• Home
  • News
  • અનુચ્છેદ 370 હટાવ્યા બાદ કવરેજ માટે જમ્મુ-કાશ્મીરના ત્રણ ફોટોગ્રાફરને ફીચર ફોટોગ્રાફી એવોર્ડ મળ્યો
post

જમ્મુમાં રહેતા ફોટોગ્રાફર ચન્ની આનંદ 20 વર્ષથી ન્યૂઝ એજન્સી એપી સાથે કામ કરી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-05 12:09:13

ન્યૂયોર્ક: અનુચ્છેદ 370 હટાવાયા બાદ જમ્મુ કાશ્મીરમાં મહિનાઓ સુધી કર્ફ્યૂ અને લોકડાઉનની સ્થિતિ રહી હતી. એવી સ્થિતિમાં કાશ્મીરના ત્રણ ફોટોગ્રાફરે કેમેરાથી લોકોને રાજ્યની સ્થિતિ જણાવી હતી. આ ત્રણ ફોટોગ્રાફર યાસીન ડાર, મુખ્તાર ખાન અને ચન્ની આનંદ ન્યૂઝ એજન્સી એપી માટે કામ કરે છે. હવે તેમને કાશ્મીર કવરેજ માટે એક પત્રકારિતાનો પ્રતિષ્ઠિત પુલિત્ઝર ફીચર ફોટોગ્રાફી કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યો છે.

ઘાટીમાં વિપરીત પરિસ્થિતિઓ બાદ પણ તેમને પોતાની જવાબદારી નિભાવી હતી. ઘણી વખત તો દેખાવકારોથી બચવા માટે શાકભાજીના ટોપલામાં કેમેરા સંતાડી દેતા હતા. ત્રણ ફોટોગ્રાફરે દેખાવ, પોલીસ-અર્ધસૈનિક બળોની કાર્યવાહી અને લોકોને જીવનની તસવીરો એજન્સીના દિલ્હી ઓફિસ સુધી પહોંચાડી છે. 
શ્રીનગરમાં રહેનારા યાસીન ડારે ઈમેલ દ્વારા જણાવ્યું કે, આ કામ એકદમ ઉંદર અને બિલાડાની જેમ સંતાકૂકડી રમવા જેવું હતું. ઈન્ટરનેટ બંધ હોવાના કારણે દિલ્હી સુધી ફોટો પહોંચાડવામાં ઘણી મુશ્કેલી પડતી હતી. અમે મેમરી કાર્ડથી ફોટો દિલ્હી મોકલવા માટે એરપોર્ટ પર દિલ્હી જતા કોઈ યાત્રિને મનાવતા હતા. અમારા કામથી એ પ્રેરણા મળી છે કે કોઈની પણ સામે ચુપ નહીં રહેવાનું

સાથે જ જમ્મુના રહેવાસી ચન્ની આનંદે જણાવ્યું કે, 20 વર્ષ એપી સાથે કર્યા પછી આ પુરસ્કાર મળ્યો છે. આની ખુશી વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દ નથી.

ન્યૂઝ એજન્સીના સીઈઓ ગેરી પ્રયૂટે કહ્યું કે, આ સન્માન અમારા માટે સંસ્થાની મહાન કાર્યશૈલીનો ભાગ છે. કાશ્મીરમાં કામ કરનારી અમારી આખી ટીમ આના માટે શુભેચ્છાને પાત્ર છે. આ એવોર્ડ માટે ન્યૂઝ એજન્સીના ફોટોગ્રાફર દિઉ નલિયો ચેરી અને રેબેકા બ્લેકવેલ પણ ફાઈનાલિસ્ટમાં હતા. તેમણે હૈતીમાં હિંસા દરમિયાન કવરેજ કર્યું હતું. ત્યારે ચેરીને ગોળી પણ વાગી હતી, પણ તે પોતાનું કામ કરતા રહ્યા હતા. આ પાંચ ફોટોગ્રાફરે સંસ્થા માટે સારી કામગીરી કરી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post