• Home
  • News
  • ટ્રમ્પે કહ્યું- બાઈડનના શપથમાં હું સામેલ નહીં થવું, મારા 7.5 કરોડ વોટર્સની સાથે અન્યાય ન થવો જોઈએ; હિંસા બાદ બીજી વખત મહાભિયોગ લાવવા પર થઈ રહ્યો છે વિચાર
post

ડેમોક્રેટિક અને રિપબ્લિકન બંને પાર્ટીના સાંસદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હટાવવાની માગ કરી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-09 11:50:55

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અંતે જો બાઈડનને સત્તા આપવા માટે તૈયાર થઈ ગયા છે. જો કે તેઓએ તે વાત પણ સ્પષ્ટ કરી છે કે તેઓ 20 જાન્યુારીએ નવા રાષ્ટ્રપતિ જો બાઈડનના શપથ ગ્રહણ સમારંભમાં ઉપસ્થિતિ નહીં થાય. વોશિંગ્ટન ડીસીમાં ગુરૂવારે થયેલી હિંસા પછી ટ્રમ્પના તેવર ઓછા થતાં નથી જોવા મળી રહ્યાં.

તો બીજી બાજુ ડેમોક્રેટિક અને રિપબ્લિકન બંને પાર્ટીના સાંસદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હટાવવાની માગ કરી રહ્યાં છે. પ્રતિનિધિ સભાના અધ્યક્ષા નેન્સી પેલોસીએ કહ્યું કે જો ટ્રમ્પને હટાવવામાં ન આવ્યા તો પ્રતિનિધિ સભા તેમના વિરૂદ્ધ મહાભિયોગનો બીજો પ્રસ્તાવ લાવવા અંગે વિચારી કરશે. ટ્રમ્પનો કાર્યકાળ પૂરો થવામાં બે સપ્તાહથી પણ ઓછો સમય રહ્યો છે, તેમ છતાં સાંસદ અને ત્યાં સુધી કે તેમના પ્રશાસનના કેટલાંક લોકો પણ બુધવારની હિંસાને લઈને આ ચર્ચા કરી રહ્યાં છે કે કેમકે પહેલાં તો ટ્રમ્પે યુએસ કેપિટલમાં પોતાના સમર્થકોના હિંસક હોબાળાની નિંદા કરવાનો ઈનકાર કર્યો અને બાદમાં તેના પર ચોખવટ કરતા જોવા મળ્યા. ટ્રમ્પ પ્રશાસનના વરિષ્ઠ અધિકારી 25માં સંશોધનની કલમ 4 મુજબ પોતાની કેબિનેટમાંથી તેમને પરાણે હટાવવાની સંભાવના પર વિચાર કરી રહ્યાં છે.

ટ્રમ્પ બાઈડનના શપથ સમારંભમાં સામેલ નહીં થાય
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ 20 જાન્યુઆરીએ અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ જો બાઈડનના શપથ ગ્રહણ સમારંભમાં સામેલ નહીં થાય. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આ અંગે જાણકારી આપી.

ટ્રમ્પે લખ્યું, "આ તે બધાં માટે છે જે મને પૂછી રહ્યાં છે- હું 20 જાન્યુઆરીએ થનારા શપથ ગ્રહણ સમારંભમાં ઉપસ્થિત નહીં રહું." તેના એક કલાક પહેલાં પણ ટ્રમ્પે એક પોસ્ટમાં લખ્યું હતું કે, "મને વોટ આપનારા 7.5 કરોડ ગ્રેટ અમેરિકનની સાથે હું હંમેશા રહીશ. બધાંએ અમેરિકા ફર્સ્ટ અને મેક અમેરિકા ગ્રેટ અગેઈન માટે કામ કર્યું છે. તેના સાથે કોઈ અન્યાય ન થવો જોઈએ."

ટ્રમ્પના સાથી પણ તેમનો સાથ છોડી રહ્યાં છે સંસદ ભવનમાં થયેલી હિંસાના જવાબદાર ગણતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સહયોગી તેમનો સાથો છોડી રહ્યાં છે, અને રાજીનામાં આપી રહ્યાં છે. માંગ ઊઠી છે કે ટ્રમ્પનો 12 દિવસનો કાર્યકાળ પણ પૂરો કરવા ન દેવો જોઈએ. તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બ્લોક થઈ ગયેલા ટ્રમ્પે એક નવો વીડિયો જાહેર કર્યો, જેમાં પહેલી વખત હિંસાની નિંદા કરી અને ફરી વખત કહ્યું કે- 20 જાન્યુઆરીએ પાવર ટ્રાઝિશન એટલે કે સત્તા હસ્તાંતરણ નિયમો મુજબ જ થશે. આ સાથે જ વોશિંગ્ટન ડીસીની સુરક્ષાને ભીડ તંત્રથી બચાવવા માટે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી રહ્યાં છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post