• Home
  • News
  • 'વિક્રમ' ફિલ્મના સુપરસ્ટારને UAEએ આપ્યા ગોલ્ડન વિઝા
post

120 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે અત્યાર સુધીમાં 400 કરોડનો બિઝનેસ કર્યો છે અને હજી પણ સિનેમાઘરોમાં ચાલી રહી છેq

Written By newsonline | Ahmedabad | Published: 2022-07-23 17:50:17

મુંબઈ: કમલ હાસનની ફિલ્મ 'વિક્રમ'એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. જેમાં તેણે ફરી એકવાર પોતાના અદ્ભુત અભિનયથી લોકોના દિલ જીતી લીધા છે. 120 કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે અત્યાર સુધીમાં 400 કરોડનો બિઝનેસ કર્યો છે અને હજી પણ સિનેમાઘરોમાં ચાલી રહી છે. હાલમાં જ કમલ હાસન પોતાની ફિલ્મના પ્રમોશન માટે દુબઈ પહોંચ્યો હતો જ્યાં તેમને એક મોટું સન્માન મળ્યું છે.

તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ટોપ સ્ટાર્સમાંથી એક કમલ હાસને હાલમાં જ પોતાના સોશિયલ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે કહ્યું હતું કે, સંયુક્ત અરબ અમીરાતે મને પ્રતિષ્ઠિત ગોલ્ડન વિઝા આપ્યા છે. વિક્રમ સ્ટારે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, 'હું સંયુક્ત અરબ અમીરાતમાંથી ગોલ્ડન વિઝા મેળવવા બદલ સન્માનિતની લાગણી અનુભવું છું. દુબઈમાં જનરલ ડિરેક્ટોરેટ ઓફ રેસિડન્સી એન્ડ ફોરેનર્સ અફેર્સ ઓફિસની મુલાકાત માટે GDRFA મહાનિર્દેશક લેફ્ટનન્ટ જનરલ મોહમ્મદ અહેમદ અલ મર્રીને આભાર. અભિનેતાએ આગળ લખ્યું હતું કે, 'ટેલેન્ટ અને ક્રિએટિવ્સને ટેકો આપવા બદલ દુબઈ ફિલ્મ અને ટીવી કમિશનનો આભાર.'

- આ ફિલ્મોમાં જોવા મળશે કમલ હસન

'વિક્રમ'ની ભવ્ય સફળતા બદલ કમલ હસનએ ગોલ્ડન વિઝા મેળવવા એ એક મોટી ઉપલબ્ધિ છે. લોકેશ કનાગરાજ દ્વારા લખાયેલી અને દિગ્દર્શિત આ ફિલ્મમાં વિજય સેતુપતિ અને ફહદ ફાસીલએ દમદાર અભિનય કર્યો છે. તે જ સમયે, સૂર્યાએ તેમાં કેમિયો રોલ દ્વારા ઘણી પ્રશંસા મેળવી છે. કમલ હાસન હવે 'Indian 2', 'Bharatheeyudu 2' અને '‘Papanasam 2' જેવી ફિલ્મોમાં જોવા મળશે.

તમને જણાવી દઈએ કે, કમલ એકમાત્ર એવો સેલેબ નથી જેને UAEના ગોલ્ડન વિઝા આપવામાં આવ્યો છે. સોનુ સૂદ, પહલે નાસિર, મમૂટી, મોહનલાલ, ટોવિનો થોમસ, પાર્થિયાપન, અમલા પોલ અને શાહરૂખ ખાન સહિત અનેક કલાકારોને આ એવોર્ડ મળ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post