• Home
  • News
  • કોરોના:માસ્કને બનાવ્યું ઘરેણું, હવે શિલ્પકારો બનાવી રહ્યાં છે સોના-ચાંદીનાં માસ્ક; કિંમત 1.87 લાખ સુધીની
post

એક રિપોર્ટ પ્રમાણે, 43 વર્ષીય શિલ્પકાર સાબરી દેમિરસી લગભગ 32 વર્ષથી સોના-ચાંદીનું કામ કરી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-28 13:35:42

આખી દુનિયામાં કોરોના વાઈરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આ મહામારીથી બચવા માટે લોકો સતત માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે. સમગ્ર દુનિયાની સરકારે તેમના નાગરિકોને જણાવી દીધું છે કે જ્યાં સુધી વેક્સિન નહીં આવે ત્યાં સુધી માસ્ક જ વેક્સિન છે. આ દરમિયાન તુર્કીના એક શિલ્પકારે સોના-ચાંદીના માસ્ક બનાવવાની શરૂઆત કરી છે. શિલ્પકારે એવું પણ સ્વીકાર્યું છે કે આ માસ્કથી કોરોના વાઈરસનું સંક્રમણ નહીં થાય.

હકીકતમાં તુર્કીમાં હવે માસ્કને ફેશન ડિઝાઈનિંગનું સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. શિલ્પકાર સાબરી દેમિરસીએ સોના-ચાંદીનાં માસ્ક બનાવવાનું શરૂ કરી દીધું છે અને તેઓ આ માસ્ક તેમના શો-રૂમમાં વેચી પણ રહ્યાં છે. જ્વેલરી ક્રાફ્ટમેન સબરી દેમિરસી 18 કેરેડ ગોલ્ડ અને શુદ્ધ ચાંદીમાંથી માસ્ક બનાવી રહ્યા છે. તેની કિંમત આકાર અને ડિઝાઈન પ્રમાણે 14 હજારથી લઈને રૂ. 1.87 લાખ સુધીની છે.

એક રિપોર્ટ પ્રમાણે, 43 વર્ષીય શિલ્પકાર સાબરી દેમિરસી લગભગ 32 વર્ષથી સોના-ચાંદીનું કામ કરી રહ્યા છે. તેમની પોતાની પણ ઘણી મોટી દુકાન છે. મહામારી દરમિયાન તેમને પણ થોડા સમય માટે આ દુકાન બંધ કરવી પડી હતી. જોકે હાલ તેમણે ફરી કામ શરૂ કરી દીધું છે. તેમણે તેમની દુકાનમાં ફેશનેબલ માસ્ક રાખવાની શરૂઆત કરી દીધી છે. દેમિરસીનું માનવું છે કે ચાંદીમાં જીવાણુવિરોધી ગુણ હોય છે. મહામારી દરમિયાન તેમણે ઘરે પસાર કરેલા સમયમાં ચાંદીના માસ્ક બનાવવાનો નિર્ણય લીધો હતો.

તેમણે તેમની દુકાનમાં માસ્ક માટે એક બીબા પર કામ કરવાની શરૂઆત કરી હતી, જે કામ જૂનમાં પૂરું થઈ ગયું હતું. ત્યાર પછી તેમણે સોના અને ચાંદીનાં માસ્કનું નિર્માણ શરૂ કર્યું અને જ્યારે ફરી દુકાન ખોલવાનો આદેશ મળ્યો ત્યારે તેમણે સોના-ચાંદીનાં માસ્ક વેચવાનું કામ શરૂ કરી દીધું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post