• Home
  • News
  • ઈતિહાસમાં આજે:એ વિસ્ફોટકની શોધ, જે મોટાં મોટાં બિલ્ડિંગને ધરાશાયી કરી દે છે; બનાવનારને કહેતા હતા- મોતનો સોદાગર
post

તેમના જ સન્માનમાં 1901થી દર વર્ષે 10 ડિસેમ્બરે નોબેલ પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-25 12:03:24

25 નવેમ્બર 1867. આ એ દિવસ હતો, જ્યારે દુનિયાને જોખમી વિસ્ફોટક ડાયનામાઈટવિશે ખબર પડી હતી. ડાયનામાઈટને બારુદ પણ કહેવાય છે, જેની શોધ જાણીતા વૈજ્ઞાનિક અલ્ફ્રેડ નોબેલે કરી હતી. એ અલ્ફ્રેડ નોબેલ, જેમના નામે દર વર્ષે શાંતિ માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવે છે. આ ડાયનામાઈટે નોબલેને જાણીતો કર્યો અને આ જ કારણે તેમને શાંતિનો માર્ગ અપનાવ્યો.

21 ઓક્ટોબર 1833ના રોજ સ્વીડનમાં અલ્ફ્રેડ નોબેલનો જન્મ થયો હતો. આ વર્ષે તેમના પિતા ઈમ્યૈનુઅલ દેવાદાર થઈ ગયા. તેઓ રશિયાના પીટર્સબર્ગ ચાલ્યા ગયા અને ત્યાં એક મેકેનિકલ વર્કશોપ શરૂ કરી. 9 વર્ષ પછી તેમનો આખોય પરિવાર પીટર્સબર્ગ આવી ગયો. અલ્ફ્રેડ નોબેલ 17 વર્ષની ઉંમરમાં પેરિસ પહોંચ્યા. અહીંથી ઈટાલી, જર્મની અને અમેરિકા ગયા. ઈટાલીમાં તેમની મુલાકાત આસકાનિયા સુબરેરો સાથે થઈ. આસકાનિયાએ 1847માં નાઈટ્રોગ્લિસરીનની શોધ કરી હતી.

નાઈટ્રોગ્લિસરીન એક જોખમી વિસ્ફોટક હતો, પણ એને લાવવા, લઈ જવામાં તકલીફ પડતી હતી. એટલા માટે અલ્ફ્રેડ અને તેમના પિતાએ નાઈટ્રોગ્લિસરીન પર કામ શરૂ કર્યું. એક દિવસ જ્યારે અલ્ફ્રેડ એના પર પ્રયોગ કરી રહ્યા હતા ત્યારે તેમાં વિસ્ફોટ થઈ ગયો અને તેમના ભાઈ એમિલનું મોત થઈ ગયું.

1866માં અલ્ફ્રેડે પ્રયોગ દરમિયાન જોયું કે એક મહીન રેતી, જેને કિએસેલ્ગુર્હ(Kieselguhr) કહેવાય છે, જો તેને નાઈટ્રોગ્લિસરીનમાં ભેળવી દેવાય તો આનાથી એ લિક્વિડ સોલિડ પેસ્ટમાં ફેરવાઈ જાય છે. બસ, આવી જ રીતે ડાયનામાઈટ બન્યો. તેમણે 25 નવેમ્બર 1867ના રોજ ડાયનામાઈટની પેટન્ટ કરાવી.

ડાયનામાઈટનો ઉપયોગ સામાન્ય રીતે પથ્થર તોડવા, સુરંગ ખોદવા, નહેર બનાવવા, બિલ્ડિંગને પાડવા જેવાં કામોમાં કરવામાં આવે છે, પણ પછી એનો દુરુપયોગ પણ થવા માંડ્યો.

1888માં અલ્ફ્રેડના ભાઈ લુદવિગનું મોત થઈ ગયું. ત્યારે એક ફ્રેન્ચ છાપાએ અજાણતા છાપી દીધું કે અલ્ફ્રેડ નોબેલનું નિધન થઈ ગયું. આ સાથે છાપાએ તેમની ટિપ્પણી કરતાં તેમને Merchant Of Death' એટલે કે મોતનો સોદાગરગણાવ્યા.

આ વાતે અલ્ફ્રેડને હેરાન કરી દીધા અને તેઓ શાંતિના કામમાં લાગી ગયા. તેમણે તેમના મોતના એક વર્ષ પહેલાં વસિયત લખી, જેમાં તેમણે સંપત્તિનો સૌથી મોટો ભાગ ટ્રસ્ટ બનાવવા માટે અલગ કરી દીધો.10 ડિસેમ્બર 1896ના રોજ તેમનું મોત થઈ ગયું. તેમના જ સન્માનમાં 1901થી દર વર્ષે 10 ડિસેમ્બરે નોબેલ પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે.

ભારત અને દુનિયામાં 25 નવેમ્બરની મહત્ત્વપૂર્ણ ઘટના નીચે પ્રમાણે છે

·         1716ઃ અમેરિકામાં પહેલી વખત કોઈ વાઘને પ્રદર્શનમાં રાખવામાં આવ્યો.

·         1866- અલાહાબાદ હાઈકોર્ટનું ઉદઘાટન.

·         1930- જાપાનમાં એક જ દિવસમાં ભૂકંપના 690 ઝટકા રેકોર્ડ થયા

·         1936- જર્મની અને જાપાન વચ્ચે કોમિન્ટન(કોમ્યુનિસ્ટ ઈન્ટરનેશનલ)વિરોધી સમજૂતી પર હસ્તાક્ષર.

·         1945- અમેરિકન રાજધાની વોશિંગ્ટન ડીસીમાં આવેલા બરફના તોફાનને કારણે સર્જાયેલી બસ દુર્ઘટનામાં 15 બાળકનાં મોત.

·         1948- ભારતમાં રાષ્ટ્રીય કેડેટ કોર(NCC)ની સ્થાપના થઈ.

·         1949- સ્વતંત્ર ભારતના બંધારણ પર બંધારણીય સમિતિના અધ્યક્ષે હસ્તાક્ષર કર્યા અને એને તાત્કાલિક ધોરણે લાગુ કરી દેવાઈ.

·         1960- ટેલિફોનને STD વ્યવસ્થાનો ભારતમાં પહેલી વખત કાનપુર અને લખનઉ વચ્ચે પ્રયોગ કરવામાં આવ્યો.

·         1965- ફ્રાન્સે પોતાનું પહેલું સેટેલાઈટ લોન્ચ કર્યું.

·         1973- ગ્રીસમાં સપ્તાહથી ફેલાયેલી અશાંતિ વચ્ચે આજના જ દિવસે ત્યાંની સેનાએ તત્કાલીન રાષ્ટ્રપતિ જ્યોર્જ પાપાડોપોલસનું તખતા પલટ કર્યું હતું.

·         2004- પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના કાશ્મીર ફોર્મ્યુલાને પાક-કાશ્મીર સમિતિએ ફગાવ્યા.

·         2013- ઈરાકની રાજધાની બગદાદના કેફેમાં થયેલા બ્લાસ્ટમાં 17 લોકોનાં મોત થયાં. 37 લોકો ઘાયલ થયા.

 

adv

Related News

post
post
post
post
post
post
post