• Home
  • News
  • ટ્રમ્પનો દાવો- 1 દિવસમાં પૂરું થશે રશિયા-યુક્રેન યુદ્ધ:ટ્રમ્પે કહ્યું- હું પુતિન અને ઝેલેન્સ્કીને ફોન કરીશ, બંને પાસે એક જ વિકલ્પ હશે
post

ટ્રમ્પે કહ્યું- અમેરિકાએ અફઘાનિસ્તાનમાં આત્મસમર્પણ ન કર્યું તો બીજું શું કર્યું. પ્રથમ સૈનિકો ત્યાંથી બહાર આવ્યા. આ સાથે તેણે બગરામ મિલિટરી બેઝ પર 85 અબજ ડોલરની સાધન-સામગ્રી છોડી દીધી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-19 19:23:58

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે એ રહસ્ય ખોલ્યું છે, જેના વિશે તેમના ટીકાકારો ટોણા મારતા હતા. ટ્રમ્પે કહ્યું હતું કે જો તેઓ બીજી વખત રાષ્ટ્રપતિ બનશે તો રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને માત્ર એક જ દિવસમાં પૂરું કરાવી આપશે.

ટ્રમ્પના મતે - આ બહુ મુશ્કેલ કામ નથી. મારે માત્ર બે ફોન જ કરવાના છે. એક યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીને અને બીજો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને. બંને પાસે યુદ્ધનો અંત લાવવાનો એક જ વિકલ્પ રહેશે.

ટ્રમ્પે લગભગ એક વર્ષ પહેલાં જો બાઈડન પર કટાક્ષ કર્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું - જો અમેરિકાના રાષ્ટ્રપતિ ઈચ્છે તો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ 24 કલાકમાં સમાપ્ત થઈ શકે છે. જો હું 2024માં ફરીથી રાષ્ટ્રપતિ બનીશ તો હું આ કરીને બતાવીશ.

તો શું છે ટ્રમ્પની યોજના?
અમેરિકન ટીવી ચેનલ 'ફોક્સ ન્યૂઝ'ને આપેલા ઈન્ટરવ્યૂમાં આ પ્લાનનો ઘટસ્ફોટ થયો છે. ટ્રમ્પે કહ્યું- ઝેલેન્સ્કી અને પુતિન બંને મારા સારા મિત્રો છે. હું ઝેલેન્સ્કીને સારી રીતે ઓળખું છું. પુતિન સાથે પણ સારા સંબંધ છે. હું ઝેલેન્સ્કીને કહીશ - હવે તમારે યુદ્ધ સમાપ્ત કરવા માટે ડીલ કરવી પડશે અને હું પુતિનને કહીશ - જો તમે યુક્રેન સાથે ડીલ નહીં કરો તો અમે તેમને (યુક્રેન)ને એટલી મદદ કરીશું કે તમે વિચાર્યું પણ નહીં હોય. આ પછી બંને પાસે કોઈ રસ્તો બચશે નહીં અને તેમણે યુદ્ધ સમાપ્ત કરવા માટે ડીલ કરવી જ પડશે.

ટ્રમ્પે ફરી બાઈડન પર નિશાન સાધ્યું. કહ્યું- વિશ્વના બાકીના નેતાઓ ખૂબ જ બુદ્ધિશાળી છે અને સત્ય એ છે કે આપણા રાષ્ટ્રપતિ તેમની સાથે ડીલ કરી શકતા નથી. એમાં કોઈ શંકા નથી કે બાઈડન અમેરિકન ઈતિહાસમાં અત્યારસુધીના સૌથી નબળા રાષ્ટ્રપતિ છે.

