• Home
  • News
  • અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી:ટ્રમ્પને ‘હાઉડી મોદી’ ફળ્યું, ટેક્સાસમાં જીત, ટેક્સાસમાં ડોનાલ્ડ ટ્રમ્પને 52 ટકા જ્યારે જૉ બાઇડેનને 46 ટકા વોટ મળ્યા
post

8 વર્ષમાં યુએસમાં ભારતીય વોટર્સનું વલણ બદલાયું

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-05 10:34:08

રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ટેક્સાસ રાજ્યમાં 38 ઇલેક્ટ્રોલ વોટ્સ જીતવામાં સફળ રહ્યાં છે. ટેક્સાસમાં 84 ટકા વોટની ગણતરી થઈ હતી ત્યાં સુધીમાં ડોનાલ્ડ ટ્રમ્પે 58,13,435 વોટ સાથે કુલ 52 ટકા વોટ મેળવી લીધા હતા જ્યારે બાઇડેને 51,56,246 વોટ સાથે કુલ 46.3 ટકા વોટ મેળવ્યા હતા. આ એ જ ટેક્સાસ છે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019માં ભારતીય અમેરિકનો દ્વારા આયોજીત હાઉડી મોદીઇવેન્ટમાં ભાગ લીધો હતો. આ ઇવેન્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર રહ્યા હતા. તથા 50 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ ઇવેન્ટના પગલે ટેક્સાસમાં ટ્રમ્પને ટેક્સાસના ભારતીય અમેરિકનોનું સમર્થન મળ્યું હતું. જેનો લાભ ટ્રમ્પને આ ચૂંટણીમાં મળ્યો છે.

8 વર્ષમાં યુએસમાં ભારતીય વોટર્સનું વલણ બદલાયું
2012માં 
થયેલા પ્યૂ સરવેમાં 65 ટકા ભારતીય અમેરિકનોએ ડેમોક્રેટીક પાર્ટી તરફ ઝુકાવ દર્શાવ્યો હતો. જ્યારે 2020માં જાણીતા રાજકીય નિષ્ણાંત કાર્તિક રામાકૃષ્ણન દ્વારા કરવામાં આવેલા સરવેમાં 54 ટકા ભારતીય અમેરિકનોએ ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર જૉ બાઈડેનની જ્યારે 29 ટકાએ રિપબ્લિક પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની તરફેણ કરી હતી. ટ્રમ્પના ભારતીય સમર્થનમાં મોટો ફેરફાર આવ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post