• Home
  • News
  • ટ્રમ્પ ઈરાન સામે યુદ્ધ જાહેર ન કરી શકે તે માટે પ્રસ્તાવ પર આજે ગૃહમાં મતદાન થશે
post

પ્રસ્તાવ પસાર થયા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પ કોંગ્રેસની મંજૂરી વગર નિર્ણય લઈ શકશે નહીં

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-10 10:37:23

વોશિંગ્ટનઃ અમેરિકાની સંસદ (કોંગ્રેસ)માં આજે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની યુદ્ધ જાહેર કરવાને લગતી સત્તા મર્યાદિત કરવા માટે મતદાન થશે. નીચલા ગૃહ એટલે કે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવના સ્પિકર નેન્સી પેલોસીએ બુધવારે કહ્યું હતું કે ટ્રમ્પને ઈરાન સામે યુદ્ધ જાહેર કરતા અટકાવવા મતદાન કરવામાં આવશે. પેલોસીનું નિવેદન ટ્રમ્પની પત્રકાર પરિષદ બાદ આવ્યું છે. ઈરાન સામે તણાવ ઓછો કરવા માટે પગલા ભરવાની વાત કહેવામાં આવી હતી.

જોકે, ટ્રમ્પ પ્રશાસનના પગલાને લઈ કેટલાક ડેમોક્રેટ નેતાઓને આશંકા વ્યક્ત કરી છે. ટ્રમ્પે અગાઉ સંસદની જાણ બહાર ઈરાકમાં ઈરાનના કમાન્ડર જનરલ કાસિમ સુલેમાની પર ડ્રોન હુમલો કરવા પરવાનગી આપી હતી. જેને પગલે અમેરિકા-ઈરાન વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે.

દરખાસ્તને સેનેટની મંજૂરી મળવી મુશ્કેલ છે

ડેમોક્રેટ સાંસદોના જણાવ્યા પ્રમાણે ગુરુવારે રજૂ કરવામાં આવનાર પ્રસ્તાવ ટ્રમ્પ માટે ઘણો મહત્વનો સાબિત થશે. મારફતે ટ્રમ્પને ઈરાન સામે સૈન્ય કાર્યવાહી અટકાવવા માટે મજબૂર થવું પડશે. ત્યારબાદ જ્યાં સુધી કોંગ્રેસ મંજૂરી આપે ત્યાં સુધી ટ્રમ્પ ઈરાન અંગે કોઈ નિર્ણય લઈ શકશે નહીં. જોકે, પ્રસ્તાવને સેનેટમાં પસાર કરાવવો તે એક મોટો પડકાર છે. સેનેટમાં રિપબ્લિકન પાર્ટી બહુમતિ ધરાવે છે.

ઈરાન પર હુમલો કરવાના ટ્રમ્પના નિર્ણયથી કોંગ્રેસ ચિંતિત

પેલોસીએ એક નિવેદનમાં કહ્યું છે કે ઈરાન સાથે સીધી ટક્કર કરવાના ટ્રમ્પના નિર્ણયને લઈ કોંગ્રેસના સભ્યો ચિંતિત છે. સાથે અમારી નબળી તૈયારી પર પણ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે. અમારી ચિંતાઓ અંગે રાષ્ટ્રપતિ અને તેમના પ્રશાસન તરફથી કોઈ સ્પષ્ટતા જારી કરવામાં આવી નથી.

adv

Related News

post
post
post
post
post
post
post