• Home
  • News
  • ટ્રમ્પના ભાષણમાં વિવેકાનંદથી લઇને કોહલીનો ઉલ્લેખ, પાંચ નામનું ખોટુ ઉચ્ચારણ, હિન્દીમાં ટ્વિટ કર્યું તેમાં પણ ભૂલ
post

રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું- આ એ દેશ છે જ્યાં લગભગ દર વર્ષે 2 હજાર ફિલ્મ બને છે, આ ક્રિએટીવ લોકોનું હબ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-25 10:04:50

અમદાવાદ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. અહીં તેમણે વડાપ્રધાન મોદી સાથે નમસ્તે ટ્રમ્પકાર્યક્રમમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના સંબોધનમાં સચિન તેંડુલકરથી લઇને શોલે-DDLJ અને મહાત્મા ગાંધીથી લઇને સ્વામી વિવેકાનંદનો ઉલ્લેખ કર્યો હતો. ભાષણમાં ટ્રમ્પે પાંચ નામનું ઉચ્ચારણ ખોટું કર્યું હતું. જોકે ટ્રમ્પે ભાષણમાં જ્યારે જ્યારે આ ભારતી હસ્તિઓનો ઉલ્લેખ કર્યો, ત્યાં ઉપસ્થિત લોકોએ ખુશી વ્યક્ત કરી હતી.

રાષ્ટ્રપતિ ટ્રમ્પના ભાષણમાં બોલીવુડ અને ક્રિકેટ
‘’
આ એ દેશ છે જ્યાં દર વર્ષે લગભગ 2 હજાર ફિલ્મો બને છે. આ ક્રિએટીવ અને કાબેલ લોકોનું હબ છે જેને બોલીવુડ તરીકે ઓળખવામાં આવે છે. દુનિયાભરમાં લોકો અહીંના ભાંગડા, સંગીત , નૃત્ય, રોમાન્સ અને ડ્રામાનો લુત્ફ ઉઠાવે છે. ક્લાસિકલ ભારતીય ફિલ્મો જેવી દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, શોલેની મજા લે છે.

આ એ દેશ છે જ્યાં તમે સૌથી મોટા ક્રિકેટર્સને ચીયર કરો છો. તેમાં સચિન તેંડુલકરથી લઇને વિરાટ કોહલી સામેલ છે. તેઓ મહાન છે.
મહાન ધર્મગુરૂ સ્વામી વિવેકાનંદે એક વખત કહ્યું હતું કે જ્યારે પણ હું સન્માનના ભાવ સાથે કોઇ વ્યક્તિ સામે ઉભો રહું છું તો મને તેમાં ભગવાન દેખાય છે. એ ક્ષણે હું ફ્રી થઇ જઉં છું.

હું અને ફર્સ્ડ લેડી મેલાનિયા મહાત્મા ગાંધીના આશ્રમ ગયા હતા. ત્યાંથી ગાંધીએ સોલ્ટ માર્ચ શરૂ કરી હતી. કાલે દિલ્હીમાં આ મહાન નેતાના સમાધિસ્થળે રાજઘાટ જઇશું.

આ એ દેશ છે જેણે મહાન દેશભક્ત સરદાર પટેલના નામે વિશ્વનું સૌથી ઉંછું સ્ટેચ્યૂ બનાવ્યું છે.

 ઓબામાના 5 વર્ષ બાદ ટ્રમ્પે DDLJનો ઉલ્લેખ કર્યો

શાહરૂખ ખાન અને કાજોલની ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાએંગેપહેલી એવી ફિલ્મ છે જેનો ઉલ્લેખ અમેરિકાના બે રાષ્ટ્રપતિ કરી ચૂક્યા છે. 27 જાન્યુઆરી 2015ના અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ભારત યાત્રા દરમિયાન દિલ્હીના સિરીફોર્ટ ઓડિટોરિયમમાં ભાષણ આપ્યું હતું. ત્યારે હળવાશમાં ઓબામાએ સેનોરિટા..બડે-બડે શહેરો મેં..કહ્યું હતું. આ DDLJ ફિલ્મનો એક ફેમસ ડાયલોગ છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post