• Home
  • News
  • ભારતની આ એકમાત્ર ફિલ્મે વિશ્વની 41 ફિલ્મોને આપી ધોબી પછાડઃ નામ જાણીને ચોંકી જશો
post

આશરે 550 કરોડના બજેટમાં બનેલી RRR અત્યાર સુધીની સૌથી મોંઘી ભારતીય ફિલ્મ છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-12-21 19:06:16

મુંબઈ: સાઈટ એન્ડ સાઉન્ડ ( Sight and Sound magazine)પત્રિકાએ તેની 'વર્લ્ડ ટોપ-50 બેસ્ટ ફિલ્મસ 2022' (World TOP-50 best films 2022) ની યાદી બહાર પાડી છે. આ યાદીમાં ભારતની એક ફિલ્મે ધૂમ મચાવી છે. આ યાદીમાં એકમાત્ર ભારતય ફિલ્મને સામેલ કરવામાં આવી છે. તે ફિલ્મનું નામ RRR છે. 

તમને જણાવી દઈએ કે વિશ્વની 41 ફિલ્મોને પછાડીને સાઉથના દિગ્ગજ નિર્દેશક એસ. એસ. રાજામૌલીની 'RRR'એ વિશ્વની ટોપ-50 બેસ્ટ ફિલ્મસની યાદીમાં 9મું સ્થાન મેળવ્યુ છે. આ સમાચાર સામે આવતા RRR ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે. 

જૂનિયર એન.ટી.આર, રામ ચરણ, અજય દેવગન અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ RRRને માત્ર દેશભરમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ જોરદાર કમાણી કરી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ પણ તોડ્યા હતા. દર્શકોએ ફિલ્મ પર ખૂબ જ પ્રેમ વરસાવ્યો હતો. 

આ વર્ષે 14 માર્ચના રોજ સિનેમાધરોમાં રિલીઝ થયેલી ફિલ્મ RRR જો તમે ન જોઈ હોય તો તમે તેને ઘરે બેસીને પણ જોઈ શકો છો. આ ફિલ્મ હવે OTT પર પણ ઉપલબ્ધ છે. 

તમને જણાવી દઈએ કે તાજેતરમાં IMBDએ પોતાની 'TOP-10 Best Films 2022'ની યાદી જાહેર કરી હતી. આ યાદીમાં પણ RRRએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ દૃષ્ટિકોણથી જોવામાં આવે તો વર્ષભર ફિલ્મ કોરિડોરમાં RRRની ચર્ચાઓ થતી રહી છે. 

ફિલ્મ RRRની ઔપચારક જાહેરાત માર્ચ 2018માં કરવામાં આવી હતી. COVID-19ની મહામારીના કારણે આ ફિલ્મની રિલીઝમાં વિલંબ થયો હતો. યુક્રેન અને બુલ્ગારિયામાં શૂટ થયેલા કેટલાક દૃશ્યો સાથે આ ફિલ્મનું સમગ્ર ભારતમાં વ્યાપક પણે શૂટિંગ કરવામાં આવ્યું હતું. 

આશરે 550 કરોડના બજેટમાં બનેલી RRR અત્યાર સુધીની સૌથી મોંઘી ભારતીય ફિલ્મ છે. મળતી માહિતી અનુસાર આ ફિલ્મ બોક્સ ઓફિસ પર લગભગ 1200 કરોડની કમાણી કરવામાં સફળ રહી હતી. ત્યારે વિશ્વની ટોપ-50 બેસ્ટ ફિલ્મોની યાદીમાં એક ભારતીય ડોક્યુમેન્ટરીને પણ સામેલ કરવામાં આવી છે. તેનું  નામ ઓલ ધેટ બ્રીધસ (All That Breathes) છે. આ યાદીમાં ડોક્યુમેન્ટરી ફિલ્મે 32 નંબરનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post