• Home
  • News
  • ટીવી કપલે ગુડ ન્યૂઝ આપ્યા:દેબિના બેનર્જી ફરી પ્રેગ્નન્ટ, ચાર મહિના પહેલાં જ દીકરીને જન્મ આપ્યો હતો
post

ગુરમીત અને દેબિના 2008માં ટેલિકાસ્ટ થયેલા ટીવી શો 'રામાયણ'માં રામ-સીતા બન્યાં હતાં

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-16 18:14:49

ટીવીના લોકપ્રિય કપલ દેબિના બેનર્જી તથા ગુરમીત ચૌધરી બીજીવાર પેરેન્ટ્સ બનવાના છે. દેબિના ડિલિવરીના ચાર મહિના બાદ જ બીજીવાર પ્રેગ્નન્ટ થઈ છે. દેબિના તથા ગુરમીતે પોસ્ટ શૅર કરીને આ અંગે માહિતી આપી હતી. બંનેએ સોનાગ્રાફી રિપોર્ટ શૅર કર્યો છે.

શું કહ્યું કપલે?
સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'કેટલાંક નિર્ણયો પહેલેથી જ નક્કી હોય છે અને કોઈ પણ તેને બદલી શકતા નથી. આ સાચે જ એક આશીર્વાદ છે. અમને સંપૂર્ણ કરવા માટે કોઈ આવવાનું છે.' તેમણે હેશટૅગમાં બેબી નંબર 2 લખ્યું છે.

સેલેબ્સ-ચાહકોએ શુભેચ્છા પાઠવી
કપલે શૅર કરેલી તસવીરમાં દીકરી લિયાના પણ જોવા મળે છે. દેબિનાએ પોતાના હાથમાં સોનોગ્રાફી રિપોર્ટ રાખ્યો છે. ત્રણેયે વ્હાઇટ આઉટફિટ પહેર્યા છે. સેલેબ્સ તથા ચાહકોએ બંનેને શુભેચ્છા પાઠવી છે.

3 એપ્રિલે દીકરીને જન્મ આપ્યો
દેબિનાએ આ વર્ષે ત્રણ એપ્રિલે દીકરીને જન્મ આપ્યો હતો. દેબીનાને પ્રેગ્નન્સી માટે ઘણાં જ કોમ્પલિકેશન્સ થયા હતા. તેણે 2 વાર IVF (ઇન વિટ્રો ફર્ટીલાઇઝેશન) તથા ત્રણ વાર IUI (ઇન્ટ્રયૂટરિન ઇન્સેમિનેશન) ટ્રિટમેન્ટ કરાવી હતી. દેબિનાએ અનેક થેરપી પણ લીધી હતી. લગ્નના 11 વર્ષ બાદ દેબિનાને માતા બનવાનું સુખ મળ્યું હતું.

'રામાયણ' શોથી બંને લોકપ્રિય થયા
ગુરમીત અને દેબિના 2008માં ટેલિકાસ્ટ થયેલા ટીવી શો 'રામાયણ'માં રામ-સીતા બન્યાં હતાં. આ શોથી બંનેને ઘણી પોપ્યુલારિટી મળી હતી. શોના ત્રણ વર્ષ બાદ એટલે કે 2011માં બંનેએ લગ્ન કર્યાં હતાં. બંને ડાન્સ રિયાલિટી શો 'નચ બલિયે' અને 'પતિ, પત્ની ઔર વો' શોમાં પણ સાથે જોવા મળ્યાં હતાં. 11 વર્ષ બાદ બંને 'શુભો બિજોયા' નામની શોર્ટ ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા. દેબિના 2016-17માં ટેલિકાસ્ટ થયેલ સંતોષી મામાં મુખ્ય ભૂમિકામાં હતી. ત્યારબાદ તે તેનાલી રામ’, ‘ખીચડી રિટર્ન્સ’, ‘લાલ ઇશ્ક’, ‘કિચન ચૅમ્પિયનજેવા શોમાં દેખાઈ હતી, પરંતુ તેમાં ક્યાંકે તેનો સ્પેશિયલ અપિયરન્સ હતો તો ક્યાંક કન્ટેસ્ટન્ટ તરીકે દેખાઈ હતી. ગુરમીતની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ 'ધ વાઇફ'માં જોવા મળ્યો હતો.

adv

Related News

post
post
post
post
post
post
post