• Home
  • News
  • RSSના ડ્રેસ કોડને આગ લગાવનારા હાલ 'ભારત જોડો યાત્રા'ના નામે દેશને આગ લગાવી રહ્યાં છે: BJPનો પલટવાર
post

કોંગ્રેસની પોસ્ટને લઇને બીજેપી સાંસદ ટી સૂર્યાએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-12 18:02:49

નવી દિલ્હી: ભારત જોડો યાત્રા વચ્ચે કોંગ્રેસે સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટ કર્યું, જેમાં આરએસએસના ડ્રેસમાં આગ લાગી હોય તેવો ફોટો શેર કરવામાં આવ્યો હતો. 

આ પોસ્ટ શેર કરતાં લખ્યું છે કે, '145 દિવસ હજુ બાકી છે દેશને નફરતના વાતાવરણથી મુક્ત કરવાના અને RSS-BJP દ્વારા થયેલા નુકસાનની ભરપાઈને પુરુ કરવા માટેના લક્ષ્ય માટે અમે એક-એક પગલું ભરી રહ્યા છીએ.

પોસ્ટને લઇને વિવાદ  

આ આરએસએસ વિશે કરવામાં આવેલા વિવાદાસ્પદ ટ્વિટ પર હંગામો શરૂ થઇ ગયો છે અને ભારતીય જનતા પાર્ટી (BJP)એ તેનો વળતો જવાબ પણ આપ્યો છે. ભાજપના નેતા સંબિત પાત્રાએ  (Sambit Patra) પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, પરિવારના ઈશારે સંઘનું અપમાન કરવામાં આવ્યું છે.

ભાજપના સંબિત પાત્રાએ કહ્યું, "કોંગ્રેસ પાર્ટીએ આવું પહેલીવાર નથી કર્યું. ''ભારત જોડો યાત્રા' નથી, હું રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું કે, શું તમે આ દેશમાં હિંસા ઈચ્છો છો? કોંગ્રેસે આ તસવીર તાત્કાલિક હટાવી લેવી જોઈએ."

જ્યારે આ પોસ્ટ પર કોંગ્રેસના નેતા જયરામ રમેશે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. તેમણે દિલ્હીમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'હું ટી-શર્ટ, અન્ડરવેર વિશે વાત કરવા માંગતો નથી. જો તેઓ (ભાજપ) કન્ટેનર, જૂતા અથવા ટી-શર્ટને લઈને કોઈ મુદ્દો બનાવવા માંગે છે, તો તે સાબિત કરે છે કે તેઓ ડરી ગયા છે અને કંઈપણ કહી શકે છે. જો હું આ વિશે સત્ય કહીશ તો તમે હસશો. હું આના પર બોલવા માંગતો નથી. 'જૂઠાણાની ફેક્ટરી' સોશિયલ મીડિયા પર ઓવરટાઇમ ચાલી રહી છે."

કોંગ્રેસની પોસ્ટને લઇને બીજેપી સાંસદ ટી સૂર્યાએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો હતો. તેમણે ટ્વીટ કર્યું કે, કોંગ્રેસ પાર્ટી હંમેશા દેશને આગ જ લગાડતી રહી છે. '1984માં કોંગ્રેસની આગમાં દિલ્હી સળગી ગયું હતું. 2002માં ગોધરામાં 59 કાર સેવકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. તેઓ ફરી હિંસાને ભકાવી રહ્યાં છે. "

 

adv

Related News

post
post
post
post
post
post
post