બાઈડનમાં કાબેલિયત નથી

·         એક પ્રશ્નના જવાબમાં ટ્રમ્પે કહ્યું- ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન હોય કે વ્લાદિમીર પુતિન, આ લોકો ખૂબ જ શાર્પ અને ઈન્ટેલિજન્સ હોવાની સાથે સખત પણ છે. તેઓ રાજદ્વારી મોરચે પૂરી તાકાત અને યુક્તિથી આગળ વધે છે. બીજી તરફ, આપણા રાષ્ટ્રપતિ એવા છે કે તેમને ખબર નથી કે દુનિયામાં શું ચાલી રહ્યું છે. એટલા માટે હું કહું છું કે બાઈડન અમેરિકા માટે પણ ખૂબ જોખમી છે.

·         ટ્રમ્પ યુએસના ઇતિહાસમાં પહેલા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ છે, જેઓ આટલા ફેડરલ આરોપો પર કોર્ટમાં હાજર થયા છે. જોકે સુનાવણી બાદ ટ્રમ્પને ઘરે જવાની મંજૂરી આપવામાં આવી હતી.

·         ટ્રમ્પે ગયા વર્ષે બાઈડન પ્રશાસન પર ગંભીર આરોપો લગાવ્યા હતા. ટ્રમ્પના કહેવા પ્રમાણે- જ્યારે અમેરિકાએ 2021માં અફઘાનિસ્તાન છોડ્યું ત્યારે તેણે પોતાની આર્મી ડોગ યુનિટને ત્યાં છોડી દીધું હતું. અમે ચીનના ડરથી અફઘાનિસ્તાન ભાગી ગયા અને આ કામ રાતના અંધકારમાં કરવામાં આવ્યું હતું.

 

85 અબજ ડોલરનું સીધું નુકસાન

·         ટ્રમ્પે કહ્યું- અમેરિકાએ અફઘાનિસ્તાનમાં આત્મસમર્પણ ન કર્યું તો બીજું શું કર્યું. પ્રથમ સૈનિકો ત્યાંથી બહાર આવ્યા. આ સાથે તેણે બગરામ મિલિટરી બેઝ પર 85 અબજ ડોલરની સાધન-સામગ્રી છોડી દીધી હતી. જો આપણે ત્યાંથી 1 કલાકની મુસાફરી કરીએ તો આપણે ત્યાં પહોંચી શકીશું, જ્યાં ચીન પરમાણુ હથિયાર બનાવે છે. બગરામ એ વિશ્વનું સૌથી મોટું એરબેઝ છે. ત્યાંનો રનવે 10,000 ફૂટ લાંબો છે. મારા સમયમાં હું એને ક્યારેય છોડવા માંગતો નહોતો, કારણ કે ત્યાંથી ચીન પર સીધી દેખરેખ રાખી શકાતી હતી. મારું લક્ષ્ય અફઘાનિસ્તાન હતું, ચીન નહીં.

·         ટ્રમ્પનું આ નિવેદન એટલા માટે મહત્ત્વનું હતું, કારણ કે થોડા દિવસો પહેલાં બાઈડન એડમિનિસ્ટ્રેશને કહ્યું હતું કે તેને અફઘાનિસ્તાન છોડવું પડ્યું, કારણ કે અગાઉની સરકાર (ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન) પરિસ્થિતિને યોગ્ય રીતે સંભાળી શકી ન હતી.

·         2020-21 દરમિયાન યુએસ અને નાટોએ આખરે અફઘાનિસ્તાનમાંથી પીછેહઠ કરવાનું શરૂ કર્યું. 20 વર્ષના આ યુદ્ધમાં અમેરિકાએ 2 ટ્રિલિયન ડોલર એટલે કે લગભગ 150 લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા. એ દરમિયાન 2400 અમેરિકનો અને અન્ય દેશોના લગભગ 700 સૈનિકો માર્યા ગયા હતા.

·         આ યુદ્ધમાં 60 હજાર સૈનિકો અને 40 હજાર નાગરિકો સહિત કુલ એક લાખ અફઘાની પણ માર્યા ગયા હતા. કાબુલની સાથે સાથે તાલિબાને ફરી અફઘાનિસ્તાનની સત્તા પર કબજો જમાવ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post