેની પાસે નારાયણપુર ગામમાં રહેતા બે સગા ભાઈ રોહિત આનંદ પાઠક, મોહિત આનંદ પાઠક અને પિતરાઈ ભાઈ શ્વેતાંક પાઠકે દોઢ લાખ રૂપિયા લગાવીને મોતીની ખેતી અને મધમાખી ઉછેર કેન્દ્રની શરૂઆત કરી. આજે તેમની કમાણી ત્રણથી ચાર ગણી વધી ગઈ છે. તેઓ ખેડૂતોને ટ્રેનિંગ આપીને તેમને રોજગારી સાથે પણ જોડી રહ્યા છે.

શ્વેતાંક પાઠકે BHUથી એમએ અને બીએડ કર્યું છે. તેમનો રસ મોતીઓ પર કામ કરવાને લઈને હતો. તેઓએ આ અંગે ઈન્ટરનેટથી જાણકારી મેળવી અને બંને ભાઈઓ સાથે ચર્ચા કર્યા બાદ ટ્રેનિંગનો મક્કમ ઈરાદો કર્યો. જે બાદ ભુવનેશ્વર જઈને CIFAમાંથી મોતીની ખેતીની ટ્રેનિંગ મેળવી. ગામમાં આવી દોઢ લાખ રૂપિયાના ખર્ચે મોતીની ખેતી શરૂ કરી.

નાના ભાઈને બંને ભાઈઓ સતત ગાઈડ કરતા રહ્યાં

શ્વેતાંકના મોટા ભાઈ રોહિત જણાવે છે કે મેં BHUથી ગ્રેજ્યુએશન કર્યા બાદ MBA કર્યું. 2010થી દેશની એક મોટી કંપનીમાં નોકરી કરવા લાગ્યા. આઠ લાખ રૂપિયાથી વધુનું પેકેજ હતું. મન જ્યારે જોબ છોડીને ગામમાં પરત ફરવાનું હતું. પોતાના બંને ભાઈઓને 2018થી જ ગામ માટે કંઈ કરવાને લઈને પ્રેરિત કરતો રહ્યો. નવેમ્બર 2018માં નાના ભાઈ શ્વેતાંકે બે હજાર છીપથી નાનું કામ શરૂ કર્યું. મોહિત અને હું સતત તેમના ટચમાં રહ્યાં.

વર્ક ફ્રોમ હોમ દરમિયાન નોકરી છોડી
જુલાઈ 2020માં વિચાર આવ્યો કે ઘર બેસીને કલાકો સુધી નોકરી કરવાથી સારું છે કે અમે ત્રણેય ભાઈઓ મળીને મોતીની ખેતી અને મધમાખીના ઉછેરમાં લાગી જઈએ. કોઈને પણ જણાવ્યા વગર મેં રાજીનામું આપી દીધું. ઘરમાં જ્યારે બધાંને ખબર પડી તો વાંધો પણ ઉઠાવ્યો.

આ રીતે જ મોહિતે BHUથી ગ્રેજ્યુએશન કરીને એક કંપનીમાં એક સારા પેકેજમાં નોકરી કરી. મોટા ભાઈ રોહિતની સાથે વાતચીત કરીને મધમાખી ઉછેર કેન્દ્રની યોજના બનાવી. ઓક્ટોબર 2019માં નોકરીમાંથી રિઝાઈન આપીને દિલ્હીમાં જ ગાંધી દર્શનથી મધમાખી ઉછેરની તાલિમ મેળવી. થોડાં દિવસ પછી ગામડે પરત આવીને શ્વેતાંકની સાથે કામ કરવા લાગ્યો. હવે અનેક કંપનીઓ અહીંથી મધ લઈને જાય છે. તેઓ અનેક પ્રકારની વેરાયટીવાળા મધ સપ્લાઈ કરે છે.

શ્વેતાંક પાઠક કહે છે કે અગ્રિકાશ અમારા પરિવાર દ્વારા બનાવવામાં આવેલી જ સંસ્થા છે. અમે 4000 છીપલાથી શરૂઆત કરી હતી. આજે 12 હજારથી વધુ છીપનું ઈન્સ્ટોલેશન થઈ ગયું છે. મોતીની ખેતી માટે ઈન્ટરનેટ પર ઘણાં સમય સુધી સર્ચ કરતો રહ્યો. મોટા ભાઈ રોહિત બંને ભાઈઓને ગાઈડ કરવાની સાથે જ અન્ય યુવાનોને સ્કિલની ટ્રેનિંગ પણ આપે છે. 50થી વધુ યુવાનો અને ખેડૂતો તેમની સાથે જોડાયેલા છે. છીપની ખેતી, ઈન્સ્ટોલેશન, સાચવણી તે તમામ કામ માટે આખી ટીમ છે.

PM મોદીએ કર્યું ટ્વીટ, તો ચર્ચામાં આવ્યા
શ્વેતાંક જણાવે છે કે PM મોદીએ સપ્ટેમ્બરમાં અમારા લોકોના સમાચારને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું. આત્મનિર્ભર ભારતનું એક ઉદાહરણ અમે ત્રણેય ભાઈઓ બની ગયા. જે લોકો કટાક્ષ કરતા હતા તે લોકો જ હવે અમારી સાથે જોડાઈને વેપાર કરે છે. બકરી પાલન અને મશરૂમનું કામ પણ અમે લોકોએ શરૂ કર્યું છે.

adv

Related News

post
post
post
post
post
post
post