• Home
  • News
  • ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું- કોરોનાની સમસ્યા દૂર ન થાય ત્યાં સુધી કોઈ ચૂંટણી રેલી કરીશું નહિ, મતદાતાઓના સંપર્ક માટે ટેલિફોનિક રેલી શરૂ કરી
post

મહામારીનો પ્રોટોકોલ ન માનવા બદલ રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટીકા કરવામા આવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-20 10:22:02

વિસ્કોન્સિન: અમેરિકાના રાષ્ટ્રપિત ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની તમામ ચૂંટણી રેલીઓને બંધ રાખવાનો નિર્ણય લીધો છે. રેલીઓની જગ્યાએ તેઓ મતદારો સાથે ટેલિફોનથી જોડાશે. આ રેલીને ટેલિફોન-રેલી અથવા ટેલી-રેલી નામ આપવામાં આવ્યું છે. કોરોના સંક્રમણના પગલે ચારેબાજુએથી ટીકા થયા બાદ તેમણે આ નિર્ણય લીધો છે. તેઓ સતત મહામારીનો પ્રોટોકોલ તોડતા આવ્યા છે. જોકે હવે એવું લાગી રહ્યું છે કે તેઓ બેકફુટ પર છે. તાજેતરમાં જ તેમણે માસ્ક પણ પહેર્યું હતું.

ટ્રમ્પે કહ્યું અમારી પાસે વિશ્વનો સૌથી સારો ટેસ્ટિંગ પ્રોગ્રામ
ટ્રમ્પે શુક્રવારે વિસ્કોન્સિનમાં પોતાની પ્રથમ ટેલી રેલીમાં કહ્યું હું તમારી સાથે રહેવા માંગું છું. આપણે વેક્સીન બનાવવા અને સારવાર શોધવાની દિશામાં ખૂબ જ સારું કામ કરી રહ્યાં છીએ. પરંતુ જ્યાં સુધી આ સમસ્યા દૂર નહિ થાય ત્યાં સુધી મોટા પાયે રેલી કરવી મુશ્કેલ બનશે, આ કારણે હું ટેલીફોનિક રેલીઓ કરી રહ્યો છું. અમે આ રેલીઓને પણ ટ્રમ્પ રેલી કહીશું, જોકે આ રેલીઓને ટેલિફોન દ્વારા કરીશું. ટ્રમ્પે અમેરિકાના કોરોનાવાઈરસ ટેસ્ટિંગ પ્રોગ્રામની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે આ વિશ્વનો સૌથી સારો પ્રોગ્રામ છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 5 કરોડથી વધુ લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો છે.

ટુલસામાં થયેલી પ્રથમ રેલીની પણ વાત કરી
ટ્રમ્પે ટેલી રેલીમાં ટુલસામાં થયેલી પોતાની પ્રથમ રેલીની પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે આ રેલી યાદગાર રહી હતી. તમામ અડચણો છતાં ત્યાં મોટા પ્રમાણમાં લોકો આવ્યા હતા. કોરોના સંક્રમણની વચ્ચે 20 જૂને ઓકલાહોમાના ટ્લસમાં રેલી કરવા પર ટ્રમ્પ સવાલોથી ઘેરાઈ ગયા હતા. કોરોનાના સંક્રમણના પગલે તેમની રેલીમાં ખૂબ જ ઓછો લોકો ગયા હતા. અમેરિકન મીડિયાના જણાવ્યા મુજબ માત્ર 6 હજાર લોકો જ રેલીમાં હાજર રહ્યાં હતા. ટ્રમ્પની રેલીમાં સોશિયલ ડિસ્ટન્સિંગના કોઈ નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું.

રેલીમાં ઘણા લોકો સંક્રમિત થયા હતા
ટ્રમ્પના ઈલેક્શન કેમ્પેનના જણાવ્યા મુજબ ટુલસા રેલીની તૈયારી કરનારી ટીમના છ સભ્યો કોરોના પોઝિટિવ થયા હતા. વોશિંગ્ટન પોસ્ટના જણાવ્યા મુજબ ટુલસા રેલી પછી અમેરિકાના ઘણા સિક્રેટ સર્વિસ અધિકારીઓએ પોતાને 14 દિવસ માટે ક્વોરેન્ટાઈન કર્યા હતા. તેમાંથી બે કોરોના પોઝિટિવ હતા. અમેરિકામાં અત્યાર સુધીમાં સંક્રમણના 38 લાખ 33 હજાર 271 કેસ પ્રકાશમાં આવ્યા છે અને 1 લાખ 42 હજાર 877 લોકોના મોત થયા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post