• Home
  • News
  • અમેરિકાના મિશિગનમાં લૉકડાઉનનો વિરોધ, હજારો લોકો માર્ગો પર, ચક્કાજામ કર્યો
post

મિશિગન કન્ઝર્વેટિવ કોલાઈઝને લોકોને માર્ગો પર ઊતરવા અપીલ કરી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-17 09:26:00

ન્યુયોર્ક: કોરોના વાઈરસનો મુકાબલો કરવા માટે દુનિયાભરના મોટા ભાગના દેશોએ લૉકડાઉનનો માર્ગ અપનાવ્યો છે. આ દરમિયાન અમેરિકાના મિશિગનમાં હજારો લોકો માર્ગો પર ઊતરી આવ્યા હતા. આ લોકોએ લૉકડાઉનનો વિરોધ કર્યો હતો. મિશિગન કન્ઝર્વેટિવ કોલાઈઝને લોકોને માર્ગો પર ઊતરવા અપીલ કરી હતી. સંગઠને આ દેખાવને ઓપરેશન ગ્રિડલૉક નામ આપ્યું છે.


અમે કેદી નથીમિશિગનની પ્રજા ઘરમાં રહેવાનો આદેશ નહીં માને
ખરેખર મિશિગનના ગવર્નર ગ્રેચેન વ્હિમરે લોકોને 30 એપ્રિલ સુધી ઘરોથી બહાર ન નીકળવા અને દુકાનો, કારખાનાં વગેરે બંધ રાખવા આદેશ કર્યો છે. લોકોએ ગવર્નર વ્હિમર સામે જ રોષ ઠાલવ્યો. તેમણે પોસ્ટર બતાવી કહ્યું કે ગવર્નર વ્હિમર અમે કેદી નથી. મિશિગનની પ્રજા ઘરમાં રહેવાનો આદેશ નહીં માને. તેના પર તેમણે મીડિયા સામે કહ્યું કે રેલીને કારણે હવે લોકોનું સ્વાસ્થ્ય જોખમાઈ ગયું છે. મિશિગનમાં અત્યાર સુધી 28,059 કેસ સામે આવ્યા છે. જોકે 1921 લોકો મૃત્યુ પામ્યા છે. 


વિરોધમાં દિવસભર માર્ગો પર ચક્કાજામ
મિશિગનની રાજધાની લેનસિંગમાં લોકોએ લૉકડાઉનના વિરોધમાં દિવસભર માર્ગો પર ચક્કાજામ કર્યો. તે પછી ગવર્નર વ્હિમરે ફરી એકવાર લોકોને ઘરોમાં રહેવાની ચેતવણી આપવી પડી હતી.


મેક્સિકો : ફેક્ટરી કર્મીઓએ ક્વૉરન્ટાઈન કરવા માગ કરી
મેક્સિકોમાં ઈલેક્ટ્રિક મોટર બનાવતી એક ફેક્ટરીના કર્મચારીઓએ લૉકડાઉનને ટેકો જાહેર કર્યો. તેમણે કહ્યું કે તે કોરોનાના જોખમને કારણે ફેક્ટરીમાં કામ નહીં કરે. તેમને ક્વૉરન્ટાઈન કરવામાં આવે. 

adv

Related News

post
post
post
post
post
post
post