• Home
  • News
  • દેશમાં દર 10 લાખની વસતિમાં 578 કેસ નોંધાય છે, 16ના મોત થાય છે, અત્યારસુધી 5 લાખથી વધુ દર્દી સાજા થયા
post

હવે ભારતમાં અમેરિકાની ગતિએ કેસ વધી રહ્યા છે, દર્દી સ્વસ્થ થવાની બાબતમાં ભારત આગળ

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-11 10:17:03

નવી દિલ્હી: દેશમાં કોરોનાના કેસની સંખ્યા આઠ લાખને પાર થઇ ગઇ છે. આ વખતે માત્ર ચાર દિવસમાં જ દર્દીઓની સંખ્યા સાત લાખથી વધીને આઠ લાખ થઇ હતી. હવે દર દસ લાખની વસતિએ 578 પોઝિટિવ કેસ નોંધાય છે અને 16 દર્દીના મોત થઇ રહ્યા છે. જોકે આપણા દેશમાં લોકોના સ્વસ્થ થવાનો આંકડો પણ સારો છે. અત્યારસુધી 5 લાખથી વધુ દર્દી સાજા થયા છે. મતલબ કે 62 ટકાથી વધુ લોકો સ્વસ્થ થઇને ઘરે ગયા છે. આ ટકાવારી લગાતાર વધી રહી છે. 

દર બે દિવસે 50 હજાર કેસ વધી રહ્યા છે
દેશમાં 30 જાન્યુઆરીએ કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો. તેના 110 દિવસ બાદ 10મેના સંખ્યા વધીને એક લાખ થઇ. ત્યારબાદ સંક્રમણની ગતિ એટલી વધી કે માત્ર 15 દિવસમાં જ આંકડો 2 લાખને પાર થઇ ગયો. 
ત્યારબાદ સંક્રમિતોની સંખ્યા 2થી વધીને 3 લાખ થવામા માત્ર દસ દિવસ લાગ્યા. 3 લાખથી 4 લાખ થવામાં 8 દિવસ અને 4થી 5 લાખ થવામા માત્ર છ દિવસ લાગ્યા. કેસમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. 
5
થી 6 લાખ અને 6 લાખથી 7 લાખ કેસ થવામા માત્ર 5-5 દિવસ લાગ્યા. આ વખતે 7થી 8 લાખ કેસ થવામા માત્ર ચાર દિવસનો સમય લાગ્યો. મતલબ કે દર બે દિવસમાં એવરેજ 50 હજાર કેસ સામે આવ્યા. 

અત્યારસુધી એક કરોડથી વધુ લોકોના ટેસ્ટ 
ભારત માટે બીજી એક રાહતની વાત છે. વિશ્વનો બીજા નંબરનો સૌથી વધારે વસતિ ધરાવતો દેશ હોવા છતા અહીં સંક્રમણનું સ્તર અન્ય દેશોની સરખામણીએ ઘણું ઓછું છે. ભારતમાં અત્યારસુધી એક કરોડ 11 લાખ લોકોના ટેસ્ટ થઇ ચૂક્યા છે. તેમાંથી માત્ર 7.2 ટકા લોકો સંક્રમિત સામે આવ્યા છે. અમેરિકામાં ચાર કરોડ ટેસ્ટિંગ થઇ છે જેમાંથી 8.01 ટકા લોકો પોઝિટિવ નોંધાયા છે. સૌથી ખરાબ હાલત બ્રાઝીલની છે. અહીં અત્યારસુધી 45 લાખ લોકોનું ટેસ્ટિંગ થયું છે જેમાંથી 38.96 ટકા કેસ પોઝિટિવ આવ્યા છે. 

વિશ્વના 202 દેશોથી વધુ કેસ મહારાષ્ટ્રમાં
www.worldometers
એ વિશ્વના 215 દેશ અને આઇલેન્ડમાં સંક્રમિતોના આંકડા જાહેર કર્યા છે. તેમાં 202 દેશ એવા છે જ્યાં મહારાષ્ટ્ર રાજ્યથી પણ ઓછા કેસ છે. માત્ર 13 દેશ એવા છે જ્યાં મહારાષ્ટ્રથી વધુ કેસ છે. ભારતમાં કુલ સંક્રમિતોમાં 29.44 ટકા લોકો મહારાષ્ટ્રના છે. મોતના આંકડા જોઇએ તો અત્યારસુધી થયેલા મોતમાં 44.85 ટકા લોકો આ રાજ્યના હતા. દેશનું બીજું સૌથી વધુ સંક્રમિત રાજ્ય તમિલનાડુ છે. 8 લાખ સંક્રમિતોમાં 15.82 ટકા લોકો આ રાજ્યના છે. દેશી રાજધાની દિલ્હીમાં 13.38 ટકા લોકો સંક્રમિત છે. 

દેશમાં 70% કેસ અને 85% મોત માત્ર 6 રાજ્યોમાંથી

રાજ્ય

સંક્રમિત

મોત

મહારાષ્ટ્ર

29.44%

44.85%

તમિલનાડુ

15.82%

8.02%

દિલ્હી

13.38%

14.80%

ગુજરાત

4.99%

9.40%

ઉત્તરપ્રદેશ

4.04%

3.91%

પશ્વિમબંગાળ

3.23%

3.88%

અન્ય રાજ્ય

29.1%

14.14%

62% દર્દી સ્વસ્થ થયા, દર 4 દિવસે 60 હજાર લોકો ડિસ્ચાર્જ થાય છે

મહિનો    

સંક્રમિત

સ્વસ્થ થયા (%)

માર્ચ

1,635

9.7%

એપ્રિલ

34,867

25.98%

મે

1.90 લાખ

48.18%

જૂન

5.67 લાખ

61.28%

10 જુલાઇ

8+ લાખ

62%

 

adv

Related News

post
post
post
post
post
post
post