• Home
  • News
  • કોરોનાની મહામારી અંગે કડક વલણ, ટ્રમ્પે કહ્યું, ‘જો ચીને વાઇરસ ફેલાવ્યો હશે તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે’
post

ઘણા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે- કોરોના ચીનના વુહાનની એક પ્રયોગશાળામાં પ્રયોગશાળામાંથી ઉત્પન્ન થયો અને દુનિયામાં ફેલાયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-20 09:54:15

વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાઈરસની મહામારી અંગે ચીન વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું છે. ટ્રમ્પે ધમકી આપી છે કે જો ચીન કોરોના વાઈરસ ફેલાવવા બદલ જવાબદાર છે અને તે તેના વિશે વાકેફ હશે તો તેણે પરિણામ ભોગવવાં પડશે. ચીન દ્વારા કોરોના બીમારીનો સામનો કરવા અંગે અસંતોષ વ્યક્ત કરતા ટ્રમ્પે આરોપ મૂક્યો હતો કે આ મુદ્દે ચીન દ્વારા અમેરિકા સાથે અપારદર્શક વર્તન કરાયું અને શરૂઆતમાં તેની સાથે સહયોગ ન કરાયો. ટ્રમ્પે કહ્યું કે જો તે જાણીજોઈને તેને ફેલાવવા માટે જવાબદાર ઠરશે તો તેણે પરિણામો ભોગવવાં પડશે.

ચીને ટ્રમ્પના આરોપ નકાર્યા
તમે જાણો છો કદાચ 1917 પછી કોઈએ આટલા મોટા પાયે લોકોને મૃત્યુ પામતા નથી જોયાં. ટ્રમ્પે કહ્યું કે કોરોનાના દુનિયાભરમાં ફેલાવા પહેલાં સુધી ચીન સાથે તેમના સંબંધ સારા હતા. બીજી બાજુ વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાઈરોલોજી(ડબ્લ્યૂઆઈવી) લેબના ડિરેક્ટર યુઆન જિમિંગે પહેલીવાર કોરોના વાઇરસ ફેલાવવા અંગે ટ્રમ્પના આરોપોને નકારી કાઢ્યા હતા. યુઆન જિમિંગે કહ્યું કે આ ઘાતક વાઈરસ લેબમાં નથી બનાવાયો અને ન તો તેને કોઈ માનવી બનાવી શકે છે. અમારી પાસે રિસર્ચ માટે કોડ ઓફ કન્ડક્ટ છે. કોઈ રસ્તો જ નથી કે લેબથી વાઈરલ ફેલાય. આ દુ:ખદ છે કે કેટલાક લોકો પુરાવા વિના જ જાણીજોઈને જુઠ્ઠું બોલી રહ્યાં છે.

'તેમને ખબર હતી કે કંઈક ખોટું થઇ રહ્યું છે'

·         ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે, શું આ એક ભૂલ હતી, જે નિયંત્રણની બહાર થઇ ગઈ કે પછી આવું જાણી જોઈને કરવામાં આવ્યું હતું? મારા હિસાબે આ બંને વચ્ચે એક મોટો અંતર છે. મને લાગે છે કે તેમને ખબર હતી કે આ ખરાબ છે. જો દુનિયાને લાગે છે કે આના કંઈક સત્ય છે.

·         ટ્રમ્પે કહ્યું કે અમેરિકા એવા સમાચાર પર ધ્યાન આપી રહ્યું છે કે જેમાં કોરોનાવાયરસ ચીનના શહેર વુહાનની પ્રયોગશાળામાંથી ઉત્પન્ન થયો હોવાનો દાવો કરાયો છે. ચીન કહે છે કે અમે આની તપાસ કરી રહ્યા છીએ. ચાલો જોઈએ કે તેની તપાસમાં શું બહાર આવે છે. અમે આની પણ તપાસ કરી રહ્યા છીએ. ચીને કોરોના વિશે ચર્ચા કરવી જોઈએ

અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ પણ શનિવારે ચીન પર કોરોના સંબંધિત જાણકારી સંતાડવાનો આરોપ લગાવ્યો હતો. માઈકે કહ્યું કે, ચીને કોરોના વિશે આખી દુનિયા સાથે વાત કરવી જોઈએ. ચીન કહે છે કે તે સહયોગ કરશે. તો એ આવું કરવા માંગે છે તો તેણે દુનિયા અને દુનિયાભરના વૈજ્ઞાનિકોને કહેવું જોઈએ કે સંક્ર્મણ કેવી રીતે ચાલુ થયું અને દુનિયામાં કઈ રીતે ફેલાયું. જો ચીનમાં લોકશાહી સરકાર હોત, તો આવી માહિતી છુપાઇ ન હોત. પારદર્શિતાના અભાવને કારણે આવા જોખમો ઉભા થાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post