• Home
  • News
  • ટ્રંપની મુશ્કેલી વધી, ફ્લોરિડાના રિસોર્ટમાં રહેવા દેવા માટે તૈયાર નથી તેના પાડોશી ધનકૂબેરો
post

માર-અ-લાગો ફ્લોરિડાના પામ બીચ પર આવેલી એક ઐતિહાસિક જગ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-22 11:43:15

અમેરિકી પ્રમુખ તરીકે બાઈડેન શપથ લે તે પહેલાં જ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઈટ હાઉસ છોડીને પોતાના ફ્લોરિડા ખાતેના માર-અ-લાગો નામના પામ બીચ ઉપરના ભવ્ય રિસોર્ટમાં પહોંચી ગયા છે. હાલમાં તેઓ આ રિસોર્ટમાં જ રહેવાના છે અને આગામી આયોજનો થાય ત્યારબાદ અહીંયા રહેવા કે જવા અંગે નિર્ણય લેવાશે તેવો સૂત્રોમાં ગણગણાટ છે.

ટ્રમ્પની માલિકીનું આ રિસોર્ટ અત્યારે વિવાદનું કારણ બનેલું છે. ટ્રમ્પના આ બીચ રિસોર્ટની આસપાસ ઘણા ધનકૂબેરોના મકાનો આવેલા છે અને તેઓ જણાવે છે કે, આ વિસ્તાર લોકશાહીને માન આપનારો છે અને ટ્રમ્પના અહીંયા રહેવાથી તેમને ઘણી સમસ્યાઓ થાય તેમ છે. તેઓ કાયમી ધોરણે ટ્રમ્પને આ રિસોર્ટમાં રહેવા દેવાની તરફેણમાં નથી. સૂત્રોના મતે કેટલાકે તો આ મુદ્દે કોર્ટમાં જવાની પણ તૈયારીઓ કરી લીધી છે.

જાણકારોના મતે ટ્રમ્પ હવે અમેરિકાના એક્સ પ્રેસિડેન્ટ છે. તેના માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા અને પ્રોટોકોલ રાખવામાં આવશે. આ કારણે આસપાસના લોકોને મુશ્કેલી પડે શક્યતાઓ જોવાઈ રહી છે. તે ઉપરાંત એવી પણ દલીલ કરવામાં આવી રહી છે કે, ૧૯૯૦માં આ મુદ્દે એક કોર્ટ કેસમાં ટ્રમ્પનો પરાજય થયો હતો. તેણે માર-અ-લાગોને પોતાના પ્રાઈવેટ હાઉસના બદલે પ્રાઈવેટ ક્લબમાં બદલી કાઢયું હતું. તેના પગલે હવે પામ બીચ ઓથોરિટીને અપીલ કરવામાં આવી છે કે, ટ્રમ્પ જો અહીંયા રહેવા માગતા હોય તો તેમણે પહેલાં પોતાના તમામ પ્રોટોકોલ જાહેર કરવા પડશે. તે ઉપરાંત કોર્ટ અને કાયદાકીય ખાતાઓની પરવાનગી લઈને આ પ્રાઈવેટ ક્લબ અને રિસોર્ટને ફરીથી પોતાના પ્રાઈવેટ હોમમાં પરિવર્તિત કરાવવું પડશે.

શું છે માર-અ-લાગો રિસોર્ટ?

માર-અ-લાગો ફ્લોરિડાના પામ બીચ પર આવેલી એક ઐતિહાસિક જગ્યા છે. ૧૯૨૭માં તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ૧૨૬ રૂમ ધરાવતી આ ઈમારતમાં એક તરફ માર-અ-લાગો પ્રાઈવેટ ક્લબ છે. તેમાં મેમ્બરશિપના આધારે લોકોને પ્રવેશ આપવામાં આવે છે. ૧૯૮૫માં ડોનાલ્ડ ટ્રમ્પે ૭૩ કરોડ રૂપિયામાં તેને ખરીદી લીધી હતી. ટ્રમ્પ દ્વારા સમયાંતરે તેનો ઉપયોગ સમય પસાર કરવા માટે અને પરિવાર સાથે રજાઓ માણવા માટે કરવામાં આવે છે. હાલમાં ટ્રમ્પ અહીંયા પહોંચી ગયા છે અને કેટલો સમય રહેશે તે અંગે સસ્પેન્સ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post