• Home
  • News
  • આ છે વિશ્વમાં સૌથી લાંબા વાળ ધરાવનાર છોકરો, વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયુ નામ
post

તેના વાળની લંબાઈ 4 ફૂટ 9.5 ઈંચ છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-18 18:18:10

ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાનો સિદકદીપ સિંહ ચહલ પોતાના લાંબા વાળને કારણે ચર્ચામાં છે. તેના વાળ એટલા લાંબા છે કે, તેણે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. સિદકદીપ સિંહની ઉંમર હજુ 15 વર્ષની છે. તેના વાળની લંબાઈ 4 ફૂટ 9.5 ઈંચ છે. તેણે મેલ ટીનેજરની કેટેગરીમાં સૌથી લાંબા વાળ હોવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તેણે ક્યારેય પોતાના વાળ નથી કપાવ્યા. તે પોતાના વાળને અઠવાડિયામાં બે દિવસ ધોવે છે. 

સિદકદીપ સિંહે જણાવ્યું કે, તેને પોતાના વાળ પ્રત્યે ખૂબ જ પ્રેમ છે. અનેક લોકોએ તેને વાળ કપાવવા માટે કહ્યું પરંતું તેણે સ્પષ્ટ ઈનકાર કરી દીધો. તે લાઈફમાં ક્યારેય વાળ નહીં કપાવશે. સિદકદીપ સિંહે જણાવ્યું કે, તેનો પરિવાર શીખ સમુદાયમાંથી આવે છે. ધાર્મિક માન્યતાઓને કારણે તેણે વાળ ન કપાવ્યા.

જોકે, સિદકદીપ માટે વાળની સંભાળ રાખવી એટલી સરળ નથી. તેણે જણાવ્યું કે, તેને વાળ ધોવામાં અડધા કલાકથી વધુનો સમય લાગે છે અને એટલી જ વાર તેને સુખવવામાં લાગે છે. તેના વાળ એટલા લાંબા છે કે, તે ઘૂંટણની નીચે સુધી પહોંચે છે.

સિદકદીપે જણાવ્યું કે, વાળ બનાવવામાં તેમની માતા તેની મદદ કરે છે. લાંબા વાળના કારણે તેનું નામ વર્ષ 2021માં ગિનિસ બુક ઓફ વર્લ્ડ (મેલ ટીનેજર)માં નોંધાયુ હતું. તે સમયે તેના વાળ 4 ફૂટ 3 ઈંચના હતા. જોકે, હવે તેના વાળ તેનાથી પણ લાંબા થઈ ગયા છે. હવે તેના વાળની લંબાઈ 4 ફૂટ 9.5 ઈંચ છે. 

સિદકદીપ મોટા ભાગે વાળને બાંધેલા રાખે છે અને પછી પાઘડી પહેરી લે છે. સિદકદીપે જણાવ્યું કે, આટલા લાંબા વાળ ન તો તેમના પરિવારમાં કોઈના છે કે, ન તો તેના કોઈ મિત્રના છે. ઘણી વાર તો તેના મિત્રો અને સબંધીઓને વિશ્વાસ પણ નથી થતો કે, તેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. પરંતુ જ્યારે તેણે વર્લ્ડ રેકોર્ડ વાળુ સર્ટિફિકેટ બતાવ્યું ત્યારે તેમને વિશ્વાસ થયો. 

 

adv

Related News

post
post
post
post
post
post
post