• Home
  • News
  • જાપાનના શિપ પર બે લોકોના મોત, 7 ભારતીયોમાં સંક્રમણની પૃષ્ટી;હુબેઈમાં ગુરુવારે 1 મહિનામાં સૌથી ઓછા 628 નવા કેસ નોંધાયા
post

ચીનમાં અત્યાર સુધીમાં 2112 લોકોના મોત થયા, હુબેઈમાં સૌથી વધારે 2029 લોકો માર્યા ગયા

Written By newsonline | Ahmedabad | Published: 2020-02-20 12:05:19

ટોકયોઃ જાપાનના યોકોહામા પોર્ટ પર ફસાયેલા જહાજ પર કોરોના વાઈરસને લીધે બે લોકોના મોત થયા છે ત્યારે અત્યાર સુધીમાં સાત ભારતીયોમાં સંક્રમણની પૃષ્ટી થઈ છે. સંક્રમણની અસર ધરાવતા તમામ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જહાજ પર 138 ભારતીય છે, જેમાંથી 132 ક્રુ અને 6 યાત્રી છે. બીજીબાજુ ચીનમાં ફસાયેલા ભારતીયોને લેવા માટે ગુરુવારે વાયુસેનાનું C-17 ગ્લોબમાસ્ટર વિમાન વિહાન પહોંચશે. ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે આ વિમાનમાં કોરોના વાઈરસથી સંક્રમિત લોકો માટે દવાઓ અને મેડિકલ ઉપકરણો પણ ઉપલબ્ધ હશે. ચીનમાં કોરોના વાઈરસથી સંક્રમણના કેસોમાં નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડો થયો છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ગુરુવારે એક મહિનામાં સૌથી ઓછા 628 નવા કેસ નોંધાયા છે.

ચીનમાં અત્યાર સુધીમાં 74,185 કેસ સામે આવ્યા છે

ચીનના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે દેશમાં મંગળવારે 1,693 કેસની પુષ્ટી થઈ હતી. બીજીબાજુ અત્યાર સુધીમાં 2112 લોકોના મોત થયા છે. વાઈરસથી સૌથી વધારે અસરગ્રસ્ત હુબેઈ પ્રાંતમાં એક દિવસમાં 108 લોકોના મોત થયા છે. એકલા હુબેઈમાં અત્યાર સુધીમાં 2029 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 62,021 કેસની પૃષ્ટી થઈ છે.

30 કરતા વધારે દેશોમાં કોરોનાના કેસ નોંધાયા

દક્ષિણ ચાઈના મોર્નિંગ પોસ્ટના મતે ચીનમાં અત્યાર સુધીમાં 74,185 કેસ સામે આવ્યા છે. ચીનની બહાર 8 લોકોના મોત નોંધાયા છે. કોરોના વાઈરસનો પ્રથમ કેસ વુહાનમાં ડિસેમ્બરમાં સામે આવ્યો હતો. અત્યાર સુધીમાં 30 દેશોમાં કોરોનાના કેસો નોંધાયા છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post