• Home
  • News
  • TMC સાંસદ 'બિગ બોસ'માં આવશે?:મેકર્સે નુસરત જહાંનો અપ્રોચ કર્યો, પતિના નહીં, પ્રેમીના બાળકને જન્મ આપતા ચર્ચામાં આવી હતી
post

'બિગ બોસ 16' ઓક્ટોબરના ફર્સ્ટ વીકમાં ઓન એર થઈ શકે છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-03 16:52:03

મુંબઈ: ટીવીનો કોન્ટ્રોવર્શિયલ રિયાલિટી શો 'બિગ બોસ' ઓક્ટોબર મહિનામાં શરૂ થશે. શોમાં કોણ કોણ ભાગ લેશે તે અંગે ચર્ચા ચાલી રહી છે. હવે કહેવાય છે કે શોમાં બંગાળી એક્ટ્રેસ તથા તૃણમૂલ કોંગ્રેસની સાંસદ નુસરત જહાં પણ જોવા મળી શકે છે.

મેકર્સે નુસરતનો સંપર્ક કર્યો
નુસરત બંગાળી ઇન્ડસ્ટ્રીની બિઝીએસ્ટ એક્ટ્રેસમાંથી એક છે. છેલ્લાં કેટલાંક સમયથી તે ફિલ્મ તથા પૉલિટિક્સ સાથે જોડાયેલા કમિટમેન્ટ્સને કારણે વ્યસ્ત રહે છે. આ જ કારણે નુસરત શોમાં ભાગ લશે કે નહીં, તે કહેવું મુશ્કેલ છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, શોના મેકર્સે નુસરતનો અપ્રોચ કર્યો છે. શોમાં નુસરત ગ્લેમર ઉમેરી શકે છે. જોકે, મેકર્સ તરફથી હજી સુધી આ અંગે કોઈ ઑફિશિયલ નિવેદન સામે આવ્યું નથી.

વિવાદ ને નુસરત એક સિક્કાની બે બાજુ
નુસરત જહાં પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં રહે છે. નિખિલ તથા નુસરતે તુર્કીમાં 19 જૂન, 2019ના રોજ ટર્કિશ મેરેજ રેગ્યુલેશનના આધારે લગ્ન કર્યાં હતાં. આ જ કારણે નુસરતે નિખિલને પોતાના સેપરેશન માટે ડિવોર્સનું આવેદન આપવાનો ઈનકાર કર્યો છે. નુસરતે ઓગસ્ટ, 2021માં દીકરા યીશાનને જન્મ આપ્યો હતો. આ બાળક બંગાળી એક્ટર યશ દાસગુપ્તાનું છે. નુસરત તથા યશે હજી સુધી લગ્ન કર્યા નથી.

'બિગ બોસ' ઓક્ટોબરમાં ઓન એર થશે
'બિગ બોસ 16' ઓક્ટોબરના ફર્સ્ટ વીકમાં ઓન એર થઈ શકે છે. થોડાં દિવસ પહેલાં જ સેટની તસવીરો સો.મીડિયામાં લીક થઈ હતી. આ વખતે શોની થીમ એક્વા હોવાનું ચર્ચાય છે. શોમાં મોહિત મલિક, નકુલ મહેતા, રાજ અનડકટ, દિવ્યાંકા ત્રિપાઠી, શિવાંગી જોશી, ટીના દત્ત, પૂનમ પાંડે તથા બસીલ અલી જેવા સેલેબ્સ જોવા મળી શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post