• Home
  • News
  • આ મહિલાએ બસ ડ્રાઈવર બનીને પૂરૂં કર્યું પોતાનું સપનું, લોકોએ આપી હતી મોડલ બનવાની સલાહ
post

જોડીએ કહ્યું કે જ્યારે મેં નોકરી છોડી હતી ત્યારે મને લાગ્યું કે હું હંમેશાથી બસ ડ્રાઈવર બનવામાં રસ ધરાવું છું

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-19 10:56:46

ઈંગ્લેન્ડ (England)ની રહેવાસી આ 24 વર્ષની મહિલા એક પ્રોફેશનલ બસ ડ્રાઈવર (Bus Driver) છે. પરંતુ તે પોતાની સૂંદરતાના પગલે તે ટિકટોક (Tiktok) ઉપર ખુબ જ લોકપ્રિય છે. જોડી ફોક્સ (Joid Fox) નામની આ મહિલાનું કહેવું છે કે બસ ચલાવવી તે તેનુ સપનું હતું અને જ્યારથી તેણે પોતાના ટિકટોક (Tiktok) ઉપર પોતાની બસ લાઈફને શેર કરી છે ત્યારથી તેમના ફોલોઅર્સની સંખ્યા ખુબ જ વધી ગઈ છે. એક્સેસની રહેવાસી જોડીએ કહ્યું કે, તેના લોકો દ્વારા ખુબ જ વખાણ કરવામાં આવી રહ્યા છે. તેણે કહ્યું કે, મને લોકો તરફથી એક જ જેવા રિએક્શન મળી રહ્યા છે. તે લોકો વધારે કહે છે કે હું ખુબ જ સુંદર છું. અથવા તો તેણે તેની લાઈફમાં મારા જેટલી બસ ડ્રાઈવર ક્યારેય નથી જોઈ. આ સિવાય તેને ઘણી મહિલાઓ તરફથી પણ પ્રતિક્રિયાઓ મળી છે.

જોડીએ કહ્યું કે જ્યારે મેં નોકરી છોડી હતી ત્યારે મને લાગ્યું કે હું હંમેશાથી બસ ડ્રાઈવર બનવામાં રસ ધરાવું છું. હું હંમેશા ડ્રાઈવરના બાજુની સીટ ઉપર બેસતી હતી અને મને ડ્રાઈવ કરવાનું પણ પસંદ હતું. બસ ચલાવવી મારા માટે એક સપના સમાન છે. જો કે મારે બસ ડ્રાઈવર બનવા માટે ઘણા બધા ટેસ્ટઆપવા પડ્યા હતા. આ એટલું આસાન નથી જેટલું લોકોને લાગે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post