• Home
  • News
  • ન્યૂયોર્ક ટાઈમ્સની તપાસ:ટ્રમ્પે 200 કંપનીઓને ફાયદો પહોંચાડ્યો, બદલામાં તેમની હોટલો અને રિસોર્ટ્સે કરોડોની કમાણી કરી
post

અમેરિકાના રાષ્ટ્રપતિના પારિવારિક બિઝનેસને દેશ, વિદેશના કોર્પોરેટ્સનો ટેકો

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-12 11:29:17

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના બિઝનેસને ફાયદો પહોંચાડવા માટે નવી રીત અપનાવી છે. તેમણે પોતાની હોટલો અને રિસોર્ટ્સને સોદાના સ્થાનમાં ફેરવી નાખી છે. ચૂંટાયા પછી રાષ્ટ્રપતિએ વચન આપ્યું હતું કે, તેઓ પોતાના અંગ વ્યવસાય અને ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનથી અલગ થઈ જશે. જોકે, આવું થયું નથી. ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં પહોંચતા જ તેમના પારિવારિક બિઝનેસની આવકનો આકર્ષક માર્ગ એ લોકોને બનાવ્યા જે રાષ્ટ્રપતિ પાસે કંઈક ઈચ્છતા હતા. ન્યૂયોર્ક ટાઈમ્સની તપાસમાં જાણવા મળ્યું કે, 200 કંપનીઓ, સમૂહો અને વિદેશી સરકારોએ ટ્રમ્પ અને સરકાર પાસેથી ફાયદો લીધો છે. જેમાંથી લગભગ 25 ટકા લોકો અંગે અગાઉ ક્યારેય માહિતી બહાર આવી નથી.

રાષ્ટ્રપતિના માર-અ-લેગો, ફ્લોરિડા રિસોર્ટનું સભ્યપદ અને તેમના બેડમિન્સ્ટર ન્યૂજર્સી સ્થિત ગોલ્ફ ક્લબ અને અન્ય સ્રોતના ટેક્સ રેકોર્ડથી કારોબારના આ નવા સ્રોતની ઝલક મળે છે. રાષ્ટ્રપતિ કાર્યકાળ પહેલા બે વર્ષમાં 60 લોકોએ તેમના પારિવારિક બિઝનેસ સાથે રૂ.88 કરોડનો વેપાર કર્યો હતો. આ તમામ લોકોના કામ ટ્રમ્પ અને તમની સરકારે કર્યા છે. દરેક જાણે છે કે, ટ્રમ્પ સરકારી કામ પોતાની હોટલો, ક્લબ અને રિસોર્ટ્સમાં કરે છે. ટાઈમ્સના સવાલોના જવાબમાં વ્હાઈટ હાઉસના પ્રવક્તા જડ ડીરેએ એક નિવેદનમાં કહ્યું કે, ટ્રમ્પે પોતાના સફળ વ્યવસાયની જવાબદારી પોતાના બે વયસ્ક પુત્રોને સોંપી દીધી છે.

ટ્રમ્પની હોટલો અને ક્લબોમાં જનારા લોકોમાં વિદેશી નેતા, ફ્લોરિડાના શુગર વ્યવસાયી, એક ચીનના અબજપતિ, સર્બિયાના એક રાજકુમાર, ગ્રીન એનર્જીના રોકાણકાર, પેટ્રો ઉદ્યોગપતિ અને સરકાર પાસેથી અબજો રૂપિયાના કોન્ટ્રાક્ટ માગનારા કોન્ટ્રાક્ટર સામેલ છે. ટ્રમ્પ સરકારે આ લોકોને પૈસા અને જમીન આપી છે. તેમની તરફેણમાં કાયદા બનાવ્યા છે. કેટલાક લોકોને રાજદૂત અને ટાસ્ક ફોર્સના વડા બનાવાયા છે. આ લોકોએ ગોલ્ફ ક્લબ, હોટલો અને રિસોર્ટ્સમાં પૈસા ખર્ચ્યા છે.

70થી વધુ ઉદ્યોગપતિઓ, સમુહો અને વિદેશી સરકારોએ રાષ્ટ્રપતિની હોટલો, ક્લબોમાં આલીશાન આયોજન કર્યા છે. અગાઉ આ આયોજન કોઈ અન્ય સ્થળે થતા હતા. ધાર્મિક સંગઠનોએ બે ડઝનથી વધુ પ્રાર્થના સભાઓ હોટલોમાં કરી છે. આ સંગઠનોએ શ્વેત ઈવેન્જિલિકલ ખ્રિસ્તીઓમાં રાષ્ટ્રપતિની લોકપ્રિયતાનો ઉપયોગ પૈસા એક્ઠા કરવામાં કર્યો છે. ટ્રમ્પે પોતાની હોટલો અને રિસર્ટમાં ફંડ એક્ઠું કરવા 34 આયોજન કર્યા છે. મોર્ગન સ્ટેનલે જેવી નાણા સંસ્થાઓ અને મોટા સરકારી કોન્ટ્રાક્ટર ડેલોઈટે વોશિંગટન હોટલમાં સંમેલન કર્યા હતા. ટ્રમ્પની ક્લબોના પાંચ સભ્યોને રાજદૂત બનાવાયા છે અને સરકારમાં સલાહકાર નિમાયા છે.

ક્લબો, હોટલોમાં રાષ્ટ્રપતિ પાસે કામ કરાવનારાની ભીડ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફ્લોરિડા ખાતેના માર-અ-લેગો ક્લબમાં પોતાના કામ કરાવનારા દેશ-વિદેશના વ્યવસાયી અને રાજદૂતો નિયમિત રીતે આવે છે. એપ્રિલ,2018ના એક રેકોર્ડિંગ મુજબ એક હોલમાં રિપબ્લિકન પાર્ટીના અનેક દાનદાતા, ભારતીય મૂળના ઉદ્યોગપતિ ટ્રમ્પને અતિ કુશળ કામદારો અને તેમનાં બાળકોના ઈમિગ્રેશન નિયમોમાં ઢીલ આપવાનો આદેશ બહાર પાડવા મનાવી રહ્યા હતા.

રાષ્ટ્રપતિ પોતાનાં અતિથિઓને જણાવે છે કે, તેમણે દસ લાખ ડોલર આપ્યા છે. માર્ચમાં ટેનેસીના એક સંપત્તિ કારોબારીએ ક્લબમાં રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. કારોબારીએ ટ્રમ્પના પદગ્રહણ સમારોહમાં મોટો ખર્ચ કર્યો હતો. તેઓ સરકાર પાસેથી અબજો ડોલરની લોન લેવા માગતા હતા. ટ્રમ્પે પોતાના અંગત વકીલ માઈકલ કોહેનને કહે છે કે, આ કામ થઈ જવું જોઈએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post