• Home
  • News
  • ટ્રમ્પ તમામ આરોપોમાંથી મુક્ત, સંકટમાંથી બચનારા ત્રીજા અમેરિકન રાષ્ટ્રપતિ
post

સેનેટમાં થયેલા મતદાનમાં પહેલા આરોપના સમર્થનમાં 52, વિરોધમાં 48 મત પડ્યાં, બીજા આરોપમાં 53-47થી જીત મળી

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-06 10:21:51

વોશિંગ્ટનઃ અમેરિકન સંસદના ઉપલા ગૃહ સેનેટમાં બુધવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મહાભિયોગના તમામ આરોપોમાંથી મુક્ત થઈ ગયા છે. તેમની પર સત્તાનો દૂરઉપયોગ કરવા અને કોંગ્રેસ(અમેરિકન સંસદ)ના કામમાં અડચણ ઊભી કરવાનો આરોપ હતો. સેનેટમાં રિપ્બલિકન્સ(ટ્રમ્પની પાર્ટી)ની બહુમતી છે. જો કે, સત્તાનો દુરઉપોયગ કરવાના આરોપમાં ટ્રમ્પને 52-48 અને કોંગ્રેસના કામમાં અડચણ ઊભી કરવાના આરોપમાં 53-47 મત મળ્યા હતા. મહાભિયોગના સંકટથી નીકળનારા ટ્રમ્પ અમેરિકન ઈતિહાસના ત્રીજા રાષ્ટ્રપતિ છે.

મહાભિયોગનો પ્રસ્તાવ ડેમોક્રેટ લાવ્યા હતા
18
ડિસેમ્બરે નીચલા ગૃહ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ મૂક્યો હતો. આરોપ હતો કે તેમણે યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર જેલેન્સ્કી પર 2020માં ડેમોક્રેટિક પાર્ટીના સંભવીત ઉમેદવાર જો બિડેન અને તેમના દીકરા વિરુદ્ધ ભ્રષ્ટાચારની તપાસ માટે દબાણ કર્યું હતું. બિડેનના દીકરા યૂક્રેનની એક ઉર્જા કંપનીમાં ઓફિસર છે. એવો પણ આરોપ હતો કે ટ્રમ્પે તેમના રાજકીય લાભ માટે યૂક્રેનને મળનારી આર્થિક મદદને અટકાવી હતી.

ત્રણ સદીમાં 3 રાષ્ટ્રપતિઓ પર મહાભિયોગ
અમેરિકાના 243 વર્ષોના ઈતિહાસમાં ત્રીજી વખત હતું, જ્યારે કોઈ રાષ્ટ્રપતિ પર મહાભિયોગની કાર્યવાહી થઈ હતી. 19મી સદીમાં એડ્રયૂ જોનસન, 20મી સદીમાં બિલ ક્લિન્ટન પર મહાભિયોગ ચલાવ્યો હતો. 21મી સદીમાં ટ્રમ્પ પર મહાભિયોગની કાર્યવાહી થઈ હતી. જેનાથી પૂર્વ જે બન્ને રાષ્ટ્રપતિઓ પર મહાભિયોગ ચલાવાયો હતો, તે બીજા કાર્યકાળમાં ચલાવાયો હતો, જ્યારે ટ્રમ્પ પર તેમના પહેલા કાર્યકાળમાં મહાભિયોગ ચલાવાયો છે.

ટ્રમ્પ પહેલા બે રાષ્ટ્રપતિઓ પર મહાભિયોગ શા માટે ચલાવાયો

·         17માં રાષ્ટ્રપતિ ડેમોક્રેટિક પાર્ટીના જોનસન વિરુદ્ધ ગુનો અને દુરાચારના આરોપોમાં હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં મહાભિયોગ પ્રસ્તાવ પાસ થયો હતો. સેનેટમાં જોનસનના પક્ષમાં મતદાન થયું હતું અને તેઓ રાષ્ટ્રપતિ પદ પરથી હટવાથી બચ્યા હતા. આવી રીતે 42માં રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનને જ્યુરી સામે ખોટા સાક્ષી બનવા અને ન્યાય આપવામાં અડચણ ઊભી કરવાના કેસમાં મહાભિયોગનો સામનો કરવો પડ્યો હતો.

·         1974માં રાષ્ટ્રપતિ નિક્સન પર તેમના એક વિરોધીની જાસૂસી કરવાનો આરોપ લગાવાયો હતો. પરંતુ મહાભિયોગ પહેલા તેમને રાજીનામું આપી દીધું હતું. કારણ કે તેમને ખબર હતી કે સેનેટમાં કેસ જશે તો રાજીનામું આપવું પડશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post