• Home
  • News
  • અમેરિકન સંસદમાં હિંસા:ટ્વિટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામે ટ્રમ્પનાં અકાઉન્ટ બ્લોક કર્યાં, કાયમી બંધ કરવાની ચેતવણી આપી
post

ટ્રમ્પે કહ્યું હતું- ચૂંટણીમાં દગો થયો છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-07 12:15:53

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીનાં પરિણામ પહેલાં જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ હિંસા વચ્ચે ટ્વિટર, ફેસબુકે ટ્રમ્પનાં અકાઉન્ટ બ્લોક કરી દીધાં છે. ટ્વિટરે ચેતવણી આપી છે કે ટ્રમ્પે ભવિષ્યમાં નિયમ તોડ્યા તો તેમનું અકાઉન્ટ હંમેશાં માટે બંધ કરી દેવામાં આવશે.

ફેસબુકે કહ્યું- ટ્રમ્પના વિડિયોથી હિંસા ભડકવાનું જોખમ
સંસદના બિલ્ડિંગ (કેપિટલ હિલ)માં હિંસા અને ટ્રમ્પનાં વિવાદાસ્પદ નિવેદનોથી જોડાયેલાં 3 ટ્વીટ પણ હટાવી દેવામાં આવ્યાં છે. આ પહેલાં ફેસબુક અને યુ-ટ્યૂબે પણ ટ્રમ્પના વિડિયો રિમૂવ કરી દીધા છે. ફેસબુકના વાઈસ-પ્રેસિડન્ટ (ઈન્ટેગ્રિટી) ગુએ રોજેને કહ્યું હતું કે આ ઈમર્જન્સી છે. ટ્રમ્પના વિડિયોથી હિંસા વધારે ભડકી શકે છે.

ટ્રમ્પે કહ્યું હતું- ચૂંટણીમાં દગો થયો છે
કેપિટલ હિલમાં હિંસા પછી ટ્રમ્પે ટ્વિટર પર એક મિનિટનો વિડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેમણે તેમના સમર્થકોને કહ્યું હતું કે- મને ખબર છે તમે દુઃખી છો. આપણી પાસેથી ચૂંટણી છીનવી લેવામાં આવી છે. આ વખતે ચૂંટણીમાં દગો થયો છે, પરંતુ આપણે તેમના હાથની કથપૂતળી ન બની શકીએ. આપણે શાંતિ રાખવાની છે. તમે ઘરે પાછા ફરી જાઓ.

adv

Related News

post
post
post
post
post
post
post