• Home
  • News
  • ટ્રમ્પે કહ્યું- સ્ટોક માર્કેટ અને ઈકોનોમિમાં સુસ્તી, દેશ મંદી તરફ વળી શકે છે
post

ડોનાલ્ડ ટ્રમ્પે એ પણ કહ્યું- એક વખત આપણે અર્થવ્યવસ્થાને સારી કરી હતી, તમે ફરી તેમાં જબરજસ્ત ઉછાળો જોશો

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-17 11:26:52

વોશિંગ્ટનઃ કોરાનાવાઈરસના કારણે અમેરિકાની અર્થવ્યવસ્થા પર ખતરો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું બીમારીના ખતરાને કારણે દેશની અર્થવ્યવસ્થા મંદી તરફ હજી વધુ વધી શકે છે. પ્રેસ કોન્ફોરન્સમાં મંદી પર કરવામાં આવેલા સવાલના જવાબમાં ટ્રમ્પે કહ્યું મને એવું લાગે છે કે સ્ટોક માર્કેટ અને ઈકોનોમિમાં એક પ્રકારની જડતા આવી ગઈ છે. એક વખત અમે તેને સારી કરી હતી. પરિસ્થિતિઓ ઠીક થયા બાદ એક વખત ફરી તમે તેમાં જોરદાર ઉછાળો જોવા મળશે.

ટ્રમ્પનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અધિકારીઓએ શહેરોમાં રેસ્ટોરન્ટ સહિત ઘણી જગ્યાઓને બંધ કરી દીધી છે. તેની ખાસી અસર બિઝનેસ પર જોવા મળી છે. ન્યુઝપેપર ધ હિલના જણાવ્યા મુજબ અચાનક થયેલા શટડાઉનથી બરોજગારી વધી શકે છે અને લોકોની ખર્ચ પ્રવૃતિ ઘટી શકે છે.

અમેરિકાના બજારોમાં સતત ઘટાડો

અમેરિકાના બજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમાવારે વોલ સ્ટ્રીટનો ઈન્ડેક્સ ડાઉ જોન્સ 3 હજાર અંક ઘટીને બંધ થયો હતો. તાજેતરમાં જ અમેરિકાની ફેડરલ રિઝર્વ બેન્કે(ફેડ) બેન્ચમાર્ક વ્યાજ દર 0થી 0.25 ટકા કરી દીધો છે. આ પહેલા તે 1 ટકાથી 1.25 ટકા હતો. અમેરિકાની કેન્દ્રીય બેન્કે વ્યાજ દરમાં 1 ટકા ઘટાડો કર્યો છે. અગાઉ 3 માર્ચે ફેડે વ્યાજ દરમાં 0.5 ટકાનો ઘટાડો કર્યો હતો. ફેડે અમેરિકાની અર્થવ્યવસ્થામાં 700 અબજ ડોલર ઉમેરવાનો પણ નિર્ણય કર્યો છે. તેણે 500 અબજ ડોલર અને 200 અબજ ડોલરના સરકારી બોન્ડ ખરીદવાની જાહેરાત પણ કરી છે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post