• Home
  • News
  • બાઈડેન સરકારમાં આ પહેલી વાર:પાંચ મહિલાને કેબિનેટમાં સ્થાન, ટ્રાન્સપોર્ટ સેક્રેટરી તરીકે સમલૈંગિક, અશ્વેત સંરક્ષણ મંત્રી
post

સૌથી પહેલા 1933માં રુઝવેલ્ટ કેબિનેટમાં મહિલા સામેલ થઈ હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-21 10:22:34

બાઈડેનનું પ્રમુખ તરીકે પહેલું ભાષણ - થોડા દિવસ પહેલા સંસદ પર હુમલો થયો, હિંસા થઈ, પરંતુ અમેરિકા હવે એ ઘટનાથી આગળ નીકળી ગયું છે, આ લોકતંત્રની સવાર છે, અને કહ્યું અસભ્ય યુદ્ધનો અંત થાય.

હિંસાની આશંકા વચ્ચે અમેરિકાના નવા પ્રમુખ જો બાઈડેનનો શપથ સમારંભ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો. પારિવારિક બાઈબલ પર હાથ રાખીને 35 શબ્દોના શપથ લીધા પછી બાઈડેને રાષ્ટ્રને સંબોધન કરતા કહ્યું કે, આ લોકતંત્રનો દિવસ છે, ઈતિહાસ અને આશાઓનો દિવસ છે, નવીનીકરણ અને સંકલ્પનો દિવસ છે. વર્ષોથી અમેરિકા સંકટના સમયથી પસાર થતું રહ્યું છે. દરેક વખતે નવી પરીક્ષા થાય છે. આજે આપણે જીતની ઉજવણી કરીશું પણ આ એક ઉમેદવારની નહીં, પરંતુ લોકતંત્રની જીત છે. દેશવાસીઓ આ પરીક્ષાનો સમય છે. આપણા લોકતંત્ર અને સત્ય પર હુમલો થયો છે. કોરોના, અસમાનતા, જાતિવાદનું સંકટ આવ્યું પણ આપણે એકસાથે તેનો સામનો કર્યો. આપણે આ સંકટનો કઈ રીતે મુકાબલો કર્યો તેના આધારે આપણું આકલન થશે. શું આપણે આપણી જવાબદારી નિભાવીને આપણા બાળકોને નવી અને સારી દુનિયા આપીશું? મને વિશ્વાસ છે કે એવું થશે. હવે અસભ્ય યુદ્ધનો અંત થાય. અમુક દિવસ પહેલા આ સ્થળે હિંસા થયા બાદ અાપણે ફરી અનુભવ્યું કે, લોકતંત્ર બહુમૂલ્ય છે. તે અત્યંત નાજુક પણ છે. આપણે તેને સુરક્ષિત રાખીશું. આ બધા જ લોકોનો દેશ છે અને રહેશે.

કમલા પરિવર્તનનું ઉદાહરણ છે
બાઈડેને કહ્યું- જો તમે મને વૉટ નથી આપ્યો, તો પણ મને સાંભળો. મારી ભાવનાને સમજો. આમ છતાં, મતભેદ હોય તો લોકતંત્રમાં વિશ્વાસ રાખો. દુનિયાને આપણે આપણી શક્તિના ઉદાહરણ નહીં, પરંતુ આપણા ઉદાહરણની શક્તિ બતાવવાની છે. પરિવર્તનનું એક તાજું ઉદાહરણ ઉપ પ્રમુખ કમલા હેરિસ છે. વ્હાઈટ સુપ્રીમસી જેવી સંકુચિત વિચારધારા માટે નવા અમેરિકામાં કોઈ જગ્યા નથી.’ (બાઈડેનનું આ ભાષણ તેલંગાણાથી અમેરિકા જઈને વસેલા વિનય રેડ્ડીએ લખ્યું છે.)

બાઈડેન સરકારમાં આ પહેલી વાર
બાઈડેન કેબિનેટ અમેરિકાના ઈતિહાસમાં વંશીય રીતે સૌથી વૈવિધ્યસભર હશે. કેબિનેટના સાથીદારોમાં અનેક સાથે પહેલી વારનો સંયોગ હશે. જેમ કે...

·         કમલા હેરિસ: પહેલા મહિલા ઉપ પ્રમુખ હોવાની સાથે પહેલા અશ્વેત અને પહેલા એશિયન પણ.

·         ડેબ હોલેન્ડ: પહેલા નેટિવ અમેરિકન કેબિનેટ સેક્રેટરી.

·         જેનેટ યેલેન: મહિલા ટ્રેઝરી સેક્રેટરી.

·         લૉયડ ઑસ્ટિન: અશ્વેત સંરક્ષણ મંત્રી.

·         અલેજાંદ્રો મેયરકાસ: આંતરિક સુરક્ષા સંભાળનારા શરણાર્થી.

·         પીટ બટિગિગ: કેબિનેટમાં ટ્રાન્સપોર્ટ સેક્રેટરી તરીકે સમલૈંગિક.

·         એવરિલ હૈન્સ: નેશનલ ઈન્ટેલિજન્સના મહિલા ડિરેક્ટર.

·         નીરા ટંડન: ઓફિસ ઓફ મેનેજમેન્ટ એન્ડ બજેટ સંભાળનારા પહેલા અશ્વેત મહિલા.

·         વનિતા ગુપ્તા: ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ સંભાળનારા પહેલા અશ્વેત મહિલા.

·         જેવિયર બેકેરા: હેલ્થ&હ્યુમન સર્વિસીસમાં લેટિન અમેરિકન.

પાંચ મહિલા પણ પહેલી વાર
બાઈડેન કેબિનેટમાં પહેલીવાર 5 મહિલા હશે. સૌથી પહેલા 1933માં રુઝવેલ્ટ કેબિનેટમાં મહિલા સામેલ થઈ હતી. 1993માં ક્લિન્ટનની કેબિનેટમાં પહેલીવાર 3 મહિલા હતી. ઓબામાના પહેલા કાર્યકાળમાં આ આંકડો ચારને પાર થયો, જ્યારે ટ્રમ્પ કેબિનેટમાં બે મહિલા હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post