• Home
  • News
  • ટ્રમ્પે કહ્યું- એસ્ટ્રાજેનેકાની વેક્સીન ફેઝ-3ના ટ્રાયલમાં પહોંચી, 30 હજાર લોકો પર ટ્રાયલ થશે; વિશ્વમાં 2.56 કરોડ કેસ
post

અમેરિકામાં 62 લાખથી વધુ સંક્રમિત, અત્યાર સુધીમાં 1.87 લાખના મોત

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-01 10:14:00

વિશ્વમાં કોરોનાવાઈરસના અત્યાર સુધીમાં 2 કરોડ 56 લાખ 21 હજાર 925 મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. તેમાંથી 1 કરોડ 79 લાખ 22 હજાર 92 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 68 લાખ 45 હજાર 604 દર્દીઓ એવા છે, જેમની સારવાર ચાલી રહી છે. આ આંકડો www.worldometers.info/coronavirus મુજબ છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું અસ્ટ્રાજેનેકાની વેક્સીન ફેઝ-3ના ટ્રાયલ પર પહોંચી ગઈ છે. ઝડપથી ફેઝ-3ની બીજી વેક્સીનની સાથે જ તેને પણ અનુમતી મળશે. અમે એ કામ કરી રહ્યાં છે, જેને લોકો અશકય માનતા હતા. અસ્ટ્રાજેનેકાની વેક્સીનને ઓક્સફોર્ડ યુનિવર્સિટીના રિસચર્સે વિકસિત કરી છે. કંપનીએ કહ્યું કે ફેઝ-3ના ટ્રાયલમાં અમેરિકામાં 80 જગ્યાઓએ લગભગ 30 હજાર વોલેન્ટિયરોને સામેલ કરવામાં આવશે. અમેરિકામાં બે કંપનીઓ મોડર્ના અને ફાઈઝરની વેક્સીન પણ ફેઝ-3ના ટ્રાયલ પર છે. બંને કંપનીઓ 30 હજાર વોલેન્ટિયર પર ટ્રાયલ કરી રહી છે.

10 દેશોમાં કોરોનાની અસર સૌથી વધુ

દેશ

સંક્રમિત

મોત

સાજા થયા

અમેરિકા

62,11,682

1,87,736

34,55,941

બ્રાઝીલ

39,10,901

1,21,515

30,97,734

ભારત

36,87,939

65,435

28,37,377

રશિયા

9,95,319

17,176

809,387

પેરૂ

6,47,166

28,788

4,55,457

સાઉથ આફ્રિકા

6,27,041

14,149

5,40,923

કોલંબિયા

6,15,168

19,663

4,59,475

મેક્સિકો

5,95,841

64,158

4,12,580

સ્પેન

4,62,858

29,094

ઉપલબ્ધ નથી

અર્જેન્ટીના

4,17,735

8,660

3,01,195

જાપાનઃ ભારત માટે ઈમરજન્સી લોન વધારી
જાપાને કોરોના મહામારી સામે લડવા માટે ભારત માટે ઈમરજન્સી લોન વધારી છે. જાપાને સોમવારે કહ્યું કે તેણે 50 અરબ યેન(લગભગ 34 અબજ રૂપિયા)ની ઈમરજન્સી લોન વધારી છે. આ લોન પર વાર્ષિક 0.01 ટકાનું વ્યાજ મળશે અને તે 15 વર્ષ માટે હશે. જાપાનમાં અત્યાર સુધીમાં 67 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે અને એક હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.

ઈઝરાયલઃ2576 નવા કેસ
ઈઝરાયલમાં 24 કલાકમાં કોરોના સંક્રમણના 2576 નવા કેસ નોંધાયા છે. જ્યારે 20 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 1 લાખ 16 હજાર 596 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને 939 લોકોના મોત થયા છે. દેશમાં ગંભીર દર્દીઓની સંખ્યા 437 છે. અત્યાર સુધીમાં 95 હજાર 9 લોકો સાજા થઈ ચૂક્યા છે. મહામારીના કારણે દેશમાં બેરોજગારી વધી ગઈ છે. ફેબ્રુઆરીમાં અહીં બેરોજગારી દર 3.9 ટકા હતો, તે હવે વધીને 20.7 ટકા થયો છે. તેના પગલે પણ લોકો નેતન્યાહૂ સરકારથી નારાજ છે.

બ્રાઝીલઃ અત્યાર સુધીમાં 1.21 લાખ લોકોના મોત
બ્રાઝીલમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં 1.21 લાખ લોકોના મોત થઈ ચૂક્યા છે. અહીં છેલ્લા 24 કલાકમાં 553 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સતત પાંચમો દિવસ છે, જેમાં મોતનો આંકડો એક હજારથી ઓછો રહ્યો છે. અહીં એક દિવસમાં 45 હજાર 961 નવા કેસ આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 39 લાખથી વધુ લોકો સંક્રમિત છે. અહીં સૌથી વધુ પ્રભાવિત સાઓ પાઉલોમાં મોતનો આંકડો 30 હજારને વટાવી ગયો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post