• Home
  • News
  • ટ્રમ્પે રશિયાના જાસૂસી વિભાગને આતંકી હુમલાના ષડયંત્ર બાબતે માહિતી આપી
post

અમેરિકાના જાસૂસી વિભાગે રશિયામાં નવા વર્ષે થનારા આતંકી હુમલાને રોકવામાં મદદ કરી

Written By newsonline | Ahmedabad | Published: 2019-12-30 11:29:52

મોસ્કોઃ અમેરિકાના જાસૂસી વિભાગે રશિયામાં નવા વર્ષે થનારા આતંકી હુમલાને રોકવામાં મદદ કરી. રશિયાના ગૃહ મંત્રાલય ક્રેમલિને રવિવારે આ બાબતનો ખુલાસો કર્યો હતો. ક્રેમલિનના જણાવ્યા મુજબ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગત સપ્તાહે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીનને ફોન કર્યો અને આતંકીવાદી હુમલાના ષડયંત્રની માહિતી આપી. અમેરિકાના જાસૂસી વિભાગની આ માહિતીના આધારે રશિયાની ફેડરલ એજન્સીએ ષડયંત્ર રચનાર બે નાગરિકોની ધરપકડ કરી. ટ્રમ્પની આ મદદ માટે પુતિને તેમને ફોન કરીને શુભેચ્છા પાઠવી.

ક્રેમલિને તેમના ઓફિશિયલ નિવેદનમાં બંને નેતાઓની વાતચીત વિશે વધુ જાણકારી આપી નથી. જોકે એમ કહ્યું કે બંને નેતાઓએ પાર્ટનરશીપ હિતના ઘણાં મુદ્દાઓ પર ચર્ચા કરી અને દ્વિપક્ષીય સંબંધ વધારવા અને આતંકની વિરુદ્ધ સાથ જાળવી રાખવી માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

2014માં રશિયાએ યુક્રેનના ક્રીમિયા દ્વીપકલ્પનો મોટો હિસ્સો પોતાના કબ્જામાં લીધો હતો. ત્યારે અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ રશિયા પર પ્રતિબંધોની જાહેરાત કરી હતી. જોકે ટ્રમ્પે ઓબામાની વિરુદ્ધના પોતાના ચૂંટણી અભિયાનમાં ઘણી વાર રશિયાના રાષ્ટ્રપતિના સમર્થનમાં નિવેદન આપ્યું હતું. રશિયા પર અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં દખલગીરી કરવાના આરોપ લાગ્યા. તેમ છતાં 2016માં રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ ટ્રમ્પે બંને દેશોના સંબંધો સારા કરવા બાબતે ભાર મૂક્યો.

પ્રથમ વાર એવું બન્યું નથી કે ટ્રમ્પ અને પુતિનની વચ્ચે ફોન પર વાતચીત થઈ હોય. આ પહેલા બંને નેતાઓએ સીરિયા, પરમાણુ ડીલ, ઉતર કોરિયા અને વેપાર સહિતની બાબતો પર વાત કરી ચૂક્યા છે. ડિસેમ્બર 2017માં પણ ટ્રમ્પે પુતિનને સેન્ટ પીટર્સબર્ગમાં આતંકીઓના ષડયંત્ર અંગે માહિતી આપી હતી. તે વખતે પણ પુતિને ફોન લગાવીને અમેરિકાના રાષ્ટ્રપતિને શુભેચ્ઠા પાઠવી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post