• Home
  • News
  • ટ્રમ્પ આજે અમદાવાદ પહોંચશે, મોદી સાથે 22 કિમીનો રોડ શો કરશે, 61 વર્ષમાં ભારત આવનાર 7માં અમેરિકન રાષ્ટ્રપતિ
post

અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં ભાગ લીધા પછી ટ્રમ્પ તાજમહેલ જોવા આગ્રા જશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-24 08:36:59

અમદાવાદ: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, પત્ની મેલેનિયા, દીકરી ઈવાન્કા અને તેમના જમાઈ જેરેક કુશ્નર આજે 11.40 વાગે બે દિવસની ભારત મુલાકાતે આવવાના છે. ટ્રમ્પની આ પહેલી ભારત મલાકાત છે. ટ્રમ્પ સૌથી પહેલા અમદાવાદ લેન્ડ કરવાના છે. અહીં તેઓ અંદાજે 230 મિનિટ રોકાશે, વડાપ્રધાન મોદી સાથે 22 કિમીનો રોડ શો કરશે અને મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં સામેલ થશે. છેલ્લા 61 વર્ષમાં ટ્રમ્પ ભારત આવનાર 7માં અમેરિકન રાષ્ટ્રપતિ છે. આ પહેલાંના રાષ્ટ્રપતિ બરાક ઓબામા બે વખત ભારત મુલાકાતે આવ્યા હતા.

અમદાવાદ પછી ટ્રમ્પ આજે તાજમહેલ જોવા આગ્રા જશે. 25 ફેબ્રુઆરીએ ટ્રમ્પનું રાષ્ટ્રપતિ ભવન પર ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. અમેરિકન રાષ્ટ્રપતિ સાથે મોદીની હૈદરાબાદમાં ઔપચારિક મુલાકાત કરાશે. અહીં બંને નેતા જોઈન્ટ સ્ટેટમેન્ટ પણ આપે તેવી શક્યતા છે.

અમદાવાદમાં શું કરશે?

સવારે 11.40 વાગે: અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે, શંખ-ઢોલ-મંજીરા સાથે સ્વાગત કરવામાં આવશે. ટ્રમ્પ-મેલેનિયા માટે 150 ફૂટ લાંબી રેડ કાર્પેટ પાથરવામાં આવી છે. અહીં 19 કલાકાર તેમનું સ્વાગત કરશે. એરપોર્ટની અંદર એક હજાર કલાકાર પારંપારિક નૃત્ય કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ટ્રમ્પને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.

11.50 વાગે: 22 કિમી લાંબો રોડ શો શરૂ થશે. રોડ શોમાં 28 રાજ્યોની ઝાંકી તૈયાર કરવામાં આવી છે. રોડ શોનું નામ ઈન્ડિયાનું રોડ શોરાખવામાં આવ્યું છે. એરપોર્ટથી ટ્રમ્પ ગાંધી આશ્રમ જશે.


બપોરે 12.20 વાગે: ટ્રમ્પ ગાંધી આશ્રમ પહોંચશે. આશ્રમના દર્શન પછી થોડી વાર સાબરમતી નદી કિનારે રોકાશે. આશ્રમમાં ટ્રમ્પ પરિવારનું સ્વાગત સુતરની માળાથી કરવામાં આવશે. ત્યારપછી ટ્રમ્પ દંપતી હ્રદયકુંજ વાટિકા જશે. ગાંધીજીની શ્રદ્ધાંજલિ આપ્યા પછી તેઓ મોટેરા સ્ટેડિયમ રવાના થશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post