• Home
  • News
  • જાપાનના એરપોર્ટ પર ફરી બે વિમાન અથડાયા, 289 મુસાફરો હતા સવાર
post

કોરિયન એરલાઈન્સ અને કેથે પેસિફિક એરવેઝના વિમાનો અથડાયા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-16 19:38:35

જાપાનમાં ફરી એકવાર વિમાન દુર્ઘટના સર્જાઈ છે. કોરિયન એરલાઈન્સ અને કેથે પેસિફિક એરવેઝના વિમાનો અથડાયા છે. આ દુર્ઘટના જાપાનના ઉત્તરી દ્વીપ હોક્કાઇડોના ન્યૂ ચિટોઝ એરપોર્ટ પર બની હતી. કોરિયન એરલાઈન્સના વિમાનમાં ક્રૂ મેમ્બર સહિત 289 મુસાફરો સવાર હતા. 

કેવી રીતે વિમાનો અથડાયા

કોરિયન એરલાઈન્સના અધિકારીના જણાવ્યા અનુસાર, હોક્કાઇડોના ન્યૂ ચિટોઝ એરપોર્ટ પર જ્યારે એક ટોઈંગ કાર કોરિયન એરલાઈન્સના વિમાનને ટેક ઓફ કરતા પહેલા પાછળ ધકેલતી રહ્યું હતું. આ દરમિયાન જમીન પર બરફના કારણે વિમાન લપસ્યું હતું. જેના કારણે વિમાનનું પાંખિયું કેથે પેસિફિક એરવેઝના વિમનના પાંખિયા સાથે અથડાયું હતું. જોકે, કેથે પેસિફિક એરવેઝના વિમાનમાં મુસાફરો હતા કે કેમ તે અંગે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.

ઉલ્લેખનીય છે કે, અગાઉ જાપાન એરલાઈન્સનું  પેસેન્જર પ્લેન JAL 516 લેન્ડિંગ વખતે ત્યાં પાર્ક કરેલા જાપાન કોસ્ટગાર્ડના એક વિમાન સાથે ટકરાઈ ગયું હતું. આ ઘટના પછી બંને વિમાનોમાં ભયાનક આગ લાગી હતી, જેમાં કોસ્ટગાર્ડના વિમાનના પાંચ ક્રૂ મેમ્બરના મોત થયા હતા. કોસ્ટગાર્ડનું આ વિમાન ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવા જઈ રહ્યું હતું. 

adv

Related News

post
post
post
post
post
post
post