• Home
  • News
  • ભારતીયોને ઝટકો:બાઈડેન પણ ટ્રમ્પના માર્ગે, એચ-1 બી વિઝા પરનો પ્રતિબંધ નહીં હટે
post

'ટ્રમ્પે એચ-1 બી વિઝા પર મૂકેલો પ્રતિબંધ 31 માર્ચે પૂરો થશે

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-03 11:59:05

ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને મૂકેલા એચ-1બી વિઝા પ્રતિબંધને હટાવવામાં અમેરિકન પ્રમુખ જો બાઈડેન પણ ખાસ ઉત્સુક નહીં જણાતા ત્યાં વસતા ભારતીયોને ફરી ઝટકો લાગ્યો છે. પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 31 માર્ચ સુધી એચ-1બી વિઝા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ માટે તેમણે અમેરિકામાં ઊંચા બેકારી દરનું કારણ આપતા કહ્યું હતું કે હવે વધુ વિદેશી વર્કર્સ અમેરિકાને પોસાય એમ નથી.

બાઈડેને ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને મૂકેલા વિવિધ એક્ઝિક્યુટિવ ઓર્ડર રદ કરી દીધા હતા. તેમાં મુસ્લિમ દેશોના નાગરિકોના વિઝા પર પ્રતિબંધ જેવા ઈમિગ્રેશનને લગતા નિર્ણયો પણ સામેલ હતા. એટલે ભારત સહિતના સ્કિલ્ડ વર્કરોને આશા હતી કે બાઈડેન એચ-1બી વિઝા પરનો પ્રતિબંધ હટાવી દેશે.

જોકે, હવે સ્થિતિ એ છે કે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના આદેશ પ્રમાણે એચ-1બી વિઝાનો પ્રતિબંધ 31મી માર્ચે પૂરો થાય છે, પરંતુ બાઈડેન પણ આ અંગે નિર્ણય લેવામાં મોડું કરી રહ્યા હોવાથી ભારતીયોમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે. અમેરિકન સરકારે દાવો કર્યો છે કે, તેઓ હવે કોન્સ્યુલેટમાં પેન્ડિંગ 4,70,000 વિઝા અરજી પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.

આ અંગે વ્હાઈટ હાઉસે જણાવ્યું છે કે, કોરોનાના કારણે અમેરિકામાં બેકારી, મંદીનો સમય આવ્યો છે. અહીં કોઈ વિઝા પર આવીને ભાગી જતા લોકોનો આંક કાબૂમાં રાખવો એ પણ અમારી પ્રાથમિકતા છે. એટલે નોન-ઈમિગ્રેશન વિઝા હાલ અમારી પ્રાથમિકતા નથી.

અમેરિકા અમેરિકન નાગરિકોના જીવનસાથી અને બાળકો માટે ઈમિગ્રેશન વિઝાને પ્રાથમિકતા આપતું રહેશે. જોકે, બ્રિટન, બ્રાઝિલ, આયર્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ચીન, ઈરાન સહિત 26 દેશના લોકો માટે અમેરિકામાં પ્રવેશ પ્રતિબંધ ચાલુ રહેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post