• Home
  • News
  • વધુ બે કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 33 પર પહોંચ્યો, માસ સેમ્પલિંગમાં વધુ કેસ સામે આવ્યા
post

ડિટેઇન કરેલા વાહનો આજથી દંડ વસૂલીને છોડી દેવાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-13 11:58:19

સુરત. વધુ બે કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવનો આંકડો 33 પર પહોંચી ગયો છે. જે પૈકી ચારના મોત થયા છે. જ્યારે આઠ રિકવર થયા છે. પાલિકા ટેસ્ટીંગ માટે ખુબ મોટી કામગીરી કરી રહી છે. અત્યાર સુધી કુલ 1428 માસ સેમ્પલિંગ કરાયું છે તે પૈકી પોઝિટિવ આવ્યાં છે અને 1296 નેગેટિવ આવ્યાં છે અને 126 માસ સેમ્પલીંગ પેન્ડીંગ છે. અત્યારે જે એઆરઆઈના કેસો માસ સેમ્પલિંગ અને જે ક્લસ્ટર માંથી મ‌ળે છે તે અને જે આઈસોલેટેડ છે તેના સગા મળે તેઓને પણ ક્વોરન્ટીનમાં ઉમેરવામાં આવ્યાં છે. 

શ્રમિક વર્ગની 172 વસાહતોમાં બેરિકેટીંગ કરી દેવાઈ

શહેરમાં રહેતાં આર્થિક રીતે નબળા અને શ્રમિક વર્ગના લોકોમાં કોરોના વાયરસ ના ફેલાવે એના માટે એ લોકો જ્યાં રહે છે એવી 172 જેટલી સોસાયટી, વસાહતોને સરવેમાં તારવવામાં આવી છે ત્યાં બેરિકેટીંગ કરી દેવામાં આવી છે. આવી 172 જેટલી વસાહતો માંથી અવરજવર માટે બંધ કરવામાં આવી છે. 

માસ્ક ન પહેરનારને દંડ થશે

શાક માર્કેટોમાં કે દૂધ લેવા કે અન્ય કામે નીકળતાં રસ્તા પર જતાં પહેલાં હવે માસ્ક પહેરવાનું ભુલતાં નહીં તેમજ ટોળે નહી વળી સોશિયલ ડિસ્ટંન્સીંગના નિયમનું ચુસ્ત પાલન કરશો નહીં તો હવે કોઈની પણ શેહ શરમ રાખ્યા વગર પાલિકા સીધો 5 હજાર સુધીની દંડાત્મક કાર્યવાહી કરશે. પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ એક જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે. તેમાં, સોશિયલ ડિસ્ટંન્સીંગ અને માસ્ક પહેરવાના અમલમાં મુકાયેલા નિયમનું ચૂસ્તપણે પાલન નહી કરનારા સામે 5 હજાર દંડની વસુલાત કરવા આદેશ જારી કરી દીધો છે.

ગતરોજ આવેલા ત્રણ કેસ
લીંબાયતનો યુવક  મિલેનિયમ માર્કેટમાં ટેમ્પો ચલાવતો હતો

લિંબાયત આઝાદ ચોકમાં રહેતા 24 વર્ષિય શાહરૂખ હારૂલ પઠાણ રિંગરોડ સ્થિત મિલેનીયમ માર્કેટમાં ટેમ્પો ડ્રાઇવર તરીકે કામ કરે છે. લોકડાઉન પછી માર્કેટ બંધ છે ત્યારે શાહરૂખને કેવી રીતે કોરોના થયો તે હજુ બહાર આવી શક્યું નથી. 

ઘરમાલિકની પુત્રીથી લાગ્યો ચેપ 

વેસુ વીઆઇપી રોડના મુખ્યમંત્રી આવાસમાં રહેતા 45 વર્ષિય લત્તાબેન એસ જાવરે પારલેપોઇન્ટ પર આવેલ સરગમ શોપિંગ સેન્ટરમાં વેપારીના ઘરે ઘરકામ કરવા જાય છે. આ વેપારીની પુત્રી 22 ફેબ્રુઆરીએ ઇટલીથી આવેલી હતી. જો કે લોકડાઉન બાદ 22 માર્ચથી લતાબેને ઘરકામ કરવા જવાનું બંધ કરી દીધું હતું. જો કે વેપારીની ઇટલીથી આવેલી પુત્રી હોમ કોરોન્ટાઇનમાં રહી હતી. લત્તાબેનનો એઆરઆઇ સર્વેલન્સમાં રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.

વિપુલભાઇ ન્યુ બોમ્બે માર્કેટમાં સાડીની દુકાન ધરાવે છે

વરાછાના વલ્લભ નગરમાં રહેતા 34 વર્ષીય વિપુલ માવાણીના મગોબ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર દ્વારા એઆરઆઈ સર્વેલન્સમાં સેમ્પલો લેવાતા પોઝિટિવ આવ્યો છે. વિપુલ ન્યૂ બોમ્બે માર્કેટમાં સાડીની દુકાન ચલાવે છે . તેઓ સુરત ડાયમંડ એસો.ના માજી પ્રમુખના ભત્રીજા છે.

લોકડાઉનમાં ડિટેઇન કરેલા વાહનો આજથી દંડ વસૂલીને છોડી દેવાશે

લોકડાઉનમાં સુરત પોલીસે 10308 વાહનો ડિટેઇન કર્યા છે. પહેલા ડિટેઇન કરેલા વાહનો આરટીઓમાંથી છોડાવાના હતા પરંતુ હવે ડિટેઇન કરેલા વાહનોને છોડવાની સત્તા પોલીસને આપી દેવામાં આવી છે. સોમવારથી પોલીસ ડિટેઇન કરેલા વાહનો પોલીસ છોડી શકશે. જેના માટે ગાડીના ડોક્યુમેન્ટ્સ સાથે ગાડીના માલિકે પોલીસની સામે હાજર રહેવું પડશે સાથે વાહનચાલકે જે જે નિયમોનો ભંગ કર્યો હોય તે પ્રમાણેની કલમો હેઠળનો દંડ ભરી ગાડી છોડાવી શકશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post