• Home
  • News
  • ફ્રાન્સમાં બે મહિના જેટલો વરસાદ એક દિવસમાં, પૂરમાં ઘણી કાર તણાઇ ગઇ, જુઓ તસવીર
post

માત્ર અડધા કલાકમાં જ 40 મિ.મી. વરસાદ ખાબક્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-13 09:35:35

પેરિસ: ફ્રાન્સની દક્ષિણે આવેલા આઇલેન્ડ કોર્સિકામાં મુશળધાર વરસાદ બાદ અચાનક પૂર આવતાં કોઇને તેનાથી બચવા માટેની તૈયારીઓ કરવાનો સમય જ ન મળ્યો. ઘણી કાર ધસમસતા પાણીમાં તણાવવા લાગી. પૂરથી ઘણા વાહનોને નુકસાન થયું છે. અહીં થોડી વારમાં જ 120 મિ.મી. વરસાદ પડી ગયો. સામાન્ય રીતે અહીં આટલો વરસાદ 2 મહિનામાં પડે છે. સવારે અડધા કલાકમાં જ 40 મિ.મી. વરસાદ પડી ચૂક્યો હતો. બપોર સુધીમાં વધ્યો.

ફાયર બ્રિગેડના જવાનોએ લોકોને સલામત સ્થળોએ પહોંચાડ્યા. રેસ્ક્યૂ દરમિયાન કેટલાક ફાયરકર્મી પણ ઘવાયા. સ્થિતિ વણસતી જોતાં સ્કૂલોમાં રજા જાહેર કરી દેવાઇ. હવામાન વિભાગે વીકએન્ડમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post