• Home
  • News
  • અમેરિકામાં નોકરીઓ બચાવવા ટ્રમ્પ ઈમિગ્રેશન વિઝા પર પ્રતિબંધ લગાવવામાં આવશે, ટ્રમ્પે ટ્વિટ કરી જાહેરાત કરી
post

કોરોના વાઈરસના કારણે અમેરિકામાં હજારો સંખ્યામાં છટણી થઈ રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-22 12:05:10

વોશિંગ્ટન: અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ઇમિગ્રેશન  હંગામી ધોરણે બંધ કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે અમેરિકનોની નોકરી બચાવવા આ નિર્ણય લઇ રહ્યા છે. ટ્રમ્પે સોમવારે રાત્રે ટિ્વટ કરી કે  અદૃશ્ય દુશ્મનના હુમલાને ધ્યાનમાં રાખી અને અમારા મહાન અમેરિકી નાગરિકોની નોકરી બચાવવા માટે હું યુએસમાં હંગામી ધોરણે ઇમિગ્રેશન સસ્પેન્ડ કરવાના કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરીશ. આમ પણ ચૂંટણી ટાણે ટ્રમ્પ અને તેમના સલાહકાર અમેરિકા ફર્સ્ટકેમ્પેઇન માટે ઉતાવળા થયા છે. જોકે ટ્રમ્પના આ આદેશની વિગતો બહાર આવી નથી. એ પણ સ્પષ્ટ નથી કે તેના પર ક્યારે હસ્તાક્ષર કરશે. અમેરિકી અખબાર ન્યૂયોર્ક ટાઇમ્સમુજબ ટ્રમ્પે જેવા આદેશની વાત કરી છે તે હેઠળ અમેરિકામાં રહેવા અને કામ કરવા સાથે સંકળાયેલા વિદેશીઓની અરજી અચોક્કસ મુદ્દત સુધી સ્વીકારાશે નહીં. તેનાથી અપ્રવાસીઓની કાનૂની વ્યવસ્થા એવી રીતે જ અસરકારક રીતે બંધ થઇ જશે જેમ ટ્રમ્પ ગેરકાયદે અપ્રવાસીઓ માટે બોર્ડર પર કરવા માગે છે.

અમેરિકામાં 2.2 કરોડ બેરોજગાર થઇ ગયા
અખબારે દાવો કર્યો છે કે અમેરિકામાં સ્પેશિયાલિઝ્ડ કામ માટે વર્ષોથી વિઝા મેળવી રહેલા લોકોને પરત થવાની મંજૂરી આપવાનો ઇનકાર થઇ શકે છે. જોકે બહુ જ મહત્વના ઉદ્યોગોના કર્મીઓને છૂટ મળી શકે છે. આમ પણ અમેરિકામાં 2016થી 2019 સુધી વિઝા સંખ્યા 25 ટકા સુધી ઘટી છે. ઉપરાંત એક રિપોર્ટ મુજબ કોરોના મહામારીને કારણે ત્યાં 2.2 કરોડ લોકો બેરોજગાર થઇ ગયા છે. 

વર્ષે 80 ટકા વિઝા ભારતીયોને મળે છે
અમેરિકામાં એચ-1બી વિઝા ભારતીયોમાં બહુ લોકપ્રિય છે. વર્ષે 85 હજાર વિઝામાંથી આશરે 80 ટકા ભારતીયોને મળે છે. 2019માં 56,608 ભારતીયોને અમેરિકામાં સ્થાયી રહેણાક માટે ગ્રીનકાર્ડ મળ્યાં હતાં.

ટ્રમ્પે શું કર્યું ટ્વિટ?

ટ્રમ્પે ટ્વિટ કર્યું, અદ્રશ્ય દુશ્મનના હુમલાને ધ્યાનમાં રાખીને, અમારા અમેરિકન્સ નાગરિકોની નોકરીઓ બચાવવા માટે હું સંયુક્ત રાષ્ટ્રમાં અસ્થાઈ રીતે ઈમિગ્રેશન વિઝા પર પ્રતિબંધ મુકવાના આદેશને મંજૂરી આપીશ.

અમેરિકામાં થઈ રહી છે હજારોની સંખ્યામાં છટણી
ટ્રમ્પની કાર્યકારીનો આદેશ અહેવાલ હાલ સામે નથી આવ્યો. ટ્રમ્પે જણાવ્યું છે કે, તેઓ ક્યારે આ આદેશ પર હસ્તાક્ષર કરવાના છે. અમેરિકામાં કોરોના વાઈરસના કારણે હજારોની સંખ્યામાં કર્મચારીઓની છટણી થઈ રહી છે. ગયા સપ્તાહમાં 2.2 કરોડ અમેરિકન નાગરિકોએ બેરોજગારી ભથ્થા માટે અરજી કરી છે. આ સંજોગોને ધ્યાનમાં રાખીને ટ્રમ્પે ઈમિગ્રેશન વિઝા પર પ્રતિબંધ મુકવાની વાત કરી છે. 

નોંધનીય છે કે, ભારતીય આઈટી પ્રોફેશનમાં લોકપ્રીય વિઝા H-1B વિઝા ઈમિગ્રેશન વિઝા છે. ટ્રમ્પે કહ્યું છે કે, અમેરિકન નાગરિકોની નોકરીની સુરક્ષા માટે આ પગલું લેવું જરૂરી છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post