• Home
  • News
  • ટ્રમ્પે સ્પીકર પેલોસી સાથે હાથ ન મિલાવ્યો, ભાષણ પુરુ થતા જ પેલોસીએ તેમના સંબોધનની કોપી ફાડી
post

ટ્રમ્પે ત્રીજી વખત સ્ટેટ ઓફ ધ યુનિયનના સંબોધનમાં બંને હાઉસના સાંસદોને સંબોધિત કર્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-05 11:32:57

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સંસદના બંને હાઉસના સત્રને સંબોધિત કર્યું. ટ્રમ્પનું ત્રીજું સ્ટેટ ઓફ યુનિયન સંબોધન રહ્યું. વખતે સ્ટેટ ઓફ યુનિયનની થીમઈટ્સ ગ્રેટ અમેરિકન કમબેક’. ટ્રમ્પ સંબોધન શરૂ કરે તે પહેલા સ્પીકર નૈંસી પૈલોસીએ તેમનું અભિવાદન કરવા માટે હાથ લંબાવ્યો, જોકે ટ્રમ્પે અંગે ધ્યાન આપ્યું. ચીનની સાથેના અમેરિકાના સંબધો પર વાત કરતા ટ્રમ્પે કહ્યું કે ચીને આપણો દસ વર્ષ સુધી ફાયદો ઉઠાવ્યો, જોકે તેને આપણે અટકાવી દીધું. ટ્રમ્પના ભાષણ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ માઈક પેંસે ઘણી વખત ઉભા થઈને તાળીઓ પાડી, જ્યારે સ્પીકર નૈંસી પેલોસી પોતાની જગ્યા પર બેસી રહી. બાદમાં જેવું ટ્રમ્પનું ભાષણ પુરુ થયું કે તરત પેલોસીએ સંસદમાં બધાની સામે તેમના સંબોધનની કોપી ફાડી નાંખી.

 

સ્ટેટ ઓફ યુનિયના મખ્ય અંશ

·         ટ્રમ્પે કોરોનાવાયરસની સમસ્યા પર કહ્યું કે અમે ચીન સરકારની સાથે મળીને તેનો ઉપાઈ શોધી રહ્યાં છે. મારી સરકાર નાગરિકોને કોરોનાવાયરસથી બચાવવા માટે શકય તમામ પગલા ભરી રહી છે.

·         ચીને દસકા સુધી અમેરિકાનો ફાયદો ઉઠાવ્યો, અમે તેને રોકયો. દરમિયાન ચીને રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને તેની સરકારની સાથે અમારા સંબંધો ખૂબ સારા થયા છે.

·         ટ્રમ્પે કહ્યું મેં રાષ્ટ્રપતિ પદ સંભાળતાની સાથે અમેરિકાની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાની કોશિશ ઝડપી કરી. મેં નોકરીઓ ખત્મ કરનાર નિયમોમાં ફેરફાર કર્યો. ટેક્સમાં મોટો ઘટાડો કર્યો. સિવાય ઈમાનદાર બિઝનેસ ડિલ માટે લડાઈ લડી.

·         અમારા સાહસિક અભિયાનોના કારણે અમેરિકા વિશ્વમાં ઓઈલ અને નેચરલ ગેસના ઉત્પાદનમાં નંબર-1 થઈ ગયું છે.

·         ટ્રમ્પે વેનેઝુએલાના વિપક્ષના નેતા જુઆન ગાઈદોનું સ્ટેટ ઓફ યુનિયનમાં સ્વાગત કર્યું. કહ્યું- વેનેઝુએલાના ડાબેરી નેતા નિકોલસ માદુરોનો ઝુલમ ઝડપથી પુરો થશે.

·         અમેરિકાની આઝાદીને સુરક્ષિત રાખવા માટે અમે મિલિટ્રીમાં 2.2 ટ્રિલિયન ડોલર(156 લાખ કરોડ રૂપિયા)નું રોકાણ કર્યું છે. અમે અમેરિકામાં બનેલા વિમાન, મિસાઈલ, રોકેટ, શિપ અને ઘણી સારી વસ્તુઓ ખરીદી છે. ટ્રમ્પે મિલિટ્રીમાં રોકાણના જે આંકડાઓ જણાવ્યા તે ભારતની અર્થવ્યવસ્થાથી ઘણા વધારે છે.

·         ત્રણ વર્ષ પહેલા ISના આતંકવાદીઓની પાસે ઈરાક અને સીરિયાની 20,000 વર્ગ મીલ જમીન હતી. આજે ISને 100 ટકા ખત્મ કરવામાં આવ્યું છે અને તેમનો નેતા અબુ બકર અલ-બગદાદી પણ મોતને ભેટ્યો છે.

કાલે ટ્રમ્પના મહાભિયોગ પર પણ વોટિંગ

અમેરિકાના સીનેટમાં ગુરુવારે(સ્થાનિક સમય મુજબ બુધવારે) ટ્રમ્પના મહાભિયોગ પ્રસ્તાવ પર વોટિંગ થશે. તેમાં ટ્રમ્પ પોતાની વિરુદ્ધના આરોપો પર પણ બોલીને સાંસદોને પોતાના પક્ષમાં વોટ કરવા માટે મનાવી શકે છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post