• Home
  • News
  • ટ્રમ્પે ફ્લોરિડા અને ઈલિનોય પ્રાઈમરીમાં જીત મેળવી, રિપબ્લિકન પાર્ટી પ્રમુખ બોલ્યા- રાષ્ટ્રપતિ પદની બીજી વાર ઉમેદવારી માટે શુભેચ્છા
post

રિપબ્લિકન પાર્ટી પ્રમુખ રોના મેકડેનિયલે કહ્યું- આપણી પાર્ટી એક જૂથ, આગામી 4 વર્ષ માટે તૈયાર રહો

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-18 11:53:27

વોશિંગ્ટન: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડે ફ્લોરિડા અને ઈલિનોયમાં પ્રાઈમરી ચૂંટણી જીતી લીધી છે. તેની સાથે તેમની પાસે હવે 1,276 કરતા વધુ ડેલિગેટ્સ થઈ ગયા છે. આ વર્ષે 3 નવેમ્બર થનારી પ્રેસિડેન્શિયલ ઈલેક્શનમાં રિપબ્લિકન પાર્ટી તરફથી ઉમેદવારી નક્કી માનવામાં આવે છે. ટ્રમ્પની જીત પછી રિપબ્લિકન પાર્ટી પ્રમુખ રોના મેકડેનિયલે ટ્વિટ કર્યું છે. ટ્રમ્પને રિપબ્લિકન પાર્ટી તરફથી ઓફિશિયલ ઉમેદવાર બનવા માટે શુભેચ્છા પાઠવી છે. માનવામાં આવે છે કે, ફ્લોરિડા અને ઈલિનોયમાં ટ્રમ્પને જીતવા માટે કોઈ ખાસ પ્રતિરોધનો સામનો નથી કરવો પડ્યો.

મેનડોનાલ્ડે એક અન્ય ટ્વિટમાં લખ્યું છે કે, અમારી પાર્ટી એક જૂથ છે. આપણો લોકો સાથે જોડાઈને પ્રચાર ખૂબ ઝડપથી ચાલી રહ્યો છે. અમે આગામી 4 વર્ષ માટે તૈયાર છીએ. આ વખતે ટ્રમ્પની ટક્કર ડેમોક્રેટ્સની પ્રાઈમરીમાં જીત મેળવનાર લોકો સાથે થશે. ડેમોક્રેટ્સ તરફથી આ વખતે બિડેન અને બર્ની સેન્ડર્સ વચ્ચે ટક્કર છે. અત્યાર સુધી પ્રાઈમરીમાં બિડેન આગળ ચાલી રહ્યા છે.

રિપબ્લિકન્સ ટ્રમ્પની સાથે
ટ્રમ્પ કેમ્પેનના પ્રવક્તા ટિમ મુરટોકના જણાવ્યા પ્રમાણે, ટ્રમ્પની જીત દર્શાવે છે કે રિપબ્લિકન કેવી રીતે તેમને ભારે સમર્થન આપી રહ્યા છે. આવુ નવેમ્બર સુધી ચાલશે અને ત્યારે તેઓ બીજી વખત રાષ્ટ્રપતિ ચૂંટાશે. ટ્રમ્પની પાસે પહેલેથી જ 1141 ડેલિગેટ્સ હતા. ફ્લોરિડા અને ઈલિનોયમાં જીત પછી ઉમેદવારી માટે જરૂરી 135 ડેલિગેટ્સ પણ મેળવી લીધા છે.

2016ની સરખામણીએ આ વખતે ટ્રમ્પે ઘણી પહેલાં જ ઉમેદવારી પાક્કી કરી લીધી છે. ગઈ વખતે મે મહિનાના અંતમાં ડકોટાની જીત પછી તેમની ઉમેદવારી પર મહોર લાગી ગઈ હતી. પાર્ટીમાં પણ ટ્રમ્પ ઘણાં લોકપ્રિય છે. 2020 ચૂંટણી વિશે તેમની તૈયારીનો અંદાજે એ વાત પરથી લગાવી શકાય છે કે, ટ્રમ્પે પ્રચાર કેમ્પેન જાન્યુઆરી 2017થી શરૂ કરી દીધું હતું.

બિડેનમાં વોશિંગ્ટન પ્રાઈમરી જીત
અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડને વોશિંગ્ટનની પ્રાઈમરી ચૂંટણી જીતી લીધી. જોકે તેમાં સામાન્ય બહુમતી જ મળી હતી. ડેમોક્રેટિક પાર્ટી તરફથી તેઓ રાષ્ટ્રપતિની ઉમેદવારીમાં સૌથી આગળ છે. શક્યતા છે કે, નવેમ્બરમાં થનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેઓ ટ્રમ્પને પડકાર આપશે. બિડેનને 37.9 ટકા અને સેન્ડર્સને 36.4 ટકા વોટ મળ્યા છે. કોરોના વાઈરસના પ્રકોપ દરમિયાન પ્રાઈમરી ચૂંટણી કરાવવાના સવાલ પર ડેમોક્રેટિક પાર્ટી તરફથી કહેવામાં આવ્યું છે કે, મતદાન ડરને ખતમ કરી દેશે.

ડેમોક્રેટિક પાર્ટીમાં કુલ 3979 ડેલિગેટ્સ છે અને પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી મેળવવા માટે 1991 ડેલિગેટ્સનું સમર્થન જરૂરી છે. બિડેનને 898 ડેલિગેટ્સનું સમર્થન મળ્યું છે. તેમને 1093 ડેલિગેટ્સની જરૂર છે. જ્યારે સેન્ડર્સને 745 ડેલિગેટ્સનું સમર્થન મળ્યું છે. તેમને 1,246 ડેલિગેટ્સની જરૂર છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post