• Home
  • News
  • 36 વર્ષીય તાનાશાહ કિમ જોંગ ઉનનું જીવન જોખમમાં, હાર્ટની સર્જરી બાદ તબિયત લથડી
post

રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, કિમ વધારે સિગરેટ પીતા હતા. તેમને જાડાપણાની બિમારી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-21 11:06:28

પ્યોંગયાંગ: ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનનું જીવન જોખમમાં હોવાના સમાચાર સામે આવ્યા છે. અમેરિકન અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, એક ઓપરેશન બાદ કિમની તબિયત બગડી છે. મળતી માહિતી પ્રમાણે કિમ 15 એપ્રિલે તેમના દાદાના એક કાર્યક્રમમાં પણ હાજર નહોતા રહ્યાં. એ પછીથી તેમના સ્વાસ્થ્ય અંગેના અનુમાનો લગાવવાનું શરૂ થઈ ગયું હતું.

કિમ જોંગ ઉનના પરમાણુ કાર્યક્રમે અમેરિકાને ચિંતામાં મૂકી દીધા હતા. દક્ષિણ કોરિયન રાષ્ટ્રપતિ મૂન જે-ઈનના પ્રયાસથી કિમ અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે જૂન 2018માં સિંગાપુરમાં પહેલી વખત ચર્ચા થઈ હતી. ત્યારબાદ બન્ને નેતા ફેબ્રુઆરી 2019માં વિયતનામમાં પણ મળ્યા હતા. વાતચીત બાદ જ કિમે પરમાણુ કાર્યક્રમ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે અમેરિકા તરફથી વેપારી પ્રતિબંધમાં છૂટ છાટ ન મળવાના કારણે નારાજગી પણ વ્યક્ત કરી હતી.

હાર્ટની બિમારીનું ઓપરેશન થયું હતું

·         ઉત્તર કોરિયાના મામલા પર નજર રાખનારા દક્ષિણ કોરિયાના છાપા જેલી એનકેના જણાવ્યા પ્રમાણે 12 એપ્રિલે કિમની કાર્ડિયોવેસ્કુલર સર્જરી થઈ હતી. રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, કિમ વધારે સિગરેટ પીતા હતા. તેમને જાડાપણાની બિમારી છે અને તે વધારે કામ કરતા હતા. તેમની હાયંગસન કાઉન્ટી ખાતે આવેલી વિલામાં સારવાર થઈ હતી.

·         ડેલી એનકેના જણાવ્યા પ્રમાણે, આ સારવાર બાદ તેમની હાલતમાં સુધારાના સમાચાર આવ્યા હતા. તેમની સારવારમાં લાગેલી મેડિકલ ટીમના મોટાભાગના સભ્યો 19 એપ્રિલે રાજધાની પ્યોંગયાંગ પાછા આવી ગયા હતા. ઘણા સભ્યો તેમની સાર સંભાળ રાખવા માટે ત્યાં જ રોકાયા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post